Dahod/ ઝાલોદ કોર્પોરેટર હિરેન પટેલની હત્યાના મુખ્ય આરોપી અમિત કટારાની ધરપકડ

ઝાલોદના બહુચર્ચિત કોર્પોરેટર હિરેન પટેલ હત્યા કેસમાં મુખ્ય આરોપી અમિત કટારાની ધરપકડ દાહોદ પોલીસ ધ્વારા કરવામાં આવી છે. આ સાથે જ આ કેસમાં અત્યાર સુધી કુલ 8 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. અમિત કટારા કૉંગ્રેસના ધારાસભ્ય ભાવેશ કટારાના ભાઈ અને પૂર્વ સાંસદ બાબુ કટારાનો પુત્ર છે. થોડા દિવસ અગાઉ ગુજરાત ATS દ્વારા હરિયાણાથી બહુ ચર્ચિત […]

Top Stories Gujarat Others
WhatsApp Image 2020 12 31 at 5.28.47 PM ઝાલોદ કોર્પોરેટર હિરેન પટેલની હત્યાના મુખ્ય આરોપી અમિત કટારાની ધરપકડ

ઝાલોદના બહુચર્ચિત કોર્પોરેટર હિરેન પટેલ હત્યા કેસમાં મુખ્ય આરોપી અમિત કટારાની ધરપકડ દાહોદ પોલીસ ધ્વારા કરવામાં આવી છે. આ સાથે જ આ કેસમાં અત્યાર સુધી કુલ 8 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. અમિત કટારા કૉંગ્રેસના ધારાસભ્ય ભાવેશ કટારાના ભાઈ અને પૂર્વ સાંસદ બાબુ કટારાનો પુત્ર છે.

થોડા દિવસ અગાઉ ગુજરાત ATS દ્વારા હરિયાણાથી બહુ ચર્ચિત હિરેન પટેલ હત્યા કાંડમાં વોન્ટેડ આરોપી ઇમરાનની ધરપકડ કરી હતી. આરોપીની પૂછપરછ દરમિયાન ઘટસ્ફોટ થયો હતો કે કોર્પોરેટર હિરેન પટેલની હત્યા રાજકીય હતી અને પૂર્વ સાંસદ બાબુ કટારાના પુત્ર અમિત કટારાના ઈશારે કરવામાં આવી હતી

ગુજરાત ATS એ ઝાલોદમાં થયેલી કોર્પોરેટર હિરેન પટેલની હત્યામાં વોન્ટેડ આરોપી ઇમરાન ગુડાલા  ઉર્ફે ઇમુની ધરપકડ કરી હતી. આરોપી છેલ્લા ઘણા સમયથી હરિયાણામાં છુપાયો હતો જેની બાતમી મળતા સ્થાનિક  પોલીસની મદદથી આરોપીની ધરપકડ કરવામાં ATSને સફળતા મળી હતી. આ કેસમાં સૂત્રધાર ઇરફાન ઉર્ફે પાડા સહીત 6 ની ધરપકડ કરી લેવામાં આવી હતી ઇમરાને ઈરફાન ઉર્ફે પાડાને સોપારી આપી હતી અને મૃતક હિરેન પટેલનું ઘર બતાવ્યું હતું.

 

આરોપીએ એ પણ કબૂલાત કરી હતી કે ઇમરાને ઈરફાનને અમિત કટારાના કહેવાથી સોપારી આપી હતી અને હિરેન પટેલનું ઘર બતાવ્યું હતું. આ કેસમાં આરોપી અમિત કટારા પૂર્વ સાંસદ બાબુ કટારાના પુત્ર અને હાલના કોંગ્રેસના ધારાસભ્ય ભાવેશ કટારાના ભાઈ છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે થોડા સમય અગાઉ હિરેન પટેલ પોતાના ટેકેદારો સાથે કોંગ્રેસનો હાથ છોડી ભાજપમાં જોડાઈ ગયા હતા. જેને કારણે એની સોપારી આપી તેનું કાસળ કાઢી દેવામાં આવ્યું હતું.