Not Set/ ગાંધીજયંતિ / અમદાવાદમાં નશાબંધી સપ્તાહ ઉજવણીનો કરાયો પ્રારંભ

ગુજરાતમાં વર્ષોથી દારૂબંધી છે, ત્યારે આજે 2 ઓકટોબર ગાંધીજયંતિએ અમદાવાદમાં જિલ્લાકક્ષાના નશાબંધી સપ્તાહનો પ્રારંભ થયો હતો. 2 ઓક્ટોબરથી 8 ઓક્ટોબર એમ એક સપ્તાહ સુધી નશાબંધી સપ્તાહની ઉજવણી કરવામાં આવશે. શહેરના મેઘાણીનગર ખાતે આ જિલ્લાકક્ષાના નશાબંધી સપ્તાહનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં અસારવાના ધારાસભ્ય પ્રદીપ પરમારની ખાસ ઉપસ્થિતિ રહ્યા હતા. આ કાર્યક્રમને લઈ પ્રદીપભાઈ પરમારે કહ્યું કે, […]

Ahmedabad Gujarat
0d3f227856e456add23a303ab533f0db ગાંધીજયંતિ / અમદાવાદમાં નશાબંધી સપ્તાહ ઉજવણીનો કરાયો પ્રારંભ
0d3f227856e456add23a303ab533f0db ગાંધીજયંતિ / અમદાવાદમાં નશાબંધી સપ્તાહ ઉજવણીનો કરાયો પ્રારંભ

ગુજરાતમાં વર્ષોથી દારૂબંધી છે, ત્યારે આજે 2 ઓકટોબર ગાંધીજયંતિએ અમદાવાદમાં જિલ્લાકક્ષાના નશાબંધી સપ્તાહનો પ્રારંભ થયો હતો. 2 ઓક્ટોબરથી 8 ઓક્ટોબર એમ એક સપ્તાહ સુધી નશાબંધી સપ્તાહની ઉજવણી કરવામાં આવશે. શહેરના મેઘાણીનગર ખાતે આ જિલ્લાકક્ષાના નશાબંધી સપ્તાહનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં અસારવાના ધારાસભ્ય પ્રદીપ પરમારની ખાસ ઉપસ્થિતિ રહ્યા હતા.

આ કાર્યક્રમને લઈ પ્રદીપભાઈ પરમારે કહ્યું કે, ગુજરાતને નશામુક્ત બનાવવાના અભિયાનને આગળ ધપાવતા રાજ્યને નશામુક્ત બનાવવા માટે કડક કાયદાની જોગવાઇ કરવામાં આવી છે. આ કાયદાની અમલવારીમાં સરકાર અને સમાજ બંનેના સહિયારા પ્રયાસોથી જ નશાબંધીનો ચુસ્તપણે પાલન કરી શકાશે.

ગાંધીજયંતી નિમિત્તે વ્યસનમુક્ત સમાજનું નિર્માણ કરવા નશાબંધી અપનાવીને જ ગાંધીજીને શ્રેષ્ઠ શ્રદ્ધાંજલિ આપી શકાશે. ધારાસભ્ય પરમારે સત્ય, અહિંસા અને સ્વચ્છતાના પ્રખરી એવા ગાંધીજીના વિચારોને નૈતિક પણે અમલમાં મુકી વ્યસનમુક્તિ અપનાવીને વ્યસનમુક્ત સમાજનું નિર્માણ કરવાની નેમ વ્યક્ત કરી હતી.

ગાંધી અને તેમના વિચારો લોકોમાં હર હંમેશ જીવંત રહે તે માટે જ રાજ્ય સરકાર દ્વારા તેમના જન્મદિવસ નિમિત્તે નશાબંધી સપ્તાહની ઉજવણી કરવામાં આવતી હોવાનું ધારાસભ્યએ ઉમેર્યું હતું. આઝાદી બાદ ભાષાને આધારે રાજ્યનું વિભાજન કરવામાં આવ્યું તે વખતે હાલનું મહારાષ્ટ્ર અને ગુજરાત બૃહદ રાજ્ય તરીકે ઓળખાતા હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.