Chota Udepur/ ઊંઘતું તંત્ર જાગશે! કે પછી રાહ જોવાય છે કોઈ હોનારત ની?

પાવીજેતપુર પાસે રેલ્વે બ્રીજના ખુલ્લા પિલ્લરો થી અકસ્માત ની ભીતી, ભારજ નદી પર ના રેલ્વે બ્રીજના પિલ્લરો ફોન્ડેશન રેતીખનન તેમજ નદીમાં વહેતા પ્રવાહ ના કારણે ખુલ્લા થઈ ગયા

Gujarat
WhatsApp Image 2021 09 26 at 11.39.31 AM 1 ઊંઘતું તંત્ર જાગશે! કે પછી રાહ જોવાય છે કોઈ હોનારત ની?

પાવીજેતપુર પાસે રેલ્વે બ્રીજના ખુલ્લા પિલ્લરો થી અકસ્માત ની ભીતી, ભારજ નદી પર ના રેલ્વે બ્રીજના પિલ્લરો ફોન્ડેશન રેતીખનન તેમજ નદીમાં વહેતા પ્રવાહ ના કારણે ખુલ્લા થઈ ગયા

વડોદરા થી છોટાઉદેપુર થઈ અલીરાજપુર સુધી ચાલતી રેલ્વે ટ્રેન કોરોનાના મહામારી દરમિયાન આપવામાં આવેલા લોકડાઉનના સમય થી બંધ છે અને બ્રોડગેજ ડીઝલ થી ચાલતી ટ્રેન ને ઇલેક્ટ્રીક ની લાઈનો નાખવાનું કામ પૂર્ણ થવાના આરે છે અને ટૂંક સમયમાં ટ્રેન શરૂ થશે તેમ રેલ્વે વિભાગ તરફથી જાણવા મળી રહ્યું છે પરંતુ પાવીજેતપુર પાસે આવેલા ભારજ નદી પર ના રેલ્વે બ્રીજના પિલ્લરો ફોન્ડેશન રેતીખનન તેમજ નદીમાં વહેતા પ્રવાહ ના કારણે ખુલ્લા થઈ ગયા છે જેને લઈ કોઈ દુર્ઘટના સર્જાય તે પહેલા તેનું સમારકામ થાય તેવી લોક માંગ ઉઠી છે .

WhatsApp Image 2021 09 26 at 11.39.31 AM 2 ઊંઘતું તંત્ર જાગશે! કે પછી રાહ જોવાય છે કોઈ હોનારત ની?

વાત કરીએ તો વડોદરાથી છોટાઉદેપુર ચાલતી નેરોગેજ લાઇન ને બ્રોડગેજમા રૂપાંતર કરી અહી ડીઝલ એંઝિન થી રેલ્વે ટ્રેન દોડાવવામાં આવી રહી છે અને  મધ્યપ્રદેશ ના ધાર સુધી લંબાવવા માટેની કામગીરી ચાલુ છે અને અલીરાજપુર સુધી ચાલુ પણ કરી દેવામાં આવી છે ત્યારે આદિવાસી પૂર્વપટ્ટી વિસ્તારમા ચલાવવામા આવતી ટ્રેનો રોજ અવર જવર કરતા  વેપાર ધંધા કરતા લોકો માટે તેમજ નોકરિયાતો માટે અને ગરીબ આદિવાસી પ્રજાજનો માટે સસ્તા ભાડે અને સમયસર  મુસાફરી કરવા ખૂબ આશીર્વાદ રૂપ સાબિત થઈ રહી છે અને  ખૂબ મોટી સંખ્યામા લોકો ટ્રેનમા સફર પણ કરી રહ્યા હતા પરંતુ કોરોના મહામારી દરમિયાન આપવામાં આવેલા લોકડાઉનના સમયથી અહી ટ્રેન સેવાઓ પણ બંધ કરવામાં આવી હતી  જે હજુ શરુ કરાઇ નથી હાલ અહી રેલ્વે વિભાગ તરફથી ઇલેક્ટ્રીક લાઈનો નાખી અને ઇલેક્ટ્રીક એંજિન દ્વારા ચલવવા માટે ની કામગીરી ચાલી રહી છે તેનું કામ પણ પૂર્ણતા ના આરે છે અને નવેમ્બર માસ દરમિયાન અહી ની ટ્રેન ને પુન શરૂ કરી દેવાની વાતો થઈ રહી છે અને હવે ટ્રેન નો ધમધમાટ શરૂ થશે ત્યારે મુસાફરી કરનારાઓની  સંખ્યામા પણ વધારો થશે તે ચોક્કસ વાત છે  તો બીજી તરફ પાવીજેતપૂર પરનો રેલ્વે બ્રિજ નીચેનું ફાઉન્ડેશન ખુલ્લા થઇ જતા કોઇ મોટી દુર્ઘટના સર્જાય તેમ હાલ લાગી રહ્યુ છે  જેને લઇ અહીના બ્રિજ નું સમારકામ કરી તેના ફાઉન્ડેશનને મજબૂત કરવા માટે સમાજ સેવીઓએ રજૂઆતો પણ કરી છે

WhatsApp Image 2021 09 26 at 11.39.31 AM ઊંઘતું તંત્ર જાગશે! કે પછી રાહ જોવાય છે કોઈ હોનારત ની?

પરંતુ રજુઆતોને ધોળીને પી ગયેલા રેલ્વે તંત્રને હવે ચીર નિંદ્રામાંથી જગાડવાનો સમય પાકી ગયો છે કારણ કે ખુલ્લા થઇ ગયેલા ફાઉન્ડેશનને કારણે બ્રીજ ની આવરદા પણ ઘટી રહી છે તો બ્રીજની હાલત વધુ બગાડી કરોડો લોકોના જીવ તાળવે ચોંટાડવાને બદલે વિભાગ દ્વારા હાલ ટ્રેન બંધ છે એ સમએ સમાર કામ કરી લેવું હિતાવહ છે બાકી બ્રીજ વધુ બગાડી કટકીબાજી કરવાનો ઈરાદો દ્રઢ હોય તો રેલ્વે વિભાગ ને હાલ કાઈ પણ કહેવું વ્યર્થ છે.