IPL 2021/ આજે Sunday બનશે ખાસ, CSK નો મુકાબલો થશે KKR સાથે, શું હશે Plying Eleven?

આજે ડબલ રોમાંચની પ્રથમ મેચ ચેન્નઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાશે. IPL 2021 નાં ​​બીજા તબક્કામાં ચેન્નઈ સુપર કિંગ્સે પોતાની બે મેચ જીતી છે.

Sports
1 377 આજે Sunday બનશે ખાસ, CSK નો મુકાબલો થશે KKR સાથે, શું હશે Plying Eleven?

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2021) નાં બીજા તબક્કામાં આજે એટલે કે રવિવારે દર્શકોને ડબલ મેચનો રોમાંચ જોવા મળશે. ડબલ રોમાંચની પ્રથમ મેચ ચેન્નઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાશે. IPL 2021 નાં ​​બીજા તબક્કામાં ચેન્નઈ સુપર કિંગ્સે પોતાની બે મેચ જીતી છે. તે અત્યારે પોઈન્ટ ટેબલમાં બીજા નંબરે છે.

1 378 આજે Sunday બનશે ખાસ, CSK નો મુકાબલો થશે KKR સાથે, શું હશે Plying Eleven?

આ પણ વાંચો – IPL 2021 / મોર્ગન બાદ હવે સંજુ સેમસન પર સ્લો ઓવરરેટ માટે 24 લાખનો દંડ ફટકારવામાં આવ્યો

વળી, KKR એ તેમની બંને મેચ પણ જીતી લીધી છે, IPL 2021 નાં ​​બીજા તબક્કામાં જબરદસ્ત વાપસી કરી છે. KKR પોઇન્ટ ટેબલમાં ચોથા નંબરે છે. બંને ટીમો આજની મેચ જીતીને પોતાની સ્થિતિ મજબૂત કરવાનો પ્રયાસ કરશે. ધોનીનાં નેતૃત્વવાળી CSK ટીમની વાત કરીએ તો, તેઓએ તેમની 9 માંથી સાત મેચ જીતી છે. CSK એ બે મેચમાં હારનો સ્વાદ ચાખ્યો છે. CSK નાં પ્રદર્શનને ધ્યાનમાં રાખીને, તેમના પ્લે ઓફ સુધી પહોંચવાની શક્યતા ઘણી વધારે છે. બીજી બાજુ, KKR એ તેમની 9 મેચમાં 4 જીતી છે અને 4 માં તેમને હારનો સામનો કરવો પડ્યો છે. IPL માં બન્ને ટીમો વચ્ચેની મેચની વાત કરીએ તો CSK નું પલડુ ભારે દેખાઇ રહ્યુ છે. બન્ને ટીમોએ એકબીજા સામે 26 મેચ રમી છે. આમાંથી ચેન્નઈની ટીમે 16 મેચ અને 9 મેચ KKR એ જીતી છે.

બંને ટીમોની સંભવિત પ્લેઇંગ ઇલેવન-

ચેન્નઈ સુપર કિંગ્સ માટે સંભવિત પ્લેઇંગ ઇલેવન – એમ.એસ.ધોની, ઋતુરાજ ગાયકવાડ, ફાફ ડુ પ્લેસિસ, મોઇન અલી, અંબાતી રાયડુ, સુરેશ રૈના, રવિન્દ્ર જાડેજા, ડ્વેન બ્રાવો, શાર્દુલ ઠાકુર, દીપક ચહર અને જોશ હેઝલવુડ.

કોલકાતા નાઇટ રાઇડર્સ સંભવિત પ્લેઇંગ ઇલેવન – ઇઓન મોર્ગન, શુભમન ગિલ, વેંકટેશ અય્યર, રાહુલ ત્રિપાઠી, નીતિશ રાણા, દિનેશ કાર્તિક (wk), આન્દ્રે રસેલ, સુનીલ નારાયણ, લોકી ફર્ગ્યુસન, વરુણ ચક્રવર્તી અને પ્રસિદ્ધા કૃષ્ણા.

1 379 આજે Sunday બનશે ખાસ, CSK નો મુકાબલો થશે KKR સાથે, શું હશે Plying Eleven?

આ પણ વાંચો – IPL 2021 / ગૌતમે આપ્યું ગંભીર Statement, કહ્યુ- CSK નાં પ્લેઓફમાં ક્વોલિફાય કર્યા બાદ માહી કરે આ કામ

આજની મેચમાં, બંને ટીમો પ્લેઇંગ ઇલેવનમાં ભાગ્યે જ કોઇ ફેરફાર કરી શકે છે. બંને ટીમોએ તેમની છેલ્લી મેચ જીતી છે. આમ, વિજેતા સંયોજન સાથે ચેડા થવાની શક્યતા ઓછી જ લાગી રહી છે. KKR ફરી એકવાર વેંકટેશ અય્યર પાસેથી શાનદાર પ્રદર્શનની અપેક્ષા રાખશે. બીજી બાજુ, ઋતુરાજ ગાયકવાડે CSK માટે સમગ્ર લીગમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. ડ્વેન બ્રાવોએ છેલ્લી મેચમાં CSK માટે શાનદાર વાપસી કરી હતી. બીજી બાજુ, શુભમન ગિલનું ફોર્મમાં પુનરાગમન KKR માટે સારો સંકેત છે.