Not Set/ સ્પોર્ટ્સ/ બે વર્ષ બાદ ટેનિસ કોર્ટમાં પરત ફરેલી સાનિયાએ નાડિયા કિચેનોક સાથે જીત્યુ હોબર્ટ ઇન્ટરનેશનલ ટાઇટલ

સાનિયા મિર્ઝા અને તેની યુક્રેનની ભાગીદાર નાડિયા કિચેનોકે હોબર્ટ ઇન્ટરનેશનલમાં શુઆઈ ઝાંગ અને શુઆઈ પેંગની બીજી ક્રમાંકિત મેળવેલ ચીનની જોડીએ 6-4, 6-4થી હરાવીને ટાઇટલ જીત્યું. ભારત-યુક્રેનિયન જોડી ટૂર્નામેન્ટમાં પાંચમાં ક્રમાંકિત હતી અને લાંબા વિરામ બાદ સાનિયાની તે પ્રથમ ટૂર્નામેન્ટ હતી. તે આખરે કોર્ટમાં પરત ફરી છે. 33 વર્ષીય સાનિયા બે વર્ષ બાદ ડબ્લ્યુટીએ સર્કિટમાં પરત […]

Top Stories Sports
sania mirza won hobert international award સ્પોર્ટ્સ/ બે વર્ષ બાદ ટેનિસ કોર્ટમાં પરત ફરેલી સાનિયાએ નાડિયા કિચેનોક સાથે જીત્યુ હોબર્ટ ઇન્ટરનેશનલ ટાઇટલ

સાનિયા મિર્ઝા અને તેની યુક્રેનની ભાગીદાર નાડિયા કિચેનોકે હોબર્ટ ઇન્ટરનેશનલમાં શુઆઈ ઝાંગ અને શુઆઈ પેંગની બીજી ક્રમાંકિત મેળવેલ ચીનની જોડીએ 6-4, 6-4થી હરાવીને ટાઇટલ જીત્યું.

ભારત-યુક્રેનિયન જોડી ટૂર્નામેન્ટમાં પાંચમાં ક્રમાંકિત હતી અને લાંબા વિરામ બાદ સાનિયાની તે પ્રથમ ટૂર્નામેન્ટ હતી. તે આખરે કોર્ટમાં પરત ફરી છે. 33 વર્ષીય સાનિયા બે વર્ષ બાદ ડબ્લ્યુટીએ સર્કિટમાં પરત ફરી રહી છે. રમતથી દૂર હોવાના સમય દરમિયાન, તેણે એપ્રિલ, 2018 માં તેના પુત્ર ઇઝહાનને જન્મ આપવા માટે ઔપચારિક વિરામ લીધો હતો. આ પહેલા તે ઈજાનાં કારણે ઘણી પીડાઈ રહી હતી. આપને જણાવી દઇએ કે, તેણે પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક સાથે લગ્ન કર્યા છે.

ચાલી રહેલી ઇવેન્ટ પહેલા સાનિયા છેલ્લે ઓક્ટોબર 2017 માં ચાઇના ઓપનમાં રમી હતી. ભારતીય ટેનિસમાં મોટી સ્ટાર સાનિયા ડબલ્સમાં ભૂતપૂર્વ વિશ્વની પ્રથમ ક્રમાંકિત છે અને તેના નામ પર છ ગ્રાન્ડસ્લેમ ટાઇટલ છે. તે સૌથી સફળ ભારતીય મહિલા ટેનિસ ખેલાડી બન્યા બાદ 2013 માં સિંગલ્સ સ્પર્ધામાંથી નિવૃત્ત થઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવો મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.