Manipur/ મણિપુરમાં વિધાર્થીઓની હત્યા મામલે મોટી કાર્યવાહી,CBIએ 4 આરોપીઓની કરી ધરપકડ

સીબીઆઈ અને મણિપુર પોલીસે છ હત્યારાઓ પર સકંજો કસ્યો છે. તેમાંથી ચારની ધરપકડ કરવામાં આવી છે

Top Stories India
4 4 મણિપુરમાં વિધાર્થીઓની હત્યા મામલે મોટી કાર્યવાહી,CBIએ 4 આરોપીઓની કરી ધરપકડ

મણિપુરમાં અપહરણ બાદ હત્યાના મામલામાં રવિવારે મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. સીબીઆઈ અને મણિપુર પોલીસે છ હત્યારાઓ પર સકંજો કસ્યો છે. તેમાંથી ચારની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે બે સગીરોની અટકાયત કરવામાં આવી છે. આ ઘટનાને પગલે મણિપુરમાં ગયા અઠવાડિયે હિંસક વિરોધ થયો હતો. મુખ્યમંત્રી એન બિરેન સિંહે આ જાણકારી આપી. સિંહે કહ્યું કે સરકાર આ કેસમાં દોષિતોને મૃત્યુદંડ સહિત મહત્તમ સજા સુનિશ્ચિત કરશે.

મુખ્યમંત્રી બિરેન સિંહે ‘X’ પર કહ્યું કે મને એ જણાવતા આનંદ થાય છે કે ફિઝામ હેમનજીત અને હિઝામ લિન્થોઈંગમ્બીના અપહરણ અને હત્યા માટે જવાબદાર કેટલાક મુખ્ય આરોપીઓની આજે ચુરાચંદપુરથી ધરપકડ કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, કહેવાય છે કે ગુનો કર્યા પછી ભાગી શકાય છે, પરંતુ કાયદાના લાંબા હાથમાંથી છટકી શકતો નથી. અમે તેમના દ્વારા આચરવામાં આવેલા જઘન્ય અપરાધ માટે મૃત્યુદંડ સહિત મહત્તમ સજા સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છીએ.

6 જુલાઈના રોજ એક યુવક અને એક યુવતી ગુમ થઈ ગયા હતા. 25 સપ્ટેમ્બરે તેમના મૃતદેહોની તસવીરો સામે આવી હતી. ત્યારબાદ, 26 અને 27 સપ્ટેમ્બરના રોજ હિંસક વિદ્યાર્થીઓના વિરોધોએ રાજ્યની રાજધાનીમાં હચમચાવી નાખ્યું હતું. ટોળાએ 28 સપ્ટેમ્બરની રાત્રે મુખ્યમંત્રીના પૈતૃક ઘર પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, જેને સુરક્ષા દળોએ નિષ્ફળ બનાવ્યો હતો. કુકી અને મીતેઈના સંઘર્ષ વચ્ચે આ તાજેતરનો હત્યાનો કેસ છે.