Not Set/ વાંચો આજનું રાશિ ભવિષ્યફળ : તા. 13/12/2018

મેષ (અ,લ,ઇ) : તમારો યોજનાબદ્ધ કાર્યક્રમ ચાલતો હોય બપોરથી તમારુ બજેટ ખોરવાઈ જાય તેવા ખર્ચા થાય ને કાર્યો અટકે. વૃષભ (બ,વ,ઉ) : તમારા કાર્યક્ષેત્રની જંજાળોમાં ફસાયેલા હોય બપોરથી મનગમતી પ્રવૃત્તિ હાથમાં આવતા ઉત્સાહને પ્રસન્નતા વધે. મિથુન (ક,છ,ઘ) : તમારી ગણતરી મુજબ કાર્ય થતાં દેખાય. બપોરથી વિરોધીની હેરાનગતિ વધતા અણધાર્યા ખર્ચ થાય. ચિંતા પ્રવર્તે કર્ક (ડ,હ) […]

Top Stories
Libra horoscope matching 2 વાંચો આજનું રાશિ ભવિષ્યફળ : તા. 13/12/2018

મેષ (અ,લ,ઇ) :

તમારો યોજનાબદ્ધ કાર્યક્રમ ચાલતો હોય બપોરથી તમારુ બજેટ ખોરવાઈ જાય તેવા ખર્ચા થાય ને કાર્યો અટકે.

વૃષભ (બ,વ,ઉ) :

તમારા કાર્યક્ષેત્રની જંજાળોમાં ફસાયેલા હોય બપોરથી મનગમતી પ્રવૃત્તિ હાથમાં આવતા ઉત્સાહને પ્રસન્નતા વધે.

મિથુન (ક,છ,ઘ) :

તમારી ગણતરી મુજબ કાર્ય થતાં દેખાય. બપોરથી વિરોધીની હેરાનગતિ વધતા અણધાર્યા ખર્ચ થાય. ચિંતા પ્રવર્તે

કર્ક (ડ,હ) :

તમારા વિચારોને સાકાર કરવાનો સમય આવી ગયો છે. તમારી મહેનત ખીલી ઉઠે ને બપોરથી આર્થિક વળતર મેળવો.

સિંહ (મ,ટ) : 

તમારી તબિયતમાં ધીરે ધીરે સુધારો થાય. બપોરથી કાર્યક્ષેત્રે નિયમિતતા જળવાય ને કાર્ય પૂરા કરવામાં વ્યસ્ત રહો.

કન્યા (પ,ઠ,ણ) :

તમારી તબિયતને કારણે આરામ કરવો પડે. રોજિંદા રૂટિન કાર્ય અટકી જાય. બપોરથી ભાગ્ય સાથ ન આપે તેવું લાગે.

તુલા (ર,ત) : 

તમારા કાર્યક્ષેત્રે બધુ બરાબર ચાલતુ હોય. બપોરથી ખોટા વિવાદોમાં ફસાઈ જતાં માનહાનિનો પ્રસંગ ઉદ્‌ભવે.

વૃશ્વિક (ન,ય) :

તમે શિસ્તના આગ્રહી હોવાથી કાર્ય વ્યવસ્થિત પુરા થાય. ઓળખાણને કારણે કાર્યમાં ફાયદાવાળા ઓર્ડરો મેળવો.

ધન (ભ,ધ,ફ) : 

તમારા વર્તુળમાંથી તમારી બાદબાકી થઇ જાય. કાર્યક્ષેત્રે ભવિષ્યનું આયોજન બનાવો. સફળ રહો.

મકર (ખ,જ) :

તમે કાર્યનાં બોજા હેઠળ દબાયેલા હોય બપોરથી મહત્વના કાર્યો અધુરા રહેતા પીછેહઠ કરવી પડે.

કુંભ (ગ,શ,સ) :

તમારા રૂટિન કાર્યમાં અલગથી કમાણી થાય. શારીરિક માનસિક અસ્વસ્થતા રહેતા ઉદ્વેગ પ્રવર્તે

મીન (દ,ચ,ઝ,થ) : 

તમારા મનની અસ્થિરતાને કારણે કામકાજ ગુમાવો, બપોરથી આત્મવિશ્વાસ કેળવો. યોગ્ય નિર્ણય લઇ આગળ વધો.