Political/ કોંગ્રેસે અજય માકનની આ હોદ્દા પર કરી નિયુક્તિ,અધ્યક્ષ ખડગે આપી મંજૂરી

થોડા મહિના પહેલા રાજસ્થાનના કોંગ્રેસના પ્રભારી મહાસચિવ પદેથી રાજીનામું આપ્યા બાદ તેઓ કોઈ હોદ્દો સંભાળતા ન હતા.

Top Stories India
5 કોંગ્રેસે અજય માકનની આ હોદ્દા પર કરી નિયુક્તિ,અધ્યક્ષ ખડગે આપી મંજૂરી

અજય માકન ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના નવા કોષાધ્યક્ષ બનશે. કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલના જણાવ્યા અનુસાર, પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ માકનની નિમણૂકને મંજૂરી આપી દીધી છે. આ નિર્ણય તાત્કાલિક અસરથી અમલમાં આવશે.પવન કુમાર બંસલના સ્થાને માકનને આ જવાબદારી સોંપવામાં આવી છે. અજય માકનને રાહુલ ગાંધીના નજીકના વિશ્વાસુ માનવામાં આવે છે. થોડા મહિના પહેલા રાજસ્થાનના કોંગ્રેસના પ્રભારી મહાસચિવ પદેથી રાજીનામું આપ્યા બાદ તેઓ કોઈ હોદ્દો સંભાળતા ન હતા.

કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે પાર્ટી અધ્યક્ષે અજય માકનને અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ (AICC) ના ખજાનચી તરીકે તાત્કાલિક અસરથી નિયુક્ત કર્યા છે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે પાર્ટી આઉટગોઇંગ ટ્રેઝરર પવન કુમાર બંસલના યોગદાનની પ્રશંસા કરે છે. અહેમદ પટેલના નિધન બાદ બંસલને વચગાળાના ખજાનચી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.