Cricket/ પાકિસ્તાની ખેલાડીએ કર્યો ખુલાસો, કેપ્ટન માટે જાન આપવા તૈયાર છે ટીમ

પાકિસ્તાન ક્રિકેટ ટીમનાં વાઇસ કેપ્ટન શાદાબ ખાને કેપ્ટન બાબર આઝમનાં વખાણ કર્યા છે અને કહ્યું છે કે, તેના સાથી ખેલાડીઓ તેના માટે પોતાનો જીવ પણ આપી દેશે.

Sports
બાબર આઝમ

પાકિસ્તાન ક્રિકેટ ટીમનાં વાઇસ કેપ્ટન શાદાબ ખાને કેપ્ટન બાબર આઝમનાં વખાણ કર્યા છે અને કહ્યું છે કે, તેના સાથી ખેલાડીઓ તેના માટે પોતાનો જીવ પણ આપી દેશે. ઓલરાઉન્ડરે ટીમને સતત પ્રદર્શન કરવા માટે પ્રેરિત કરવાનો શ્રેય બાબર આઝમને આપ્યો છે. તેમણે સમજાવ્યું કે લોકો એવા નેતા માટે પોતાનો જીવ આપવા તૈયાર છે જે હંમેશા તેમને ટેકો આપવા માટે હાજર હોય છે.

આ પણ વાંચો – Pak vs WI / પાકિસ્તાન પ્રવાસમાં કોરોનાની એન્ટ્રી, વેસ્ટ ઈન્ડિઝનાં આ ત્રણ ખેલાડી કોરોના પોઝિટિવ

શાદાબ ખાને કહ્યું કે, તે જે નિર્ણયો લઈ રહ્યા છે તે એ હકીકત તરફ ઈશારો કરે છે કે તે એક પ્રભાવશાળી નેતા છે. ખાને કહ્યું કે, જ્યારે પણ કંઇક ખરાબ થાય છે ત્યારે પાકિસ્તાની કેપ્ટન હંમેશા તેના સાથી ખેલાડીઓને સપોર્ટ કરે છે. વધુમાં કહ્યું કે બાબર આઝમનાં વલણને કારણે ટીમ એક યુનિટ જેવી બની ગઈ છે અને દરેક ખેલાડી સારું પ્રદર્શન કરી રહ્યા છે. પાકિસ્તાન ક્રિકેટ ટીમનાં ભૂતપૂર્વ બેટિંગ અને બોલિંગ સલાહકાર મેથ્યુ હેડન અને વર્નોન ફિલેન્ડર વિશે બોલતા, શાદાબે ટીમનાં પ્રદર્શનને વધારવા માટે તેમની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે, મેથ્યુ હેડન ક્રિકેટમાં એક મોટું નામ છે. તેણે અમારી સાથે વિતાવેલ મર્યાદિત સમયમાં હેડને અમને માનસિક રીતે મજબૂત બનાવ્યા. શાદાબે બેટિંગ અને બોલિંગ કોચ પર કહ્યું કે તેઓ ક્રિકેટ ટીમ માટે એટલા જ મહત્વપૂર્ણ છે જેટલા ફિઝિયોથેરાપિસ્ટ અને ટ્રેનર્સ છે.

આ પણ વાંચો – Sports / ગૃહમંત્રી બાદ હવે રક્ષા મંત્રીના પુત્રની રમતમાં એન્ટ્રી! રાજનાથ સિંહનો પુત્ર લડી શકે છે IOAની ચૂંટણી

UAEમાં T20 વર્લ્ડકપ વિશે બોલતા શાદાબ ખાને કહ્યું કે, પાકિસ્તાન ભલે ઓસ્ટ્રેલિયા સામે સેમીફાઈનલમાં હારી ગયું હોય, પરંતુ ટીમે મેગા ઈવેન્ટમાંથી ઘણું શીખ્યું. તેણે કહ્યું કે અમને વર્લ્ડકપથી ઘણો વેગ મળ્યો, જેણે ટીમને એક યુનિટ બનાવી. આ જ કારણ છે કે અમે બાંગ્લાદેશમાં T20 અને ટેસ્ટ સીરીઝની તમામ મેચો જીતવામાં સફળ રહ્યા. ડ્રેસિંગ રૂમનાં વાતાવરણ વિશે વાત કરતા તેણે કહ્યું કે લીલા રંગનાં પુરુષો એક પરિવાર જેવા હતા. અમે એકબીજાને એ જ રીતે સપોર્ટ કરીએ છીએ જે રીતે પરિવારનાં સભ્યો મુશ્કેલ સમયમાં એકબીજાને ટેકો આપે છે. તેમણે કહ્યું કે, વ્યક્તિ ક્યારેય એકલો જીતતો નથી અને એકલો હારતો નથી. પૂરી ટીમ જીતે કે હારે. તે જ અમે દરેક વખતે પોતાને યાદ કરાવવાનો પ્રયત્ન કરીએ છીએ.