ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ત્રણ મેચની T20 સીરીઝ ભારતે પોતાના નામે કરી દીધી છે, હવે ટીમ ઈન્ડિયાની નજર ટેસ્ટ સીરીઝ પોતાના નામે કરવા પર રહેશે. આજે એટલે કે ગુરુવારથી ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચ કાનપુરમાં યોજાશે. જેને લઇને બન્ને ટીમો તૈયાર છે. આ મેચમાં વિરાટ કોહલીની જગ્યાએ અજિંક્ય રહાણે ટીમની કેપ્ટનશીપ કરતા જોવા મળશે.
આ પણ વાંચો – SA vs NED / દક્ષિણ આફ્રિકાનો ઝડપી બોલર Lungi Ngidi કોરોના પોઝિટિવ, નેધરલેન્ડ વિરુદ્ધ સીરીઝથી કરાયો બહાર
ભારત અને ન્યૂઝીલેન્ડ ટેસ્ટ મેચ આજે એટલે કે ગુરુવાર (25 નવેમ્બર)થી શરૂ થશે. આ મેચમાં કેપ્ટન વિરાટ કોહલી આરામ પર છે. તેની જગ્યાએ અજિંક્ય રહાણેને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. પરંતુ અત્યાર સુધી સવાલ એ હતો કે વિરાટનાં સ્થાને એટલે કે ચોથા નંબર પર કોણ બેટિંગ કરશે. હવે આ સવાલનો જવાબ મળી ગયો છે. તમામ સવાલો વચ્ચે ટેસ્ટ મેચનાં એક દિવસ પહેલા કેપ્ટન અજિંક્ય રહાણેએ આનો જવાબ આપ્યો. તેમણે કહ્યું કે, વિરાટ કોહલીની જગ્યાએ કોણ બેટિંગ કરશે. આપને જણાવીશું કે વિરાટની જગ્યાએ કયો ખેલાડી રમશે, પરંતુ તે પહેલા જાણી લો કે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ત્રણ મેચની T20 સીરીઝમાં ભારતે ક્લીન સ્વીપ કર્યું હતું. હવે બન્ને ટીમો વચ્ચે ટેસ્ટ મેચોની સીરીઝ શરૂ થઈ રહી છે. ગુરુવારે કાનપુરનાં મેદાન પર બન્ને ટીમો સામસામે ટકરાશે. ભારતીય ટીમનાં કેપ્ટન અજિંક્ય રહાણે અને ન્યૂઝીલેન્ડનાં કેપ્ટન કેન વિલિયમસન હશે.
બન ટીમો આ પ્રમાણે છે-
ભારતની ટીમઃ અજિંક્ય રહાણે (C), મયંક અગ્રવાલ, શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, રિદ્ધિમાન સાહા (W), રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, ઉમેશ યાદવ, ઈશાંત શર્મા, મોહમ્મદ સિરાજ, જયંત યાદવ, કેએસ ભરત (W) અને પ્રસિદ્ધ કૃષ્ણા.
ન્યૂઝીલેન્ડની ટીમ: કેન વિલિયમસન (C), ટોમ લેથમ, રોસ ટેલર, હેનરી નિકોલ્સ, ટોમ બ્લંડેલ (W), વિલ યંગ, ગ્લેન ફિલિપ્સ (વિકેટમાં), ડેરીલ મિશેલ, ટિમ સાઉથી, નીલ વેગનર, કાયલ જેમીસન, વિલિયમ સોમરવિલે, ઇજાજ પટેલ, મિશેલ સેન્ટનર અને રચિન રવિન્દ્ર.
આ પણ વાંચો – Cricket / T20 Ranking માં ભારતનો એક માત્ર બેટ્સમેન ટોપ 10 માં, વિરાટ-રોહિત આઉટ
આપને જણાવી દઇએ કે, ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પહેલી મેચમાં વિરાટ કોહલીની જગ્યાએ વેંકટેશ અય્યર ચોથા નંબર પર ઉતરશે. વેંકટેશ અય્યરની આ ડેબ્યૂ ટેસ્ટ મેચ હશે. IPLમાં શાનદાર પ્રદર્શન બાદ વેંકટેશ અય્યરને ન્યૂઝીલેન્ડ સામેની T20 સીરીઝમાં તક આપવામાં આવી હતી. હવે તેને ટેસ્ટ સીરીઝમાં પણ તક મળી રહી છે. વેંકટેશ અય્યરનાં ચાહકોની નજર હવે તેના પરફોર્મન્સ પર રહેશે. જણાવી દઇએ કે, 2016માં કાનપુરમાં રમાયેલી ભારત અને ન્યૂઝીલેન્ડની ટેસ્ટ મેચ પાંચમાં દિવસ સુધી ચાલી હતી પરંતુ કેટલાક સમયથી મોટાભાગની વિદેશી ટીમો ત્રણ દિવસમાં સ્પિનર-ફ્રેન્ડલી પિચો પર ઘૂંટણિયે પડી રહી છે.