આગ/ મહારાષ્ટ્રના અહેમદનગર સિવિલ હોસ્પિટલમાં આગની ઘટનામાં વધુ એકનું મોત,કુલ મૃત્યુઆંક 13

મહારાષ્ટ્રના અહેમદનગર ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલમાં 6 નવેમ્બરે આગ લાગવાની ઘટનામાં શુક્રવારે એક 75 વર્ષીય મહિલાનું મૃત્યુ થયું હતું.

Top Stories India
maharashtra મહારાષ્ટ્રના અહેમદનગર સિવિલ હોસ્પિટલમાં આગની ઘટનામાં વધુ એકનું મોત,કુલ મૃત્યુઆંક 13

મહારાષ્ટ્રના અહેમદનગર ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલમાં 6 નવેમ્બરે આગ લાગવાની ઘટનામાં શુક્રવારે એક 75 વર્ષીય મહિલાનું મૃત્યુ થયું હતું. એક અધિકારીએ મૃતકની ઓળખ ગોદાબાઈ સાસણે તરીકે કરી છે.

અહેમદનગર (ગ્રામીણ)ના નાયબ પોલીસ અધિક્ષક સંદીપ મિટકેએ જણાવ્યું હતું કે, “પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવવાનો બાકી છે, પરંતુ મૃત્યુનું કારણ ગૂંગળામણ હોઈ શકે છે.” અહમદનગરની જિલ્લા સિવિલ હોસ્પિટલના ICUમાં 6 નવેમ્બરે આગ લાગી હતી. આ આગ બાદ રેસિડેન્ટ ડોક્ટર સહિત ચાર લોકોની બેદરકારી બદલ ધરપકડ કરવામાં આવી હતી.

આ દરમિયાન અહીં કોવિડ-19થી સંક્રમિત ઘણા દર્દીઓના મોત થયા હતા. ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (આઈએમએ) એ બુધવારે શોક વ્યક્ત કર્યો હતો અને ડોકટરો અને નર્સો વિરુદ્ધ કરવામાં આવેલી કાર્યવાહીની નિંદા કરી હતી. IMAએ કહ્યું કે આનાથી પ્રોફેશનલ્સની સુરક્ષા પર ગંભીર પ્રશ્નો ઉભા થયા છે.