In Israel/ દુનિયાને વર્લ્ડ વોર તરફ લઈ જઈ શકે છે મિડલ ઈસ્ટ

કેમ અહીંની આબોહવા ક્યારેય શાંત નથી રહી

Top Stories World
Beginners guide to 2024 04 16T202822.166 દુનિયાને વર્લ્ડ વોર તરફ લઈ જઈ શકે છે મિડલ ઈસ્ટ

World News : ઈઝરાયલ પર ઈરાનના હૂમલા બાદ મિડલ ઈસ્ટમાં તણાવ વધી રહ્યો છે. ઈઝરાયલેસાફ કહી દીધું છે કે તે જવાબ આપશે. હાલમાં ગાઝા પટ્ટીમાં પણ જંગ ચાલુ છે. મોટાભાગના મિસ્લિમ દેશ ઈઝરાયલને ખતમ કરી નાંખવાની વાત કરે છે. એકબીજાને પસંદ કરતા નથી અને નુકશાન પહોંચાડવાનો ઈરાદો રાખે છે.

પહેલીવાર ઈરાને ઈઝરાયલ પર સીધો હૂમલો કર્યો છે. તે પહેલા બન્ને અંદરોઅંદર શેડો વોર કરતા હતા. હવે લડાઈ આમને સામને થઈ રહેલી દેખાય છે. નિષ્ણાતો પણ  શંકા વ્યક્ત કરે છે કે બન્ને દોશો વચ્ચેનો જંગ ક્યાંક સમગ્ર દુનિયાને ચપેટમાં ન લઈ લે. આરબ દેશો સાથે મિડલ ઈસ્ટ સતત ઈઝરાયલને પરેશાનીનું કારણ બતાવે છે.

મિડલ ઈસ્ટમાં કુલ 18 દેશ છે. જેમાં બહેરીન, સાઈપ્રસ, મિસ્ત્ર્, ઈરાક, જોર્ડન, ઈઝરાયલ, કુવૈત, લેબેનોન, ઉત્તર સાયપ્રસ, ઓમાન, પિલીસ્તીન, કતાર, સાઉદી અરેબિયા, સિરીયા, તુર્કી, યુએઈ અને યમનનો સમાવેશ થાય છે. તેમાંથી 13 દેશ આરબ વર્લ્ડનો હિસ્સો ચે. તેઓ ઈસ્લામ, યહૂદી અને ઈસાઈ ધર્મમાં માને છે.

યહૂદી દેશ ઈઝરાયલથી લગભગ તમામ દેશો નફરત કરે છે અને તેને જાહેર પણ કરતા રહે ચે. ઈઝરાયલ આરબ પડોશીઓ સાથે 4 મોટા યુધ્ધ લડ્યું છે. પરંતુ પેલેસ્ટાઈન લિબરેશન ઓર્ગેનાઈઝેશન (PLO) બન્યા બાદ તેની મુશ્કેલી વધી હતી. ત્યાં હમાસને ફેલાવો વધવા લાગ્યો જે ઈઝરાયલને દરરોજ પરેશાન કરતું હતું. હાલત એ થઈ કે ઈરાન ઈઝરાયલથી નફરત કરે છે. ઈરાક અને સિરીયા લડતા રહે છે. સિરીયાને તૂર્કી પસંદ નથી. કુવૈતને ઈરાક સાથે બનતું નથી. યુએઈ સિવાય મોટાભાગે તમામ દેશો અંદરો અંદર પરેશાન થતા રહે છે અને કરતા રહે છે.

80 ના દાયકામાં લેબેનોનને હરાવ્યા બાદ PLO ત્યાંતી હટી ગયું પરંતુ ગાઝા અને વેસ્ટ બેન્કમાં ફેલાઈ ગયું. ત્યારબાદથી બન્ને વચ્ચે ટકરાવ વધતો ગયો. હમાસ હાલમાં ગાઝા પટ્ટી પર શાસન કરે છે અને ત્યાંતી જ પોતાના આકતંકી ઓપરેશન ચલાવે છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં તેણે સેંકડો ઈઝરાયલીઓને મારીને અઢીસોથી વધુનનું અપહરણ પણ કર્યું. ત્યારબાદથી ઈઝરાયલ અને હમાસમાં ખુલ્લો જંગ ચાલે છે. તેમની લડાઈમાં ગાઝા લગભગ તબાહ થઈ ગયું છે.

આ બન્ને દેશો દોસ્તમાંથી દુશ્મનમાં બદલાઈ ગયા. હવે હાલત એવી છે કે ડિપ્લોમેટિક સંબંધો પણ રહ્યા નથી. ઈરાની ધર્મગુરૂ ઈઝરાયલને શૈતાન કહે છે અને ખતમ કરવાના સંગેદ લે છે અને લેવડાવે છે. ઈરાને કેવળ ઈઝરાયલને ખતમ કરવા એક મિલીશીયા તૈયાર કરાવ્યું છે જેનું નામ છે હિજબુલ્લાહ. તે સિવાય સિરીયા, ઈરાક અને યમનમાં પણ આ દેશે કેટલાય આતંકી જૂથ ઉભા કર્યા. જેમેનું કામ જ ઈઝરાયલને અસ્થિર બનાવવાનું છે. પરંતુ તેની અસર પુરી દુનીયા પર થાય છે. દશકાઓ સુધી આરબ દેસ એ વાતના સોગંદ ખાતા રહ્યા કે ઈઝરાયલ સાથે કોઈ સંબંધ નહી રાખીએ જ્યાં સુધી તે પેલેસ્ટાઈનને અલગ દેશ બનાવી ન દે. આ સોગંદ ત્યારે તુટ્યા જ્યારે 1978 માં ઈજીપ્તે તેમની સાથે સંબંધ રાખવાનું શરૂ કર્યું.  2021 માં અબ્રાહમ ઓકોર્ડસ ઉપર સહી કરીને કેટલાય દેશોએ ઈઝરાયલ સાથે સારા સંબંધ શરૂ કર્યા. પરંતુ હમાસ અને ઈઝરાયલની તાજી લડાઈએ સૌને ફરીથી ભડકાવી દીધા.

ઈસ્લામિક ક્રાંતિ બાદથી વોશિંગ્ટન અને તહેરાન વચ્ચે તણાવ ચાલુ છે. અમેરિકાનું માનવું છે કે દુનિયાએ આધુનિક બનવું જોઈએ જ્યારે ઈરાનના વિચારો મુજબ દેશોએ ઈસ્લામિક કાનૂન રહે. તેને રોકવા માટે અમેરિકા કેટલાય પ્રતિબંધ લગાવી ચુક્યું છે જ્માં મોટાભાગના આર્થિક પ્રતિબંધ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરતના ડીંડોલીમાં યુવકની કરપીણ હત્યા, તપાસનો ધમધમાટ શરૂ

આ પણ વાંચો:લોકસભા ચૂંટણી માટે આ ઉમેદવારોએ વિજયમુહૂર્તમાં નોંધાવી ઉમેદવારી

આ પણ વાંચો:ક્ષત્રિય સમાજના અલ્ટીમેટમ વચ્ચે પરષોત્તમ રૂપાલાએ રાજકોટથી નોંધાવી ઉમેદવારી

આ પણ વાંચો:વિધર્મી યુવકે મહિલાને કેફી પીણું પીવડાવી દુષ્કર્મ આચર્યું