Accident/ અમેરિકાના મેસેચ્યુસેટ્સમાં બેકાબૂ કાર Appleના સ્ટોરમાં ઘૂસી જતા 1નું મોત,16 ઘાયલ

અમેરિકાના મેસેચ્યુસેટ્સમાં એક મોટો અકસ્માત થયો છે. અહીં એક SUV કાર અનિયંત્રિત થઈને એપલ સ્ટોરમાં ઘૂસી ગઈ. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે અને ઓછામાં ઓછા 16 લોકો ઘાયલ થયાના સમાચાર છે

Top Stories World
9 3 2 અમેરિકાના મેસેચ્યુસેટ્સમાં બેકાબૂ કાર Appleના સ્ટોરમાં ઘૂસી જતા 1નું મોત,16 ઘાયલ

અમેરિકાના મેસેચ્યુસેટ્સમાં એક મોટો અકસ્માત થયો છે. અહીં એક SUV કાર અનિયંત્રિત થઈને એપલ સ્ટોરમાં ઘૂસી ગઈ. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે અને ઓછામાં ઓછા 16 લોકો ઘાયલ થયાના સમાચાર છે. ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.મૃત્યુ પામનાર વ્યક્તિનું નામ કેવિન બ્રેડલી છે. તેમની ઉંમર 65 વર્ષની છે. બ્રેડલી ન્યુ જર્સીનો રહેવાસી હતો. અધિકારીઓએ આ અંગે માહિતી આપી હતી.

અધિકારીઓના જણાવ્યા અનુસાર આ ઘટના સોમવારે સવારે લગભગ 10.45 વાગ્યે બની હતી. ડર્બી સ્ટ્રીટ પર એપલ સ્ટોરમાં એક SUV કાર ઘુસી ગઈ હતી. આ પછી ત્યાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટના સમયે ડ્રાઈવરનો પત્તો લાગ્યો ન હતો.

આ ઘટના બાદ 911 પર ફોન કરવામાં આવ્યો હતો. આ પછી તરત જ પોલીસે આવીને  તંગ વાતાવરણને શાંત પાડ્યું હતું. ત્યાં હાજર લોકોએ ન્યૂઝ એજન્સી એએફપીને જણાવ્યું કે કાર સાથે સ્ટોરના કાચ તોડીને ઘણા લોકો અથડાયા હતા. આ ઘટનામાં ઘણા લોકો ઘાયલ થયા હતા જ્યારે એક વ્યક્તિનું મોત થયું હતું. ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલ (વેમાઉથની સાઉથ શોર હોસ્પિટલ)માં લઈ જવામાં આવ્યા, જે સ્ટોરથી લગભગ 5 કિલોમીટર દૂર આવેલી હતી. ઘાયલોને અહીં સારવાર આપવામાં આવી રહી છે.

ત્યાંની એક સ્થાનિક ચેનલે સોશિયલ મીડિયા પર આ ઘટનાના ફૂટેજ શેર કર્યા છે, જેમાં ઘણા લોકોને સ્ટ્રેચર પર સ્ટોરમાંથી બહાર લઈ જવામાં આવતા દેખાઈ રહ્યા છે. આ પહેલા હેનોવર ફાયર વિભાગે પણ ટ્વીટ કરીને આ ઘટનાની જાણકારી આપી હતી. સ્થાનિક મીડિયાએ ટ્વિટ કર્યું હતું કે એપલ સ્ટોરમાં એક કાર ઘૂસી ગઈ હતી. આમાં ઘણા લોકો ઘાયલ થયા હતા, જ્યારે ઘણા અંદર ફસાયા હતા.