પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડની ટીમ વચ્ચે 5 મેચોની T20 સીરીઝ રમાશે. આ સીરીઝ પાકિસ્તાનમાં જ રમાશે. T20 વલ્ડ કપ 2024ને જોતા આ બંન્ને ટીમ માટે આ સીરીઝ ખૂબ મહત્વની છે. આ T20 સીરીઝની શરૂઆત 18 એપ્રિલે રાવલપિંડીમાં રમાનાર મેચથી થશે. આપને જણાવી દઇએ કે પાકિસ્તાનનું નેત્રુત્વ બાબર આઝામ કરશે, જ્યારે માઇકલ બ્રેસવેલને ન્યુઝીલેન્ડના કેપ્ટન બનાવવામાં આવ્યા છે.
પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડની મેચ ભારતમાં કઇ રીતે દેખાશે
પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાનારી T20 સીરીઝ ભારતમાં કોઇ ટીવી ચેનલમાં બતાવવામાં આવશે નહી. પરંતુ ક્રિકેટના રશિકો ભારતમાં ફેનકોડ એપ પર જોઇ શકાશે. ફેનકોડ એપ પર આ સીરીઝની લાઇવ મેચ બતાવવામાં આવશે.આ સીરીઝની બધી મેચ સાંજે 7:30 શરૂ થશે.
પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડની T20 વલ્ડ કપ સીરીઝનું ટાઈમ ટેબલ
પહેલી T20 મેચ : 18 એપ્રિલ 2024 રાવલપિંડીમાં સાંજે 7 : 30 વાગ્યે
બીજી T20 મેચ : 21 એપ્રિલ 2024 રાવલપિંડીમાં સાંજે 7 : 30 વાગ્યે
ચોથી T20 મેચ : 25 એપ્રિલ 2024 લાહોરમાં સાંજે 7 : 30 વાગ્યે
પાંચમી T20 મેચ : 27 એપ્રિલ 2024 લાહોરમાં સાંજે 7 : 30 વાગ્યે
T20 સીરીઝમાં બંન્ને ટીમના સ્કવાડ
પાકિસ્તાન ટીમ : બાબર આઝમ ( કેપ્ટન), અબરાર અહમદ, આઝમ ખાન, ફખર જમાન, ઇફ્તિાખાર અહમદ, ઇમાદ વસીમ,અબ્બાસ અફરીદી, મોહમ્મદ રિઝવાન, મોહમ્મદ આમિર, ઇરફાન ખાન, નસીમ શાહ, સઇમ અયૂબ, શાદાબ ખાન, શાહીન અફરીદી, ઉસામા મીર, ઉસ્માન ખાન અને જમાન ખાન.
રિઝર્વ પ્લેયર : હસીબુલ્લાહ ખાન, મોહમમ્દ અલી,મોહમમ્દ વસીમ જૂનિયર, સાહિબજાગા ફરહાન અને સલમાન અલી આગા.
ન્યુઝીલેન્ડ ટીમ : માઇકલ બ્રેસવેલ (કેપ્ટન), ફિન એલન, માર્ક ચેપમેન, જોશ ક્લાર્કસન, જૈકબ ડફી, ડીન ફોક્સક્રોપ્ટ, બેન લિસ્ટર, કોલ મૈકકોન્ચી, એડમ મિલ્ને, જીમી નીશમ, વિલ એરૂકે, ટિમ રોબિન્સ, બેન સિયર્સ. ટિમ સીફર્ટ અને ઇશ સોઢી.
આ પણ વાંચો:ઈરાન-ઈઝરાયેલ વિવાદ અંગે જયશંકરે વ્યક્ત કરી ઊંડી ચિંતા, આપી આ સૂચના
આ પણ વાંચો:બાડમેરમાં મહિલાએ અર્ધનગ્ન કરાવી પરેડ, પરિણીત પુરુષ સાથે અફેર હોવાના આરોપ
આ પણ વાંચો:જપ્ત કરાયેલા જહાજમાં સવાર 17 ભારતીયોને મુક્ત કરવામાં ભારત વ્યસ્ત, નવી દિલ્હીથી તેહરાન સુધીની