Cricket/ મિતાલી રાજે રચ્યો ઈતિહાસ, આટલા રન બનાવનારી વિશ્વની પ્રથમ મહિલા ખેલાડી

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન મિતાલી રાજે ફરી એકવાર એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે….

Sports
ગરમી 76 મિતાલી રાજે રચ્યો ઈતિહાસ, આટલા રન બનાવનારી વિશ્વની પ્રથમ મહિલા ખેલાડી

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન મિતાલી રાજે ફરી એકવાર એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. મહિલા વનડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 7,000 રન બનાવનારી તે પ્રથમ ક્રિકેટર બની ગઇ છે. લખનઉમાં દક્ષિણ આફ્રિકા સામે ચોથી વનડે દરમિયાન તેણે પોતાની 213 મી મેચમાં આ આંકડો ટચ કર્યો છે.

Cricket / યુવીએ બેક ટૂ બેક 4 સિક્સર ફટકારી 2007 વર્લ્ડ કપની યાદ કરી તાજા, જુઓ Video

આ મેચ પહેલા મિતાલી 7000 રનનાં સ્કોરથી માત્ર 26 રન પાછળ હતી. જો કે મિતાલી આ મેચમાં અડધી સદી ફટકારવામાં ચૂકી ગઈ હતી. તે 45 રન બનાવીને પરત ફરી હતી. અન્ય મહિલા ક્રિકેટરો 38 વર્ષીય મિતાલીનાં આ રેકોર્ડથી ઘણી પાછળ છે. મિતાલી 6000 રન બનાવનારી પણ પહેલી ક્રિકેટર બની છે. ચાર્લોટ એડવર્ડ્સ વનડેમાં સૌથી વધુ રન બનાવવાનાં કેસમાં બીજા ક્રમ પર છે. ઈંગ્લેન્ડનાં પૂર્વ કેપ્ટનએ 191 મેચોમાં 5992 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાનાં પૂર્વ કેપ્ટન બેલિંડા ક્લાર્ક 4844 રન સાથે ત્રીજા સ્થાને છે.

Cricket / પ્રથમ ટી-20માં હાર બાદ ટીમ ઈન્ડિયા બીજી મેચમાં બદલી શકે છે પ્લેઇંગ ઇલેવન

મિતાલીએ 71 બોલમાં ચાર ચોક્કાની મદદથી આ ઈનિંગ રમી હતી. વન-ડે ઈન્ટરનેશનલમાં સૌથી વધુ રન બનાવનારી મહિલા ક્રિકેટરોમાં બીજા નંબર પર ચાર્લોટ એડવર્ડ્સ છે, જેના ખાતામાં 5992 રન છે, મિતાલી રાજ પણ વન-ડે માં 6,000 રનનો આંકડો પાર કરનારી પ્રથમ મહિલા ક્રિકેટર બની હતી. મિતાલી રાજે 213 મેચોમાં 50.49 ની સરેરાશથી 7,019 રન બનાવ્યા છે. મિતાલીનાં ખાતામાં સાત સદી અને 54 અડધી સદી છે. તેનો શ્રેષ્ઠ સ્કોર નોટ આઉટ 125 છે. મિતાલીએ છેલ્લી મેચમાં 10,000 આંતરરાષ્ટ્રીય રનોનો આંકડો પાર કર્યો હતો. મિતાલી આમ કરનારી પહેલી ભારતીય મહિલા ક્રિકેટર છે.

વાયરલ ખબર / અમ્પાયરે ગ્રાઉન્ડમાં બોલ પર કર્યો પેશાબ, સોશિયલ મીડિયામાં યુઝર્સે લખ્યું- આ પવિત્ર જળ છે

મિતાલી, જેણે 311 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે, તેણે જૂન 1999 માં ભારત માટે વનડેમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. તેણે અત્યાર સુધીમાં 10 ટેસ્ટ મેચોમાં 51 ની સરેરાશથી, 663 રન બનાવ્યા છે, વન-ડે માં 212 મેચોમાં 50.53 ની એવરેજથી 6,974 અને ટી-20 આંતરરાષ્ટ્રીયમાં 89 મેચોમાં 37.52 ની એવરેજથી 2,364 રન બનાવ્યા છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ ફ્રેન્ચાઇઝી ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સે વુમન ક્રિકેટની આ ટોપ પ્લેયરને અભિનંદન પાઠવ્યા છે. ભારતીય ટીમનાં પૂર્વ બેટ્સમેન વીવીએસ લક્ષ્મણે કહ્યું કે, મિતાલી યુવા ખેલાડીઓ માટે પ્રેરણા છે. તેણે ટ્વિટ કર્યું કે, ‘મિતાલી 10,000 રન બનાવનારી પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર બનવા બદલ અભિનંદન.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ