Not Set/ IPL પર કોરોનાનો ઓછાયો : એક અઠવાડિયા પહેલા જ વાનખેડે સ્ટેડિયમના 8 ગ્રાઉન્ડમેન કોરોના સંક્રમિત, ક્રિકેટ ચાહકોમાં કચવાટ

દેશમાં ચારેતરફ કોરોનાના હાહાકારની વચ્ચે મહારાષ્ટ્ર કોરોના નો હોટ સ્પોટ બની ગયું હોય તેમ લાગી રહ્યું છે.  મહારાષ્ટ્રમાં 47000 થી વધુ અને મુંબઈમાં 8,000 થી વધુ કેસ નોંધાયા છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની કોરોના અંગે હાઈ લેવલ

Trending Sports
vankhede IPL પર કોરોનાનો ઓછાયો : એક અઠવાડિયા પહેલા જ વાનખેડે સ્ટેડિયમના 8 ગ્રાઉન્ડમેન કોરોના સંક્રમિત, ક્રિકેટ ચાહકોમાં કચવાટ

દેશમાં ચારેતરફ કોરોનાના હાહાકારની વચ્ચે મહારાષ્ટ્ર કોરોના નો હોટ સ્પોટ બની ગયું હોય તેમ લાગી રહ્યું છે.  મહારાષ્ટ્રમાં 47000 થી વધુ અને મુંબઈમાં 8,000 થી વધુ કેસ નોંધાયા છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની કોરોના અંગે હાઈ લેવલ બેઠક પણ યોજાઈ હતી. ઉદ્ધવ ઠાકરે એ આગામી બે દિવસમાં લોક ડાઉન ની ચેતવણી પણ આપી છે.તેની વચ્ચે આગામીIPL શરૂ થાય તે પહેલાં જ ક્રિકેટ રસિકો માટે માઠાં સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે,જેના કારણે ક્રિકેટ ચાહકોમાં કચવાટ જોવા મળી રહ્યો છે.

Mumbai Cricket Association: Pay Rs 120 cr or hand over Wankhede Stadium: State government's ultimatum to Mumbai Cricket Association over lease agreement

અમદાવાદમાં ચિંતાજનક સમાચાર / કોરોનાએ હવે બાળકોને બનાવ્યા શિકાર, સિવિલમાં નોંધાયા આટલા પોઝિટીવ કેસ

મુંબઈના વાનખેડે સ્ટેડિયમના 8 ગ્રાઉન્ડ મેન કોરોના સંક્રમિત થયા છે. એક અઠવાડિયામાં IPL 2021 શરૂ થાય તે પૂર્વે 8 ગ્રાઉન્ડ સ્ટાફને કોરોના થતા ગ્રાઉન્ડ સ્ટાફમાં ફફડાટ વ્યાપી ઉઠ્યો છે.મુંબઈનું વાનખેડે સ્ટેડિયમમાં 10 એપ્રિલ થી ૨૫ એપ્રિલ વચ્ચે 10 લીગ મેચ રમવાના છે. છેલ્લા એક અઠવાડિયા થી ચાલી રહેલા RT PCR ટેસ્ટના પરિણામે 8 લોકો સંક્રમિત થયા હોવાનું જાણવા મળે છે.

Wankhede Stadium: What makes the home of Mumbai Indians one of the greatest stadiums in the world! | GQ India | Entertainment

US કેપિટલ હિલમાં લોકડાઉન / અમેરિકાના સંસદની બહાર પોલીસ અધિકારીનું મોત, રાષ્ટ્રપતિ બિડેને વ્યક્ત કર્યું દુઃખ

આ ઉપરાંત વધુમાં જાણકારી પ્રાપ્ત થઇ રહી છે કે ત્રણ લોકો 26 માર્ચ અને પાંચ લોકો 1લી એપ્રિલના કોવિડ સંક્રમિત થયા હોવાનું જાણવા મળે છે. મુંબઈ ક્રિકેટ એસો.એ બાંદ્રા કુર્લા માં આવેલ શરદ પવાર એકેડમી અને કાંદિવલીમાં આવેલ સચિન તેંડુલકર જિમખાના માંથી ગ્રાઉન્ડ સ્ટાફ અરેંજ કરશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…