Not Set/ અમ્પાયરે ગ્રાઉન્ડમાં બોલ પર કર્યો પેશાબ, સોશિયલ મીડિયામાં યુઝર્સે લખ્યું- આ પવિત્ર જળ છે

બ્રાઝીલમાં ફૂટબોલની એક મેચમાં અમ્પાયરે એવું કૃત્ય કર્યું કે તેની ચર્ચા સોશિયલ મીડિયામાં થઇ રહી છે. લોકો એમ્પાયરના કૃત્ય પર ફની કોમેન્ટ પાસ કરી રહ્યા છે. ઘટના જાણે કે એવી છે કે એક મેચમાં રેફરી ડેનિસ ડા સિલ્વા રિબેરો સેરાફિમે પેન્ટમાં જ  પેશાબ કરી દીધો. તેઓએ આવું એટલા માટે કર્યું કેમકે તે સમયે મેચ શરૂ […]

World Sports

બ્રાઝીલમાં ફૂટબોલની એક મેચમાં અમ્પાયરે એવું કૃત્ય કર્યું કે તેની ચર્ચા સોશિયલ મીડિયામાં થઇ રહી છે. લોકો એમ્પાયરના કૃત્ય પર ફની કોમેન્ટ પાસ કરી રહ્યા છે. ઘટના જાણે કે એવી છે કે એક મેચમાં રેફરી ડેનિસ ડા સિલ્વા રિબેરો સેરાફિમે પેન્ટમાં જ  પેશાબ કરી દીધો. તેઓએ આવું એટલા માટે કર્યું કેમકે તે સમયે મેચ શરૂ થવાની હતી અને તેઓ ટીવી સ્ક્રીન પર પ્લે થઈ રહ્યાં હતા. રેફરી ડેનિસે આ કામ એટલું ધ્યાન રાખીને કર્યું હતું કે કોમેન્ટેટર પણ તેને ન પકડી શક્યા.

આ ઘટના કોપ ડી બ્રાઝીલમાં બોઆવિસ્ટા અને ગોઈયાસ વચ્ચે ગુરૂવારે રમાયેલા મેચની છે. રિયો ડી જાનેરોના એલસિલ રેસેન્ડે સ્ટેડિયમમાં પેન્ટમાં પેશાબ કર્યો તેની થોડી વાર પહેલાં જ રેફરી ડેનિસે ખાસ સાવધાનીથી આ કામ કર્યું હતું.

વાયરલ થયેલા વીડિયોમાં જોવા મળે છે કે રેફરી ડેનિસ પહેલાં પોતાના શોર્ટ્સને લૂઝ કરે છે અને કેમેરાની તરફ પીઠ રાખીને બોલ પર પેશાબ કરે છે. એવું કર્યા બાદ તે સેન્ટર સર્કલથી દૂર થઈ જાય છે. થોડી વાર પછી વીડિયોમાં તેના પેન્ટ પર વ્હાઈટ પેચ પણ જોવા મળે છે.

સોશિયલ મીડિયામાં આ ઘટનાને લઈને અનેક પ્રકારની મજાક જોવા મળી રહી છે. એક યૂઝરે લખ્યું કે, મેચમાં આવ્યા તે પહેલાં રેફરીને યુરીનની તીવ્ર ઇચ્છા થઇ પરંતુ મોડુ થવાથી ચેન્જિંગ રૂમથી સીધા ગ્રાઉન્ડ પર આવી ગયા હતા. તો અન્ય એક યુઝર્સે લખ્યું કે આ પેશાબ નથી, પરંતુ પવિત્ર જળ છે. આ મેદાન પર રેફરી એટલા માટે નાખે છે કે જેથી મેચમાં બે ટીમો વચ્ચે કોઈ લડાઈ ન થાય