Shocking/ ઉત્તર કોરિયા-અમેરિકા વચ્ચે તણાવ વધશે, તાનાશાહ કિમ જોંગ ઉનનાં એકવાર ફરી ખતરનાક તેવર

ઉત્તર કોરિયાનાં શાસક કિમ જોંગે ફરી એકવાર પોતાના ખતરનાક ઈરાદા વ્યક્ત કર્યા છે. ઉત્તર કોરિયાએ યુનાઇટેડ સ્ટેટ્સ પર દુશ્મનાવટ અને ધમકીઓને પ્રોત્સાહન આપવાનો આરોપ મૂક્યો હતો

Top Stories World
કિમ જોંગ ઉન
  • ઉત્તર કોરિયા-અમેરિકા વચ્ચે તણાવ વધશે
  • તાનાશાહ કિમ જોંગ ઉનના ખતરનાક તેવર
  • પરમાણુ શસ્ત્રોના ટેસ્ટની તૈયારીમાં ઉ.કોરિયા
  • એક માસમાં ઉ.કોરિયાના 4 મિસાઈલ ટેસ્ટ

ઉત્તર કોરિયાનાં શાસક કિમ જોંગે ફરી એકવાર પોતાના ખતરનાક ઈરાદા વ્યક્ત કર્યા છે. ઉત્તર કોરિયાએ યુનાઇટેડ સ્ટેટ્સ પર દુશ્મનાવટ અને ધમકીઓને પ્રોત્સાહન આપવાનો આરોપ મૂક્યો હતો અને કહ્યું હતું કે, તે અસ્થાયી રૂપે સ્થગિત તે તમામ ગતિવિધિઓ પર ફરીથી કામ શરૂ કરવાનું વિચાર કરશે, જેના પર તેમણએ ટ્રમ્પ તંત્રની સાથે ચાલી રહેલી કૂટનીતિ દરમિયાન વિરામ લગાવી દીધુ હતુ. આ નિવેદન દ્વારા ઉત્તર કોરિયાએ પરમાણુ હથિયારો અને લાંબા અંતરની મિસાઈલનું ટેસ્ટિંગ ફરી શરૂ કરવાનો સંકેત આપ્યો છે.

આ પણ વાંચો – OMG! / ભગવાને કળિયુગમાં લીધો અવતાર! મહિલાએ ચાર હાથ-પગવાળા બાળકને આપ્યો જન્મ

જણાવી દઇએ કે, ગુરુવારે ઉત્તર કોરિયાની સત્તાવાર કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સી (KCNA) એ જણાવ્યું હતું કે, કિમ જોંગ ઉને સત્તાધારી વર્કર્સ પાર્ટીનાં પોલિટબ્યુરોની બેઠક યોજી હતી. જેમાં અધિકારીઓએ અમેરિકી દુશ્મનાવટ, યુક્તિઓનો સામનો કરવા ઉત્તર કોરિયાની સૈન્ય ક્ષમતાઓને મજબૂત કરવાના હેતુથી નીતિવિષયક ધ્યેયો નક્કી કર્યા હતા અને અસ્થાયી રૂપે સ્થગિત તમામ પ્રવૃત્તિઓ ફરી શરૂ કરવા સંબંધિત મુદ્દાઓ પર વિચાર-મંથન કરવાની સૂચના આપી હતી. ઉત્તર કોરિયાએ તાજેતરમાં તેના શસ્ત્ર પ્રદર્શન કવાયતને વેગ આપ્યો છે. તેણે એક મહિનામાં ચાર મિસાઈલનું ટેસ્ટિંગ કર્યું છે. તેનો હેતુ અમેરિકા સાથે લાંબા સમયથી અટવાયેલી પરમાણુ રાજદ્વારી પર વોશિંગ્ટન પર દબાણ લાવવાનો હોઈ શકે છે. ગયા અઠવાડિયે મિસાઈલ ટેસ્ટિંગ બાદ બિડેન પ્રશાસને તેના પર નવા પ્રતિબંધો લગાવ્યા હતા, ત્યારબાદ ઉત્તર કોરિયાનાં વિદેશ મંત્રાલયે કડક કાર્યવાહીની ચેતવણી આપી હતી. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે ઉત્તર કોરિયા અને પરમાણુ નિઃશસ્ત્રીકરણ અંગે ચર્ચા કરવા ગુરુવારે બેઠક બોલાવી છે. દક્ષિણ કોરિયાની સેનાએ કહ્યું કે, ઉત્તર કોરિયાએ સોમવારે સમુદ્રમાં બે શંકાસ્પદ બેલેસ્ટિક મિસાઇલો છોડી હતી. આ મહિને તેના દ્વારા આ ચોથું લોન્ચિંગ છે. ઉત્તર કોરિયાનું એકમાત્ર ધ્યેય વૈશ્વિક રોગચાળાને પગલે યુએસ સાથેનાં સ્થગિત રાજદ્વારી સંબંધો અને સરહદ બંધ વચ્ચે તેની સૈન્યની શક્તિનું પ્રદર્શન કરવાનું છે.

આ પણ વાંચો – Shocking / જાણીતા બોક્સરે તેના જન્મ દિવસે ગર્લફ્રેન્ડ સાથે પોસ્ટ કરી Nude Photo

દક્ષિણ કોરિયાનાં જોઈન્ટ ચીફ્સ ઑફ સ્ટાફે જણાવ્યું હતું કે, ઉત્તર કોરિયાએ સુનાનમાં એક સ્થાન પરથી બે ટૂંકા અંતરની બેલેસ્ટિક મિસાઇલો છોડી હતી, પરંતુ મિસાઇલો કેટલી દૂર સુધી પડી તેની વિગતો તુરંત જ આપી નથી. પ્યોંગયાંગનું સુનાનમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે. યુએસ ઇન્ડો-પેસિફિક કમાન્ડે જણાવ્યું હતું કે, મિસાઇલોથી યુએસ કર્મચારીઓ, પ્રદેશ અથવા તેના સહયોગી દેશો માટે તાત્કાલિક કોઈ ખતરો નથી, પરંતુ ઉત્તર કોરિયાનાં ગેરકાયદેસર હથિયાર કાર્યક્રમની અસ્થિર અસરને રેખાંકિત કરે છે. દરમિયાન, જાપાનનાં સંરક્ષણ પ્રધાન નોબુઓ કિશીએ જણાવ્યું હતું કે, મિસાઇલો જાપાનનાં વિશિષ્ટ આર્થિક ક્ષેત્રની બહાર પડી હતી. વળી, મુખ્ય કેબિનેટ સચિવ હિરોકાઝુ માત્સુનોએ ઉત્તર કોરિયાનાં આ કૃત્યોની નિંદા કરી અને તેને શાંતિ માટે ખતરો ગણાવ્યો.