અયોધ્યા/ રામ મંદિરનું ફાઉન્ડેશન ઓકટોબર સુધી તૈયાર,ડિસેમ્બર 2023માં ગર્ભગૃહ : VHP

સમગ્ર રામ મંદિરનું નિર્માણ થવામાં સમય લાગશે. પરંતુ ગર્ભગૃહ ડિસેમ્બર 2023 સુધીમાં તૈયાર થઈ જશે. આ પછી, અહીં પૂજા અને દર્શન કરી શકાય છે

Top Stories
રામ મંદિરનું

અયોધ્યામાં રામ મંદિરનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. તેનો પાયો સપ્ટેમ્બરના છેલ્લા સપ્તાહમાં અથવા ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં તૈયાર થઈ જશે. ડિસેમ્બર 2023 સુધીમાં, ભગવાન શ્રી રામ મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત થશે. આ બાદ ભક્તો અહીં આવી શકશે અને ભગવાન શ્રી રામના દર્શન કરી શકશે. સોમવારે વિશ્વ હિન્દુ પરિષદના એક નેતાએ નાગપુરમાં આ માહિતી આપી હતી.

વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય સચિવ મિલિંદ પરંદે નાગપુરમાં પત્રકારો સાથે વાત કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિરનું નિર્માણ કાર્ય ખૂબ જ ઝડપથી ચાલી રહ્યું છે. તેમણે કહ્યું કે સમગ્ર રામ મંદિરનું નિર્માણ થવામાં સમય લાગશે. પરંતુ ગર્ભગૃહ ડિસેમ્બર 2023 સુધીમાં તૈયાર થઈ જશે. આ પછી, અહીં પૂજા અને દર્શન કરી શકાય છે. મિલિન્દ પરંદેએ કહ્યું કે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે કે આ બાંધકામ સમયસર પૂર્ણ થાય.

નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓગસ્ટ 2020 માં રામ જન્મભૂમિ પૂજન કર્યું હતું. રામ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી અનિલ મિશ્રાએ સમાચાર  જણાવ્યું હતું કે મંદિરનો આધાર મિર્ઝાપુરથી ગુલાબી પથ્થરોથી શરૂ થશે. આ ડિસેમ્બરથી શરૂ થશે. 10 ફુટ ઉંડા, 400 ફૂટ લાંબા અને 300 ફૂટ પહોળા પાયા પર 10 ઇંચ જાડા બિલ્ડિંગ મટિરિયલનું મિશ્રણ નાખવામાં આવશે. અનિલ મિશ્રાએ જણાવ્યું હતું કે 2.77 એકરમાં ફેલાયેલા પાયાની ટોચ પર બિલ્ડિંગ મટિરિયલના છ સ્તરો નાખવામાં આવ્યા છે.

મહત્વની બેઠક / વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને અફઘાનિસ્તાન મામલે મહત્વની બેઠક

હવે દુશ્મનોની ખેર નથી / આ તારીખે લોન્ચ થવા જઈ રહ્યું છે દેશનું પ્રથમ મિસાઈલ ટ્રેકિંગ શિપ

ભવ્ય મંદિરો / દેશના શિવ મંદિરો વિશ્વભરમાં વિખ્યાત,જાણો તેની વિશેષતાઓ