Not Set/ આ તારીખે લોન્ચ થવા જઈ રહ્યું છે દેશનું પ્રથમ મિસાઈલ ટ્રેકિંગ શિપ

પ્રથમ મિસાઈલ ટ્રેકિંગ શિપ લોન્ચ કરીને ભારત આ ટેકનોલોજી ધરાવતો પાંચમો દેશ બની જશે

Top Stories India

સમુદ્ર સરહદ પર ભારતની તાકાત વધુ વધવા જઇ રહી છે. ભારતીય નૌસેના 10 સપ્ટેમ્બરે દેશનું પ્રથમ મિસાઈલ ટ્રેકિંગ શિપ લોન્ચ કરવા જઈ રહી છે. તેનું નામ INS ધ્રુવ છે. આ યુદ્ધ જહાજ હવામાં રહેલી દરેક દુશ્મન મિસાઈલને ઓળખી શકે છે. આની મદદથી પરમાણુ અને બેલિસ્ટિક મિસાઇલોને સરળતાથી ઓળખી શકાય છે. વિશાખાપટ્ટનમમાં દેશના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ દ્વારા તેને લોન્ચ કરવામાં આવશે.

પ્રથમ મિસાઈલ ટ્રેકિંગ શિપ લોન્ચ કરીને ભારત આ ટેકનોલોજી ધરાવતો પાંચમો દેશ બની જશે. અત્યાર સુધી આવા યુદ્ધ જહાજો અમેરિકા, ફ્રાન્સ, બ્રિટન, રશિયા અને ચીન પાસે છે. આ યુદ્ધ જહાજ સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન  અને રાષ્ટ્રીય તકનીકી સંશોધન સંગઠન સાથે મળીને હિન્દુસ્તાન શિપયાર્ડ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો :કોંગ્રેસના નેતા શશિ થરૂરે ઉઠાવ્યું માઈક અને તેઓ ગાવા લાગ્યા “એક અજનબી સે….

INS ધ્રુવ દરિયાની સપાટીનું મેપિંગ કરવામાં પણ સક્ષમ છે. તેના દ્વારા દરિયાઈ સંશોધનની સાથે સબમરીન પણ શોધી શકાય છે. મળતી માહિતી મુજબ આ જહાજ લોન્ચિંગ સમારંભમાં ચીફ ઓફ નેવલ સ્ટાફ એડમિરલ કરમબીર સિંહ અને NTROના ચેરમેન અનિલ દાસમના પણ હાજર રહેશે. તેને ઇન્ડિયન નેવલ સ્ટ્રેટેજિક ફોર્સ કમાન્ડ સાથે ઓપરેટ કરવામાં આવશે.

10 હજાર ટન વજન ધરાવતું INS ધ્રુવ રડાર ટેકનોલોજીની સૌથી અદ્યતન ટેકનોલોજી ‘ઇલેક્ટ્રોનિક સ્કેન એરે રડાર’ થી સજ્જ છે. દુશ્મન દ્વારા સમુદ્રમાં ગમે તે હરકત થાય અથવા ગમે તેવો હુમલો કરે તો INS ધ્રુવ તેને નાશ કરી શકે છે. આ સાથે પરમાણુ મિસાઈલ, બેલિસ્ટિક મિસાઈલ શોધી શકે છે. આ યુદ્ધ જહાજ દ્વારા 2 હજાર કિમી સુધી સર્વેલન્સ કરી શકાય છે.

આ પણ વાંચો:અફઘાનિસ્તાનમાં જાણીતા પત્રકાર ફહીમ દશ્તીનું મોત