National News/ પ્રિન્સિપાલે વીડિયો કોલ પર સગીર વિદ્યાર્થીની સાથે અશ્લીલ હરકતો કરી, Pocso Act હેઠળ ફરિયાદ નોંધાઈ, ડરના કારણે પછી ઝેર પીને કરી આત્મહત્યા

મહારાષ્ટ્રના નાંદેડની એક શાળાના આચાર્ય સુનીલ કરમુંગેએ વીડિયો કોલ પર ધોરણ 10ની વિદ્યાર્થીનીનું જાતીય શોષણ કર્યું. ફરિયાદ પર પોક્સો કેસ નોંધાતાની સાથે જ ડરના કારણે તેણીએ ઝેર પીને આત્મહત્યા કરી લીધી.

Top Stories India
Yogesh Work 2025 03 29T161931.878 પ્રિન્સિપાલે વીડિયો કોલ પર સગીર વિદ્યાર્થીની સાથે અશ્લીલ હરકતો કરી, Pocso Act હેઠળ ફરિયાદ નોંધાઈ, ડરના કારણે પછી ઝેર પીને કરી આત્મહત્યા

National News : શાળાએ મોકલતા દરેક વિદ્યાર્થીનીઓ માટે ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.  એક શાળાના આચાર્યે ધો.10 ની વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલા કરતા ચકચાર મચ્યો છે. મહારાષ્ટ્ર(Maharshtra)ના નાંદેડ જિલ્લામાં બનેલી એક હૃદયદ્રાવક ઘટનાએ બધાને ચોંકાવી દીધા છે. પુષ્પાંજલિ માધ્યમિક શાળાના આચાર્ય સુનિલ કરમુંગે (ઉંમર 50) એ વીડિયો કોલ પર એક સગીર વિદ્યાર્થી પર જાતીય હુમલો કરીને શોષણ કર્યું હતું. આ શાળા નાંદેડ શહેર નજીક પાસડગાંવમાં આવેલી છે. આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે ધોરણ 10 માં ભણતી એક વિદ્યાર્થીનીએ તેના માતા-પિતાને કહ્યું કે પ્રિન્સિપાલે પેપર ચેક કરવાના બહાને તેના મોબાઇલ પર વીડિયો કોલ કર્યો અને અશ્લીલ કૃત્ય કર્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર, ગુસ્સે ભરાયેલા પરિવારના સભ્યોએ પ્રિન્સિપાલને બહાર બોલાવ્યા અને માર માર્યો હતો. આ પછી વિદ્યાર્થીએ શિવાજીનગર પોલીસ સ્ટેશન (Shivajinagar Police Station)માં ફરિયાદ નોંધાવી. પીડિતા સગીર હોવાથી પોલીસે આચાર્ય વિરુદ્ધ પોક્સો એક્ટ (Pocso Act) હેઠળ કેસ નોંધ્યો હતો. આ સમાચાર સાંભળીને સુનીલ કરમુંગે ડરી ગયા. તેને લાગ્યું કે તેની બદનામી થશે. આ ડરને કારણે તેણે ઝેર પી લીધું હતું. આ બદનામીથી ડરીને આત્મહત્યા કરી છે.

વીડિયો કોલ દ્વારા કરી અશ્લીલ હરકતો

પરિવારે તેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યો, પરંતુ શુક્રવારે બપોરે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. મરતા પહેલા સુનિલે એક ચિઠ્ઠી લખી હતી જેમાં તેણે કહ્યું હતું કે પીડિત છોકરીનો પરિવાર મને માનસિક રીતે હેરાન કરે છે, તેથી હું આત્મહત્યા કરી રહ્યો છું.

મૃતક પ્રિન્સિપાલના પરિવારે પીડિત વિદ્યાર્થીની, તેના માતા-પિતા અને ભાઈ વિરુદ્ધ આત્મહત્યા માટે ઉશ્કેરણીનો કેસ દાખલ કર્યો હતો. પોલીસ હવે બંને પક્ષોની તપાસ કરી રહી છે. આવી સ્થિતિમાં લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું બાળકો શાળાઓમાં સુરક્ષિત છે? થોડા મહિના પહેલા પણ નાંદેડમાં એક પ્રિન્સિપાલ પર એક વિદ્યાર્થીની સાથે છેડતી કરવાનો આરોપ લાગ્યો હતો.

પોલીસે બંને પક્ષોની ફરિયાદો લીધા બાદ પોલીસે તપાસ શરૂ કરી છે. શિવાજીનગર (Shivajinagar) પોલીસ ઇન્સ્પેક્ટર (PI) શિવાજી ગુરમે (Shivaji Gurme)એ જણાવ્યું હતું કે અમે આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છીએ. બંને પક્ષોના દાવાઓની તપાસ કરવામાં આવી રહી છે, આ ઘટના શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેના પવિત્ર સંબંધ પર પ્રશ્નો ઉભા કરી રહી છે, સમાજમાં ગુસ્સો અને ભય બંને ફેલાઈ રહ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: પુણે BMW કાંડ… રસ્તા પર અશ્લીલ હરકતો કરતો ગૌરવ આહુજા, ગેરકાયદેસર ધંધાનો થયો પર્દાફાશ!

આ પણ વાંચો: મુસાફરોની અશ્લીલ હરકતોથી પરેશાન કેબ ડ્રાઈવરે અનોખી નોટિસ જારી, આપી આ સલાહ

આ પણ વાંચો: ચાલતી કારમાં યુવક-યુવતી કરતા હતા આવી અશ્લીલ હરકતો, પોલીસે ઝડપ્યા, જુઓ વીડિયો