Not Set/ સિવિલનાં ખાનગીકરણ સામે કોંગ્રેસનો અનોખો વિરોધ, લારીમાં દર્દીઓ

ભરૂચ ભાજપ સરકાર દ્વારા સરકારી સંસ્થાઓના ખાનગીકરણ મુદ્દે ભરૂચ કોંગ્રેસ દ્વારા રેલી યોજી ભરૂચ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. અનોખા વિરોધનાં ભાગરૂપે રોલીમાં જોડાયેલા કોંગ્રેસનાં કાર્યકરો પાટાપીંડી સાથે લારીમાં ભરાઈને કલેક્ટર કચેરી સુધી પહોંચી ગયા હતા. રસ્તાઓ ઉપર લારીમાં દર્દીઓની માફક સુતેલા કાર્યકરોએ લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. હાલ દેશમાં સરકારી સંસ્થાઓને ખાનગી સંસ્થાઓને […]

Top Stories Gujarat

ભરૂચ

ભાજપ સરકાર દ્વારા સરકારી સંસ્થાઓના ખાનગીકરણ મુદ્દે ભરૂચ કોંગ્રેસ દ્વારા રેલી યોજી ભરૂચ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. અનોખા વિરોધનાં ભાગરૂપે રોલીમાં જોડાયેલા કોંગ્રેસનાં કાર્યકરો પાટાપીંડી સાથે લારીમાં ભરાઈને કલેક્ટર કચેરી સુધી પહોંચી ગયા હતા. રસ્તાઓ ઉપર લારીમાં દર્દીઓની માફક સુતેલા કાર્યકરોએ લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું.

હાલ દેશમાં સરકારી સંસ્થાઓને ખાનગી સંસ્થાઓને સોંપી દેવા સરકાર દ્વારા નિર્ણયો થઈ રહયા છે. કેટલીક સરકારી સંસ્થાઓના તો એમઓયુ પણ થઈ ગયા છે. તેવું કરવા પાછળ ભારત સરકારનું માનવું છે કે, ખાનગીકરણ કરવાથી આમ જનતાને સારી સવલતો, સ્વચ્છતા, અપૂરતી સુવિધાની જગ્યાએ પૂરતી સુવિધાથી સજ્જ સંસ્થાનો આ બધી વસ્તુઓ પર પૂરતું ધ્યાન અપાશે.

પરંતુ તેવું થવાથી લોકોને મોંઘવારીનો અવસ્ય સામનો કરવો પડશે તે નક્કિ જ છે. કારણ કે ખાનગી સંસ્થાનો સુવિધાના બહાને અનેક પ્રકારની ફી ઉઘરાવતા હોય છે. જેથી આવા સરકારી એકમોનાં ખાનગીકરણ સામે ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

જિલ્લા કોંગ્રેસ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. અનોખી રીતે નોંધાવાઈ રહેલા આ વિરોધમાં કોંગ્રેસનાં કાર્યકરો પાટા પિંડી સાથે આવ્યા હતા. બાદમાં તેઓ શાકભાજીની લારીમાં સુઈ ગયા હતા. અન્ય કાર્યકરો લારીને ધક્કો મારીને કલેક્ટર કચેરી સુધી લઈ જતાં આ દ્રશ્યોએ શહેરનાં માર્ગો ઉપર ભારે આકર્ષણ જમાવ્યું હતું. તો કાર્યકરોએ સરકાર વિરોધ શૂત્રોચ્ચાર પણ કર્યા હતા.

ભરૂચ ખાતે પણ હાલમાં ભરૂચ એસટી ડેપો નવીનીકરણ કરવામાં આવ્યું છે. તે પણ એક ખાનગી સંસ્થાને સોંપી દેવાયુ છે અને હાલ તેનું કામ ની શરૂઆત પણ થઇ ગઇ છે. ત્યારે ભરૂચ સિવિલ હોસ્પિટલને ભાજપાના ગુજરાતના નેતાના નજીકના સગાને મલાઈ તારવવા માટે, મેડિકલ કોલેજમાં એડમિસનના નામે કાળું નાણું ભેગા કરવા માટેનો આક્ષેપ કોંગ્રેસ કરી રહી છે.

1000 કરોડ ની સિવિલ હોસ્પિટલ ભાજપા નેતાના એડમિસનના નામે રૂપિયા કમાવવાનું સાધન ના બનાવી શકે એ જનતા નું હિત જળવાઈ રહે એજ ઉદ્દેશ થી ભરૂચ કોંગ્રેસ દ્વારા આજે સિવિલ બચાઓ માટે રેલી કાઢી જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.