દેવજી ભરવાડ, મંતવ્ય ન્યુઝ.. સુરેન્દ્રનગર
થાનમાં રામ ટેકરી વિસ્તારમાંથી વિદેશી દારૂની ૧૪૦૪ બોટલ ઝડપાઇ
દસ લાખના મુ્દામાલ સાથે ૧૨ શખ્સો વિરુદ્ધ ફરીયાદ નોંધાઇ

થાન પંથકમાં દેશી-વિદેશી દારૂની બદીએ માઝા મુકી હોવાની તથા દેશી વિદેશી દારૂનું મોટા પાયે વર્ષોથી કટીંગ થતુ હોવાની વ્યાપક ફરીયાદો ઉઠવા પામી છે. ત્યારે થાન પોલીસે ચોક્કસ બાતમીના આધારે થાનના રામ ટેકરી વિસ્તારમાં આવેલ સરકારી ખરાબામાં વીદેશી દારૂનું કટીંગ થતું હોવાની બાતમી આધારે દરોડો પાડતા ૧૪૦૪ બોટલ અંગ્રેજી દારૂ, ૪૮ બિયરના ટીન, એક ટ્રક, એક બોલેરો જીપ સાથે એક શખ્સને ઝડપી પાડયો છે. જ્યારે બીજા દારૂ લઇ જવા વાળા ૧૧ શખ્સો ના નામ ખૂલતા તેમની વિરુદ્ધ ફરિયાદ નોંધાતા ચકચાર ફેલાઈ જવા પામી છે.
થાન પંથકમાં દેશી-વિદેશી દારૂની બદીએ માઝા મૂકી હોવાની તથા જુદાં જુદાં ગ્રામ્ય વિસ્તારોમાં વિદેશી દારૂનું કટીંગ થતું હોવા ની ચર્ચાઓ ઉઠવા પામી છે. ત્યારે થાન પી.આઈ. એમ.ડી. ચૌધરીને ચોક્કસ બાતમી મળી હતી કે વગડિયા રોડ ઉપર આવેલ રામ ટેકરી પાસે સરકારી ખરાબાની જમીન ઉપર વિદેશી દારૂનું કટીંગ થઈ રહ્યું છે. બાતમીનાં આધારે દરોડો કરતા સ્થળ ઉપરથી દારૂનું કટિંગ કરતા મહેન્દ્ર ઉર્ફે મયુર ઉર્ફે મહેશ ખોડીભાઈ પટગીર ઉ. વ. ૨૪ રે. મફતીયા પરા થાનવાળાને રુ. ૪,૨૧,૨૦૦/ ની કિંમતની ૧૪૦૪ બોટલ અંગ્રેજી દારૂ, રુ. ૪૮૦૦ ની કિંમતના બીયરના ટીન ૪૮, રૂપિયા ૫૦૦૦ ની કિંમતનો મોબાઇલ ૧, રુ. ૪ લાખની કિંમતનો ટ્રક ૧ તથા રુ. ૨ લાખની કિંમતની બોલેરો ગાડી સહિત કુલ રુ. ૧૦ લાખ ૩૧ હજારનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો હોવાની ફરિયાદ એ એસ.આઇ. રેખાબેન માલકિયાએ નોંધાવી છે.
જ્યારે દારૂ મંગાવનાર અને માલિક વિજય જેઠસુરભાઈ ખાચર રે થાન નાસી છૂટયો છે. ઝડપી પાડેલ આરોપી મહેન્દ્ર એ દારૂ ક્યા ક્યા મોકલ્યો, કોણ કોણ લઇ ગયું, ક્યાં ગામ લઈ ગયા, કેટલો લઇ ગયા તે તમામ વિગતો મેળવવા ફૂલ ૧૨ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી આરોપીઓ ની શોધખોળ આદરવામાં આવી છે.
