Morbi News/ મોરબીમાં 3.57 કરોડના કોલસા ચોરીના કેસમાં ફરાર આરોપી યુગાન્ડાથી પરત આવતા ઝડપી લેવાયો

સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં કોલસા ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવી હતી

Top Stories Gujarat

Morbi News : મોરબીમાં 3.57 કરોડના કોલસા ચોરીના કેસમાં ભગીરથ સી.હુંબલ વિરૂધ્ધ લિક આઉટ સરક્યુલર ઈશ્યુ કરવામાં આવ્યો હતો.જેમાં મોરબીની શીવમ પાર્ક સોસાયટીમાં રહેતો ભગીરથ યુગાન્ડાથી વાયા UAE અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યો હતો. જ્યાંતી સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીઓએ 14 એપ્રિલ 2025ના રોજ તેનો કબજો મેળવ્યો હતો. તેની પાસેથી પોલીસે મોબાઈલ કબજે કર્યો હતો.

આ ગુનામાં પોલીસે અત્યાર સુદીમાં 19 આરોપીની ધરપકડ કરી છે.આ કેસની વિગત મુજબ સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં કોલસા ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેમાં 1584 ટન PCL COAL, 300 ટન પાવડર, માટીથી મિક્સ કરેલો 200 ટન કોલસો વગેરે મળીને કુલ રૂ. 3,57,13,175ના મુદ્દ્માલ અંગે સ્ટેટ મોનીટરીંગ સેલમાં તપાસ ચાલી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: એટ્રોસિટી એક્ટનો મોટાપાયા પર થઈ રહ્યો છે દૂરુપયોગઃ ગુજરાત હાઇકોર્ટ

આ પણ વાંચો: જૂનાગઢઃ આજે ભેસાણ સજ્જડ બંધ વારંવાર એટ્રોસિટીની ફરિયાદ સામે વિરોધ અચોક્કસ મુદત સુધી સજ્જડ બંધ વેપારીઓએ રેલી યોજી લગાવ્યા નારા મામલતદાર કચેરી ખાતે વેપારીઓના ધરણા

આ પણ વાંચો: કોંગ્રેસના નેતા અપૂર્વ પટેલની મુશ્કેલીઓમાં થયો વધારો, લીડર સહિત ૩ લોકો સામે નોંધાઈ એટ્રોસિટીની ફરિયાદ