Not Set/ આખરે ઓમિક્રોનની અમદાવાદમાં એન્ટ્રી,તાન્ઝાનિયાથી આવેલું શહેરનું દંપતી પોઝિટિવ

મેટ્રો સીટી અમદાવાદમાં પણ ઓમિક્રોનની એન્ટ્રી થઇ ગઇ છે. તાન્ઝાનિયાથી આવેલ શહેરનું દંપતીનો એમિક્રોન રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે,

Top Stories
CORO1111111111 1 આખરે ઓમિક્રોનની અમદાવાદમાં એન્ટ્રી,તાન્ઝાનિયાથી આવેલું શહેરનું દંપતી પોઝિટિવ

આખરે ઓમીક્રોનની અમદાવાદમાં એન્ટ્રી

તાન્ઝાનિયા આવેલું શહેરનું દંપતી ઓમીક્રોન પોઝિટિવ

બંનેને સારવાર માટે svp માં દાખલ કરાયા

ગત 11 ડિસેમ્બરે આવ્યા હતા અમદાવાદ

47 અને 45 વર્ષીય પતિ પત્ની હાલ સારવાર હેઠળ

કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોને વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે જેના લીધે દુનિયાના નેક દેશો એલર્ટ થઇ ગયા છે,બ્રિટનમાં તો કોરોનાના કેસની પરિસ્થિતિ અતિખરાબ છે,જ્યારે ડચના પ્રધાનમંત્રીએ તો રાષ્ટ્રીય વ્યાપી લોકડાઉન પણ લગાવી દેવાની જાહેરાત કરી છે, ભારતમાં પણ ધીમી ગતિએ પણ મકક્મતાથી ઓમિક્રોનના કેસ વધી રહ્યા છે. હાલ દેશમાં કોરોનાના 153 નોંધાયા છે, આ ઓમિક્રોન વેરિઅન્ટથી ગુજરાત પણ બાકી છે રાજ્યમાં 14 જેટલા અંદાજિત જોવા મલે છે. અમદાવાદમાં પણ ઓમિક્રોનની એન્ટ્રી થઇ ગઇ છે. તાન્ઝાનિયાથી આવેવા દંપતી કોરોના પોઝિટિવ મળી આવ્યા છે,.

રાજ્યમાં પણ ઓમિક્રોનના કેસ વધી રહ્યા છે, મેટ્રો સીટી અમદાવાદમાં પણ ઓમિક્રોનની એન્ટ્રી થઇ ગઇ છે. તાન્ઝાનિયાથી આવેલ શહેરનું દંપતીનો એમિક્રોન રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જેના લીધે શહેરમાં ચિંતાનું મોજુ ફરી વળ્યો છે. હાલ બન્ને દંપતી સારવાર હેઠળ છે તેમને SVPમાં દાખલ કરવામાં આવ્યા છે. તેઓ 11 ચિસેમ્બરે અમદાવાદ આવ્યા હતા. પતિની ઉમર 47 વર્ષની છે અને પત્નીની ઉંમર 45 વર્ષની છે, હાલ તેમની સારવાર ચાલી રહી છે. આ કેસ મળતા સરકાર વધુ અેલર્ટ થઇ ગઇ છે.

રાજકોટમાં પણ એક ઓમિક્રોન કેસ મળી આવ્યો છે અક તાન્ઝિયાના એક વિધાર્થી જે યુનિવર્સિટીમાં ભણે છે તેની ઓમિક્રોનની પુષ્ટિ થઇ હતી. તેને પીડીયુ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.