દુધેશ્વરમાં ઓનલાઈન એપ્લીકેશન મારફતે ગંજી પાનાનો લાઈવ જુગાર (તેરીયુ) રમાડતા છ સંચાલકોની લાયબર ક્રાઈમ પોલીસે ધરપકડ કરી છે. પોલીસે તેમની પાસેથી 12 મોબાઈલ મળીને 26,0,500 રૂ.નો મુદ્દામાલ કબજે કર્યો છે.
દુધેશ્વરમાં જ્યુપીટર મીલ ખાતે કેટલાક શખ્સો GENESIS game નામની ઓનલાઈન એપ્લીકેશનમાં મોબાઈલ કેમેરા મારફતે જીવંત પ્રસારણ મારફતે ગંજી પાનાનો જુગાર રમાડતા હોવાની માહિતી મળી હતી. જેને આધારે પોલીસે જ્યુપીટર મિલ ખાતે દરોડો પાડીને 8 સંચાલકોની ધરપકડ કરી હતી. આરોપીઓમાં ઉસ્માનગની આર.લધામી, સમસુદ્દીન યુ.લધાની, ઈમામુદ્દીન એસ.લધાની, પ્રવિણ એ.ચૌહાણ, મોઈન એમ.શેખ, સમીરઅહેમદ આર.અન્સારી, વિપુલ એ.ચૌહાણ અને રવિ ઉર્ફે મહાદેવ આર.ચૌહાણનો સમાવેશ થાય છે. તેમની પાસેતી પોલીસે 12 મોબાઈલ તથા અન્ય સામાન મળીને રૂ.26,050 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
ગુજરાતમાં પહેલીવાર જુગારના મુખ્ય સંચાલકો દ્વારા પરંપરાગત જુગારને બદલે ટેકનોલોજીના સહારે લાઈવ સ્ટ્રિમીંગ કરીને દરરોજ શહેરના અલગ અલગ વિસ્તારમાંજુગાર રમાડવામાં આવતો હતો. જેમાં એપ્લીકેશન ઈન્સ્ટોલ કરીને તેમાં બેલેન્સ કરીને કોઈપણ શખ્સ 24 કલાક કોઈપણ જગ્યાએથી જુગાર રમી શકે તેવી વ્યવસ્થા આરોપી સંચાલક ઉસ્માનગની લધાની દ્વારા કરવામાં આવી હતી. આ અંગે માહિતી મળતા પોલીસે અલગ અલગ ઠેકાણે દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં જ્યુપીટર મિલ ખાતેથી ઉપરોક્ત ગેંગ ઝડપાઈ ગઈ હતી.
હાલમાં પોલીસ આ એપ્લિકેશન તૈયાર કરનારા તથા તેના મારફતે ઓનલાઈન જુગાર રમતા શક્સોની તપાસ કરી રહી છે.
તપાસમાં આરોપી ઉસ્માનગની વિરૃધ્ધ જુગાર, મારામારી, આર્મ્સ એક્ટ અને રાયોટીંગના ગુના નોંધાયેલા છે. સમસુદ્દીન વિરૂધ્ધ માધુપુરામાં હત્યા, જુગાર તથા મારામારીના ગુના નોંધાયેલા છે. મોઈન વિરૃધ્ધ રાયોટીંગહત્યા અને આર્મ્સ એક્ટ હેઠળ ગુના નોંધાયેલા છે. સમીર સામે વટવામાં હત્યા, આર્મ્સ એક્ટ અને વિદેશી દારૂના ગુના દાખલ છે. વિપુલ સામે જુગાર અને મારામારીના ગુના નોંધાયેલા છે. જ્યારે રવિ ચૌહાણ સામે મારામારીનો ગુનો નોંધાયેલો છે.
@નિકુંજ પટેલ
આ પણ વાંચો:અમદાવાદ/ગોમતીપુરમાં દારૂના જથ્થા સાથે 5.14 લાખનો મુદ્દામાલ કબજે, પોલીસે ચાર ફરાર આરોપીની શોધ હાથ ધરી
આ પણ વાંચો:અકસ્માતમાં મોત/રાજકોટ લીંબડી હાઈવે પર અકસ્માતમાં બેના કરૂણ મોત
આ પણ વાંચો:Surat/સુરતમાં હોમગાર્ડ જવાનની હત્યાને પગલે ચકચાર,કડોદરાના શેઢાવમાં બનેલો હત્યાવો બનાવ