Not Set/ ગુજરાતનાં 36 શહેરોમાં કરફ્યું અંગે આજે લેવાશે નિર્ણય, બજારો ખોલવાની મળી શકે છે મંજૂરી

રાજ્યમાં કોરોનાનાં દૈનિક કેસોમાં હવે ઘટાડો નોંધાઇ રહ્યો છે. વળી હવે જનતામાં પણ કોરોનાથી બચવા માટેની જાગૃતતા દેખાઇ રહી છે. બીજી તરફ આજે ગુજરાતનાં 36 શહેરોમાં કરફ્યું આગળ લંબાવવું કે નહી તે માટે નિર્ણય લેવામાં આવવાનો છે. 

Top Stories Gujarat Others
તાઉતે વાવાઝોડું 65 ગુજરાતનાં 36 શહેરોમાં કરફ્યું અંગે આજે લેવાશે નિર્ણય, બજારો ખોલવાની મળી શકે છે મંજૂરી
  • ગુજરાતના 36 શહેરોમાં કરફ્યું અંગે આજે નિર્ણય
  • વાવાઝોડાના કારણે ૩ દિવસ લંબાયા હતા નિયંત્રણો
  • નિયંત્રણો લંબાશે? આજે સાંજે થશે નિર્ણય
  • મીની lockdownમાં આપી શકાય છે છૂટછાટ
  • બજારો ખોલવા અંગેની આપી શકાય છે મંજૂરી
  • નિયંત્રણ હટાવવા રાજ્યભરના વેપારી સંગઠનો કરી છે માંગ
  • કોરોના ના કેસ માં નોંધપાત્ર ઘટાડો થતાં લેવાય શકે છે નિર્ણય
  • રાત્રી કર્ફ્યું યથાવત રાખી શકે છે સરકાર
  • આજે સાંજે ગાંધીનગર ખાતે કોર ગ્રૂપની બેઠક
  • મોડી સાંજે સરકાર કરી શકે છે મહત્વની જાહેરાત

રાજ્યમાં કોરોનાનાં દૈનિક કેસોમાં હવે ઘટાડો નોંધાઇ રહ્યો છે. વળી હવે જનતામાં પણ કોરોનાથી બચવા માટેની જાગૃતતા દેખાઇ રહી છે. બીજી તરફ આજે ગુજરાતનાં 36 શહેરોમાં કરફ્યું આગળ લંબાવવું કે નહી તે માટે નિર્ણય લેવામાં આવવાનો છે.

ઇઝરાઇલ-ગાઝા યુદ્ધ / ગાઝામાં સ્થિતિ વધુ વણસી, એક માત્ર કોરોના ટેસ્ટ લેબ નષ્ટ,હુમલામાં વધુ 6નાં મોત

આપને જણાવી દઇએ કે, કોરોનાનાં દૈનિક કેસોમાં નોંધાયેલા ઘટાડાનાં કારણે સરકાર પ્રતિબંધો હળવા બની શકે છે. આ પહેલા તાઉતે વાવાઝોડાનાં કારણે નિયંત્રણોને 3 દિવસ લંબાવવામાં આવ્યુ હતુ. જણાવી દઇએ કે, આજે સાંજે ગુજરાતમાં રાત્રિ કરફ્યું અને પ્રતિબંધોને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મહત્વની બેઠક ગાંધીનગર ખાતે યોજાવાની છે. જેમા આ નિયંત્રણો આગળ લંબાવવા કે નહી તે અંગે નિર્ણય લેવામાં આવશે. જો કે આ પહેલા રાજ્યભરનાં વેપારી સંગઠનો નિયંત્રણો હટાવવા સરકારને માંગ કરી ચુક્યા છે. આપને જણાવી દઈએ કે, અગાઉ તાઉતે વાવાઝોડાનાં કારણે 3 દિવસ 18, 19 અને 20 મે સુધી પ્રતિબંધો લંબાવવામાં આવ્યા હતા.

નિરીક્ષણ / આજે સવારે 10.00 કલાકે CM રૂપાણી કરશે વાવાઝોડાથી પ્રભાવિત આ વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ

હાલમાં ગુજરાતમાં 36 શહેરોની વાત કરીએ તો ગાંધીનગર, પાટણ, મહેસાણા, હિંમતનગર, પાલનપુર, અમદાવાદ, વડોદરા, આણંદ, નડિયાદ, ગોધરા, દાહોદ, વિરમગામ, છોટાઉદેપુર, સુરત, ભરૂચ, નવસારી, વલસાડ, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ, ગાંધીધામ, ભુજ, મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી, પોરબંદર, બોટાદ, વેરાવળ, ડીસા, અંકલેશ્વર, વાપી, મોડાસા, રાધનપુર, કડી અને વિસનગર સહિત કુલ 36 શહેરોમાં રાત્રિનાં 08થી સવારનાં 06 વાગ્યા સુધી કોરોના કરફ્યું અને વધારાનાં નિયંત્રણો લાગૂ કરવામાં આવ્યા છે. આ સિવાય ગુજરાત માટે એક મહંદઅંશે સારા સમાચાર મળી રહ્યા છે. રાજ્યમાં કોરોનાની બીજી લહેરમાં છેલ્લા એક અઠવાડિયાથી કોરોના કેસની સંખ્યામાં ક્રમશઃ ઘટાડો જોવા મળી રહ્યો છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

kalmukho str 16 ગુજરાતનાં 36 શહેરોમાં કરફ્યું અંગે આજે લેવાશે નિર્ણય, બજારો ખોલવાની મળી શકે છે મંજૂરી