suprim court/ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આંગણવાડી સેવાઓ શરૂ કરવા SCનો આદેશ

રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આંગણવાડી સેવાઓ શરૂ કરવા SCનો આદેશ

Top Stories India
corona 12 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આંગણવાડી સેવાઓ શરૂ કરવા SCનો આદેશ

31 જાન્યુઆરી સુધીમાં રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આંગણવાડી સેવાઓ શરૂ કરવાનો સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે. ભારતની સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આંગણવાડી સેવાઓ શરૂ કરવા આદેશ આપ્યો છે.

આદેશમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ 31 જાન્યુઆરી સુધીમાં આંગણવાડી સેવાઓ શરૂ કરવા અંગે નિર્ણય લેવો જોઈએ. જો કે હાલમાં કન્ટેન્ટ ઝોનમાં આંગણવાડી સેવાઓ શરૂ કરવામાં આવશે નહીં.

સુપ્રીમ કોર્ટે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સગર્ભા સ્ત્રીઓ, સ્તનપાન કરાવતી માતાઓ અને કુપોષિત બાળકોને પોષક ખોરાક પૂરો પાડવા પણ નિર્દેશ આપ્યો છે. અદાલતના જણાવ્યા અનુસાર સંપૂર્ણ સંચાલન કરવું જોઈએ.

ઉલ્લેકનીય છે કે,  કોરોનાને કારણે 14 લાખ આંગણવાડીઓ બંધ હોવાનો મુદ્દો અરજીમાં ઉઠાવવામાં આવ્યો હતો. અરજીમાં કહેવામાં આવ્યું છે કે શિશુઓ અને માતાને પોષક ખોરાક નથી મળી રહ્યો.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…