Budget 2024/ બજેટમાં ગિફ્ટ સિટીને લઈને મોટી જાહેરાતો, રિવરફ્રન્ટ માટે રૂપિયા 100 કરોડની જોગવાઈ

ગિફ્ટ સિટી ગ્લોબલ ફાયનાન્‍સ હબ તરીકે ઉભરી રહેલ છે. 900 એકરથી 3300 એકરમાં વિસ્તરણ કરી ગિફ્ટ સિટીને પ્લાન્‍ડ ગ્રીન સિટી તરીકે વિકસાવવામાં આવશે.

Top Stories Gandhinagar Union budget 2024 Gujarat
YouTube Thumbnail 12 બજેટમાં ગિફ્ટ સિટીને લઈને મોટી જાહેરાતો, રિવરફ્રન્ટ માટે રૂપિયા 100 કરોડની જોગવાઈ
  • ગિફ્ટ સિટી માટે સરકરાની મોટી જોહેરાત
  • 900 એકરમાંથી 3300 એકરમાં વિસ્તરણ કરાશે ગિફ્ટ સીટી
  • ગિફ્ટ સિટી આસપાસ 4.5 કિમીનો રિવરફ્રન્ટ બનાવાશે
  • વર્તમાન ગિફ્ટ સીટીમાં થશે વધારો

ગુજરાત વિધાનસભા ગૃહમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ત્રીજી વખત વાર્ષિક બજેટ રજૂ કર્યું છે. ગુજરાતનું આ વખતેનું બજેટ ઐતિહાસિક છે કારણ કે આ વખતે રૂપિયા 3,32,465 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. આ બજેટમાં અમદાવાદ અને ગાંધીનગરને લઈને પણ માટે પણ ઘણા મોટા એલાન કરવામાં આવ્યા છે.

ગિફ્ટ સિટી ગ્લોબલ ફાયનાન્‍સ હબ તરીકે ઉભરી રહેલ છે. 900 એકરથી 3300 એકરમાં વિસ્તરણ કરી ગિફ્ટ સિટીને પ્લાન્‍ડ ગ્રીન સિટી તરીકે વિકસાવવામાં આવશે. જેનાથી સમગ્ર વિશ્વમાં ગિફ્ટ સિટીની “સપનાનું શહેર” તરીકે આગવી ઓળખ પ્રસ્થાપિત થશે. ગિફ્ટ સિટીમાં સૂચિત વિકાસ કાર્યોને પરિપૂર્ણ કરીને “વોક ટુ વર્ક” “લિવ-વર્ક-પ્લે કમ્યુનિટી”ની કલ્પના સાકાર થશે. આ વિકાસ કાર્યોમાં 4.5 કિ.મી. લાંબો રિવરફ્રન્ટ, રીક્રીએશનલ ઝોન, શૈક્ષણિક સંસ્થાઓ, આરોગ્યલક્ષી સવલતો, મેટ્રો કનેક્ટિવિટી તથા સેન્ટ્રલ પાર્કની સુવિધાઓનો સમાવેશ થશે.

  • GIFT સિટી ખાતે ‘ફિન-ટેક હબ’ની સ્થાપના કરવામાં આવશે જેના માટે `52 કરોડની જોગવાઇ.
  • ગાંધીનગર ગિફટ સિટી નજીક સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટની કામગીરી માટે `100 કરોડની જોગવાઈ.

આ બજેટમાં અમદાવાદ માટે પણ ઘણા મોટા એલાન કરવામાં આવ્યા છે. જેમાં અમદાવાદ રિવરફ્રન્ટની લંબાઈ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રિવરફ્રન્ટ ગાંધીનગર સુધી લંબાવાશે અને તેની લંબાઈ 38.2 કિલોમીટર સુધીની થશે.

શહેરી આયોજન અને વહીવટમાં ગુણાત્મક સુધારા થાય એ આજના ઝડપથી વધતા જતા શહેરીકરણની માંગ છે. શહેરોને આર્થિક રીતે ગતિશીલ, જીવંત, રહેવાલાયક અને પર્યાવરણની દ્રષ્ટિએ ટકાઉ તેમજ સક્ષમ બનાવવા “ઈઝ ઓફ લિવિંગ” પર ધ્યાન આપવું આવશ્યક છે. શહેરોમાં માર્ગો, પુલો, પાણી પુરવઠો, ગટર-વ્યવસ્થા, આરોગ્ય અને પરિવહન જેવી માળખાકીય સગવડોને સુદ્રઢ કરવામાં આવશે. શહેરી વિસ્તારમાં જળવાયુ પરિવર્તનના પડકારો સાથે પ્રાકૃતિક આપદાઓ તેમજ અગ્નિશમનની સેવાઓ પૂરી પાડવા તંત્રની સક્ષમતાને વધારવામાં આવશે. શહેરી ગરીબોને આવાસની સુવિધા ઉપલબ્ધ કરાવવા પ્રધાનમંત્રી આવાસ યોજના(શહેરી) અંતર્ગત બાકી રહેતા લાભાર્થીઓ માટે સમયબદ્ધ રીતે કામ કરવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મની એક્સચેન્જની આડમાં શંકાસ્પદ નાણાકીય વ્યવહારો ઝડપાયા

આ પણ વાંચો:અડાજણમાં 22 વર્ષીય પરિણીતાનો આપઘાત, પરિવારે ન્યાયની માગ કરી

આ પણ વાંચો:પાનના ગલ્લાની રૂપિયા 4500ની ઉઘરાણીમાં યુવાનને સરેઆમ રહેંસી નાંખ્યો