સુરત/ પાસ કન્વીનર અલ્પેશ કથીરિયાની ધરપકડ, પોલીસે એટ્રોસીટીનો ગુનો દાખલ કર્યો

સુરતમાં પાસ કન્વીનર અલ્પેશ કથીરિયાની ધરપકડ, પોલીસે એટ્રોસીટીનો ગુનો દાખલ કર્યો

Gujarat Surat Trending
વ૧ 2 પાસ કન્વીનર અલ્પેશ કથીરિયાની ધરપકડ, પોલીસે એટ્રોસીટીનો ગુનો દાખલ કર્યો

ચૂંટણીના દિવસે થયેલી માથાકૂટનો મામલો

ફરિયાદી અને અલ્પેશ વચ્ચે થયેલી મારામારી

માથાકૂટને લઈને કામરેજ પોલીસે કરી ધરપકડ

સુરત ખાતે પાસ કન્વીનર અલ્પેશ કથીરિયાની ધરપકડ કરવામાં આવી છે. ચૂંટણીના દિવસે થયેલી માથાકૂટ સબબ ફરિયાદી અને અલ્પેશ કથીરિયા વચ્ચે થયેલી મારામારી ને લઇ અલ્પેશ કથીરિયાની ધરપકડ કરી એટ્રોસિટી એકટ હેઠળ ગુનો દાખલ કર્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર કામરેજ ગત 21મી ફેબ્રુઆરીના રોજ યોજાયેલી સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં મતદાન સમયે  વેલંજા ગામના મતદાન મથક નજીક વાનમાં બેઠેલા બી.ટી.એસ. ના કાર્યકરો સાથે પાસ આગેવાન અલ્પેશ કથીરીયા સાથે આવેલા 100 થઈ વધુ ટોળાએ મારામારી કરી હતી. આ ઘટનામાં સુરત ગ્રામ્ય SOG પોલીસે અલ્પેશ કથીરીયાની શનિવારે મોડી રાત્રે ધરપકડ કરી હતી.

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીનું મતદાન 21મી ફેબ્રુઆરીના રોજ યોજાયું હતું. મહાનગરમાં નવા સમાવયેલા કામરેજ તાલુકાના વેલંજા ગામના મતદાન મથક નજીક બી.ટી.એસ.ના 6 કાર્યકર્તાઓ મારુતિવાનમાં બેઠેલા હતા.  સાંજના સમયે પાટીદાર આંદોલનના અગ્રણી અલ્પેશ કથીરિયા સહિત 100 થી વધુનું ટોળું આવતા વાનમાં બેઠેલા બી.ટી.એસ. કાર્યકરોએ તેમનો વીડિયો ઉતારવાનું શરૂ કર્યું હતું. આથી બંને વચ્ચે બોલાચાલી બાદ પાસ કાર્યકરોના ટોળાએ બી.ટી.એસ.ના કાર્યકરોને અપશબ્દો બોલીને બબાલ કરી હતી. આ ઘટના અંગે જે તે સમયે બી.ટી.એસ. કાર્યકરો પૈકી જેકીન સુમન વસાવાએ કામરેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જે આધારે પોલીસે પાસના અલ્પેશ કથીરિયા સહિત 150 થી 200ના ટોળા વિરુદ્ધ ધાડ, રાયોટિંગ અને એટ્રોસીટીનો ગુનો નોંધ્યો હતો. આ પ્રકરણની તપાસ એસ.સી.એસ.ટી. સેલના ડી.વાય.એસ.પી. ભાર્ગવ પંડ્યા કરી રહ્યા હતા.

આ કેસમાં અત્યાર સુધીમાં 6 શખ્સોની ધરપકડ કરી પોલીસ રિમાન્ડ હેઠળ અન્ય શખ્સોની સંડોવણી અંગે પૂછપરછ કરી કરી હતી. બાદમાં શનિવારે મોડી રાત્રે સુરત ગ્રામ્ય SOG પોલીસે પાસ આગેવાન અલ્પેશ કથીરિયાને ઝડપી લીધો હતો.