Not Set/ ખિલવાડ કે પૈસાનો દમ : NEETની એક્ઝામમાં ૦ ગુણ, છતાં વિદ્યાથીઓને મળ્યું MBBSમાં મળ્યું એડમિશન.. વાંચો.

નવી દિલ્હી, કેન્દ્ર સરકારના માનવ સંશાધન મંત્રાલય દ્વારા દેશની શિક્ષણ પ્રણાલીને વધુ સરળ અને સુઘડ બનાવવા માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ આ વચ્ચે એજ્યુકેશન સિસ્ટમ સાથે એ પ્રકારે ખિલવાડ કરવામાં આવ્યો છે તે જાણીને એક સમયે આશ્ચર્યચકિત થઈ શકો છો. એક તબક્કે તમને ખબર પડે કે NEETની એકઝામમાં એક કે અથવા બે […]

India Trending
NEET exam 2018 vizag now ખિલવાડ કે પૈસાનો દમ : NEETની એક્ઝામમાં ૦ ગુણ, છતાં વિદ્યાથીઓને મળ્યું MBBSમાં મળ્યું એડમિશન.. વાંચો.

નવી દિલ્હી,

કેન્દ્ર સરકારના માનવ સંશાધન મંત્રાલય દ્વારા દેશની શિક્ષણ પ્રણાલીને વધુ સરળ અને સુઘડ બનાવવા માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ આ વચ્ચે એજ્યુકેશન સિસ્ટમ સાથે એ પ્રકારે ખિલવાડ કરવામાં આવ્યો છે તે જાણીને એક સમયે આશ્ચર્યચકિત થઈ શકો છો.

એક તબક્કે તમને ખબર પડે કે NEETની એકઝામમાં એક કે અથવા બે વિષયમાં તમને એક ડીજીટના કે ૦ ગુણ આવ્યા છતાં એમબીબીએસના કોર્સમાં તમને એડમિશન મળી જાય. એક સમયે આ વાત ખોટી લાગે પરંતુ આ એક કડવું સત્ય છે.

હકીકતમાં ૨૦૧૭માં MBBSના કોર્સ માટે એવા વિદ્યાથીઓને એડમિશન મળ્યું છે જેઓએ NEETની એકઝામમાં જેઓએ ૦ અથવા તો માત્ર સિંગલ ડીજીટના ગુણ મળ્યા છે.

મેડિકલ કોર્સમાં પ્રવેશવા માટે આયોજિત થનારી NEETની એક્ઝામમાં ઓછામાં ઓછા ૪૦૦ વિદ્યાથીઓને ફિજીક્સ અને કેમેસ્ટ્રીમાં સિંગલ ડીજીટ માર્કસ મળ્યા છે તો ૧૧૦ વિધાથીઓને ૦ ગુણ મેળવ્યા છે, તો પણ આ તમામ વિધાથીઓને MBBSના કોર્સમાં એડમિશન મળ્યું છે.

MBBSના કોર્સમાં મોટા ભાગના વિદ્યાથીઓને પ્રાઇવેટ મેડિકલ કોલેજોમાં એડમિશન મળ્યું છે. આ જોતા હવે સવાલો ઉભા થયા છે કે, ઝીરો ગુણ મળ્યા બાદ પણ આ વિદ્યાથીઓને કેવી રીતે એડમિશન મળ્યું.

જો કે આ અંગે એક એંગ્રેજી અખબાર દ્વારા ૧૯૯૦ વિદ્યાથીઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું, જેઓને ૧૫૦ ગુણ મળ્યા બાદ પણ ૨૦૧૭માં એડમિશન મળ્યું હતું. આ વિશ્લેષણ દરમિયાન ૫૩૦ એવા પણ વિદ્યાથીઓ સામે આવ્યા છે જેઓએ ફિજીક્સ, કેમિસ્ટ્રી અથવા તો બંને વિષયોમાં સિંગલ ડીજીટ કે ઝીરો ગુણ મળ્યા છે.

પૈસાના દમ પર લેવામાં આવ્યા એડમિશન

૨૦૧૭માં ૧૫૦થી પણ ઓછા ગુણવાળા વિદ્યાથીઓને MBBSના કોર્સમાં એડમિશન મળ્યા બાદ સામે આવ્યું છે કે આ તમામ વિદ્યાથીઓએ પૈસાના દમ પર NEETની પરીક્ષામાં નંબર આવ્યા બાદ તેઓને મેડિકલ કોલેજોમાં એડમિશન મળ્યું છે.

મહત્વનું છે કે, MBBSના કોર્સ માટે કોમન એન્ટ્રેસ એક્ઝામ માટે જાહેર કરવામાં આવેલા એક નોટિફિકેશનમાં એક વિષયમાં ઓછામાં ઓછા ૫૦ ટકા ગુણ લાવવાના અનિવાર્ય હતા. પરંતુ ત્યારબાદ પર્સેટાઈલ સિસ્ટમને અપનાવવામાં આવી છે અને દરેક વિષયમાં અનિવાર્ય નંબરની બાધા હવે ખતમ થઈ છે.