Not Set/ સેના વિરુદ્ધ એફઆઈઆર કરી શકાય નહિ – સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકાર

શોપિયાં ફાયરીંગ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનવણી દરમ્યાન જમ્મુ કશ્મીર સરકારે કહ્યું હતું કે એફઆઈઆરની તપાસ અનિશ્ચિત સમય સુધી રોકી શકાય નહી. જયારે સોમવારે કેન્દ્ર સરકારે કહ્યું કે રાજ્ય સરકારને સેના વિરુદ્ધ એફઆઈઆર લેવાનો કોઈ અધિકાર નથી. મેજર આદિત્ય અને બીજા સેનાકર્મીઓ સામેની એફઆઈઆરની તપાસ પર રોક કાયમ રહેશે. સુપ્રીમ કોર્ટ આ મામલે 30 જુલાઈના સુનવણી કરશે. […]

Top Stories India
660541 644622 633445 632013 supreme courtofindia સેના વિરુદ્ધ એફઆઈઆર કરી શકાય નહિ - સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકાર

શોપિયાં ફાયરીંગ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનવણી દરમ્યાન જમ્મુ કશ્મીર સરકારે કહ્યું હતું કે એફઆઈઆરની તપાસ અનિશ્ચિત સમય સુધી રોકી શકાય નહી. જયારે સોમવારે કેન્દ્ર સરકારે કહ્યું કે રાજ્ય સરકારને સેના વિરુદ્ધ એફઆઈઆર લેવાનો કોઈ અધિકાર નથી. મેજર આદિત્ય અને બીજા સેનાકર્મીઓ સામેની એફઆઈઆરની તપાસ પર રોક કાયમ રહેશે. સુપ્રીમ કોર્ટ આ મામલે 30 જુલાઈના સુનવણી કરશે.

657273 armykashmir970 e1531743997764 સેના વિરુદ્ધ એફઆઈઆર કરી શકાય નહિ - સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકાર

જમ્મુ કશ્મીર સરકારનું કહેવું છે કે સીઆરપીસી માં જોગવાઈ છે કે અપરાધ ની ફરિયાદ મળે એટલે એફઆઈઆર લેવામાં આવવી જોઈએ. એના માટે કોઈ પણ વ્યક્તિ કે વર્ગને છૂટ આપી શકાય નહિ. જયારે કેન્દ્ર સરકારનું કહેવું છે કે રાજ્ય સરકાર કેન્દ્ર સરકારની મંજુરી વગર સેનાના કોઈ પણ અધિકારી પર અપરાધિક કાર્યવાહી કરી શકે નહિ.

sb5q3Lfhdgfbf e1531744024635 સેના વિરુદ્ધ એફઆઈઆર કરી શકાય નહિ - સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકાર

સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે રાજ્યની પોલીસ અત્યારે કોઈ તપાસ કરી શકશે નહી આ મામલો સેનાના અધિકારીઓનો છે કોઈ સામાન્ય વ્યક્તિનો નહિ. વેણુગોપાલ એ કહ્યું કે એક્ટ 7 મુજબ રાજ્ય સરકાર આ રીતે એફઆઈઆર  લખી શકે નહી. આના માટે કેન્દ્ર સરકારની મંજુરી લેવી અનિવાર્ય છે. જયારે આ વાતને લઈને જમ્મુ કશ્મીર સરકારે વિરોધ કર્યો છે કે એફઆઈઆર દર્જ કરવા સમયે એની જરૂર નથી.એફઆઈઆરમાં મેજર આદિત્ય નું નામ આરોપી તરીકે નથી. આ અંગે તપાસ પર રોક લગાવવી ન જોઈએ એવું રાજ્ય સરકાર નું કહેવું છે.

હવે આ અંગે સુપ્રીમ કોર્ટ ફેસલો કરશે કે શું એફઆઈઆર લેવી એ કાયદેસર છે કે ગેરકાયદેસર?