Not Set/ ‘ઈટ કા જવાબ પથ્થર સે’- ટ્રોલર ને લખ્યો ઓપન લેટર- ‘ દાઉદ , રાહુલ ગાંધી અને મોહન ભાગવતને પૂછી જુઓ , “મુલ્ક” માં એમના પૈસા નથી લાગ્યા’

થોડા દિવસ પહેલા જ ટ્રેલર રીલીઝ થયું હતું ફિલ્મ “મુલ્ક’ નું, જેમાં ઋષિ કપૂર અને તાપસી પન્નું છે. એક મુસ્લિમ પરિવાર પોતના પર લાગેલા આતંકવાદીના આરોપો સામે કઈ રીતે લડે છે અને પોતાનું સન્માન મેળવવા કેટલી મુશ્કેલીઓનો સામનો કરે છે એની આખી કહાની છે. લોકો કોઈ પણ વાત લઈને ટ્રોલ કરતા રહેતા હોય છે અને […]

Entertainment
Anubhav Sinha slammed trolls in an open letter on Twitter ‘ઈટ કા જવાબ પથ્થર સે’- ટ્રોલર ને લખ્યો ઓપન લેટર- ‘ દાઉદ , રાહુલ ગાંધી અને મોહન ભાગવતને પૂછી જુઓ , “મુલ્ક” માં એમના પૈસા નથી લાગ્યા’

થોડા દિવસ પહેલા જ ટ્રેલર રીલીઝ થયું હતું ફિલ્મ “મુલ્ક’ નું, જેમાં ઋષિ કપૂર અને તાપસી પન્નું છે. એક મુસ્લિમ પરિવાર પોતના પર લાગેલા આતંકવાદીના આરોપો સામે કઈ રીતે લડે છે અને પોતાનું સન્માન મેળવવા કેટલી મુશ્કેલીઓનો સામનો કરે છે એની આખી કહાની છે.

લોકો કોઈ પણ વાત લઈને ટ્રોલ કરતા રહેતા હોય છે અને આ વખતે સંકજામાં આ મુવી આવી ગઈ છે. અનુભવ સિન્હા જે આ મુવીના નિર્દેશક છે એમણે આ તમામ નફરત ફેલાવનારા લોકોને લેટર લખ્યો છે જે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. લોકો એવી વાતો કરી રહ્યા હતા કે, મુવી પ્રમોશન માટે મજહબ ને હથિયાર બનાવામાં આવી રહ્યું છે. મુસ્લિમોની સહાનુભુતિ મેળવવા માટે આ ફિલ્મ પ્રયાસ કરી રહ્યું છે. આ તમામ વાતો કરનારા લોકોને અનુભવ સિન્હાએ તગડો જવાબ આપ્યો છે.

એમણે લેટરમાં કહ્યું છે કે, મને આ તમામ લોકો માટે દયા આવે છે. તમે લોકો જેની મજાક ઉડાવો છો, જેના માટે નફરત ફેલાવો છો એમની પાસે કમ સે કમ પોતાનું કરિયર છે. એમની લાઈફ છે. ટ્રોલર્સની પોસ્ટ વાંચીને એમને હસવું આવે છે અને એમને સાથે સાથે એટલું ખરાબ પણ લાગે છે. ફિલ્મ કોઈ હિન્દુ કે મુસ્લિમની નથી આ ફિલ્મ તમારી છે, મારી છે, આપણી છે.

એમણે ક્લીયર કટ બીજી વાત કરી કે, આ ફિલ્મમાં દાઉદના પૈસા નથી લાગ્યા. કોંગ્રેસના પણ પૈસા નથી લાગ્યા. તમે રાહુલ ગાંધીને પૂછી શકો અને આરએસએસના પણ રૂપિયા લાગ્યા નથી. મોહન ભાગવતને પૂછી જુઓ. આ ફિલ્મમાં પૈસા દીપક મુકુટ અને એમના પિતા કમલ મુકુટ ના લાગ્યા છે ,જે એમની ફિલ્ડના ખુબ જાણકાર છે. અમે પ્રમોશન માટે કરોડો રૂપિયા ખર્ચી રહ્યા છીએ અને એના થી પણ વધુ રૂપિયા અમે ફિલ્મ બનાવામાં ખર્ચ્યા છે.

અનુભવ સિન્હાએ ટ્વીટ કરીને બધાને જવાબ આપ્યા છે.