Not Set/ ટોક્યો ઓલિમ્પિકમાં ભારતને બીજો મેડલ, પી.વી.સિંધુએ જીત્યો બ્રોન્ઝ મેડલ

સિંધુએ આ મેચમાં શરૂઆતથી જ પ્રભુત્વ જમાવ્યું હતું અને પ્રથમ ગેમમાં ચીની ખેલાડીને 21-13થી હરાવીને પોતાની પકડ મજબૂત કરી હતી. આ પછી પણ તેણે શાનદાર પ્રદર્શન કર્યું અને મેડલ પોતાના નામે કર્યો.

Top Stories Sports
મેડલ
  • બેડમિન્ટનમાં ભારતને બ્રોન્ઝ મેડલ
  • ચાઈનીઝ હરીફને આસાનીથી હરાવી
  • સિંધુની બ્રોન્ઝ માટેની મેચમાં શાનદાર રમત
  • ભારતને 1 સિલ્વર અને 1 બ્રોન્ઝ મેડલ

પીવી સિંધુએ ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. તેણે રવિવારે ચીની ખેલાડીને હરાવીને આ બ્રોન્ઝ મેડલ મેચમાં સિદ્ધિ હાંસલ કરી હતી. આ ઓલિમ્પિકમાં ભારત માટે આ બીજો મેડલ છે. સિંધુની આ સિદ્ધિથી સમગ્ર દેશમાં ખુશીની લહેર છે. સિંધુએ આ મેચમાં શરૂઆતથી જ પ્રભુત્વ જમાવ્યું હતું અને પ્રથમ ગેમમાં ચીની ખેલાડીને 21-13થી હરાવીને પોતાની પકડ મજબૂત કરી હતી. આ પછી પણ તેણે શાનદાર પ્રદર્શન કર્યું અને મેડલ પોતાના નામે કર્યો.

આપને જણાવી દઈએ કે, મીરાબાઈ ચાનૂએ ટોક્યો ઓલિમ્પિક 2020માં ઈતિહાસ રચી દીધો હતો.  ભારત માટે મીરાબાઈ ચાનૂએ પ્રથમ મેડલ જીત્યો હતો.  મીરાબાઈ ચાનૂએ ક્લીન એડ જર્કના પ્રથમ પ્રયત્નમાં 110 કિલોગ્રામનો ભાર ઉઠાવી.  બીજા પ્રયત્નમાં મીરાબાઈ ચાનૂએ 115 કિલોગ્રામનો વજન ઉપાડવાનો પ્રયત્ને કર્યો અને તેમાં તેને સફળતા મળી અને સિલ્વર મેડલ પોતાના નામે કર્યું. આ સાથે જ મિરાબાઈ ચાનૂ ટોક્યો ઓલિમ્પિક 2020માં ભારત માટે પ્રથમ મેડલ જીતનાર બની ગયા છે. આ ભારતનું પ્રથમ મેડલ હતું.

રાજકારણ / હમ દો હમારે દો ની સરકારને હેપી ફ્રેન્ડશિપ ડેઃ રાહુલ ગાંધી

રાજકારણ / કોંગ્રેસને મોટો ઝટકો, મણિપુર કોંગ્રેસનાં ભૂતપૂર્વ અધ્યક્ષ ભાજપમાં જોડાયા