Not Set/ INDvsSA, 1st Test : આર અશ્વિને તોડ્યો આ દિગ્ગજ ભારતીય બોલરનો રેકોર્ડ, મુરલીધરનની કરી બરાબરી

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચનાં 5 મા દિવસે ભારતીય ઓફ સ્પિનર ​​આર અશ્વિનને વધુ એક મોટો રેકોર્ડ નોંધાયો છે. આર.અશ્વિને સૌથી ઝડપી 350 વિકેટ લેવાનાં મુરલીધરનનાં રેકોર્ડની બરાબરી કરી દીધી છે. પ્રથમ ટેસ્ટનાં પાંચમા દિવસે આર અશ્વિને 10 રન બનાવીને રમી રહેલા ડે બ્રૂનને બોલ્ડ કરી આ કારનામો પોતાના નામે કર્યો હતો. […]

Top Stories Sports
873536 1 INDvsSA, 1st Test : આર અશ્વિને તોડ્યો આ દિગ્ગજ ભારતીય બોલરનો રેકોર્ડ, મુરલીધરનની કરી બરાબરી

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચનાં 5 મા દિવસે ભારતીય ઓફ સ્પિનર ​​આર અશ્વિનને વધુ એક મોટો રેકોર્ડ નોંધાયો છે. આર.અશ્વિને સૌથી ઝડપી 350 વિકેટ લેવાનાં મુરલીધરનનાં રેકોર્ડની બરાબરી કરી દીધી છે. પ્રથમ ટેસ્ટનાં પાંચમા દિવસે આર અશ્વિને 10 રન બનાવીને રમી રહેલા ડે બ્રૂનને બોલ્ડ કરી આ કારનામો પોતાના નામે કર્યો હતો.

આટલું જ નહીં, આર અશ્વિન સૌથી ઝડપી 350 ટેસ્ટ વિકેટ લેનાર પ્રથમ ભારતીય બોલર બન્યો છે. આર અશ્વિને ફક્ત 66 ટેસ્ટ મેચોમાં આ પરાક્રમ કર્યો છે. આ અગાઉ શ્રીલંકાનાં બોલર મુથૈયા મુરલીધરને પણ 66 મેચોમાં 350 વિકેટ લેવાનો કારનામો કરી બતાવ્યો હતો. વળી, ભારત માટે આ રેકોર્ડ ભૂતપૂર્વ લેગ સ્પિનર અનિલ કુંબલેનાં નામે હતો, જેમણે 77 ટેસ્ટમાં 350 વિકેટ ઝડપી હતી. આર અશ્વિને આ મેચમાં અત્યાર સુધીમાં 8 વિકેટ ઝડપી છે.

ભારતીય ટીમ તરફથી આર.અશ્વિને પ્રથમ ઇનિંગ્સમાં 7 વિકેટ લીધી હતી અને તેની ટેસ્ટ કારકિર્દીમાં 27 મી વખત 5 વિકેટ લીધી હતી. અનિલ કુંબલે પછી તે બીજો બોલર બન્યો હતો, જેણે સૌથી વધુ વખત ટેસ્ટ ક્રિકેટમાં 5 કે તેથી વધુ વિકેટ લીધી હોય. ભારતને આ મેચ જીતવા માટે 60 વિકેટની જરૂર છે જ્યારે દક્ષિણ આફ્રિકા 4 વિકેટનાં નુકસાન પર 60 રને રમી રહ્યું છે.

  • રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

Navratri Web Banner 728 x 90 INDvsSA, 1st Test : આર અશ્વિને તોડ્યો આ દિગ્ગજ ભારતીય બોલરનો રેકોર્ડ, મુરલીધરનની કરી બરાબરી