IPL 2021/ ક્રિકેટ ફેન્સ માટે આવી શકે છે Good News, આજે જાહેર થઇ શકે છે IPL-14 ની બાકી મેચોનું Schedule

બીસીસીઆઈએ કોરોના મહામારીનાં કારણે આઈપીએલ 2021 ની ટૂર્નામેન્ટ પૂર્ણ થયાા પહેલા જ સ્થગિત કરી દીધી હતી. ત્યારબાદ યુએઈમાં આ ટૂર્નામેન્ટની બાકીની મેચનું આયોજન કરવાનું નક્કી કરાયું હતું

Sports
11 37 ક્રિકેટ ફેન્સ માટે આવી શકે છે Good News, આજે જાહેર થઇ શકે છે IPL-14 ની બાકી મેચોનું Schedule

બીસીસીઆઈએ કોરોના મહામારીનાં કારણે આઈપીએલ 2021 ની ટૂર્નામેન્ટ પૂર્ણ થયાા પહેલા જ સ્થગિત કરી દીધી હતી. ત્યારબાદ યુએઈમાં આ ટૂર્નામેન્ટની બાકીની મેચનું આયોજન કરવાનું નક્કી કરાયું હતું. આવી સ્થિતિમાં, આઈપીએલ 2021 ની બાકીની 31 મેચ યુએઈમાં 19 સપ્ટેમ્બરથી 15 ઓક્ટોબર સુધી રમાવાની છે.

11 35 ક્રિકેટ ફેન્સ માટે આવી શકે છે Good News, આજે જાહેર થઇ શકે છે IPL-14 ની બાકી મેચોનું Schedule

ચેમ્પિયન / તીરંદાજી વર્લ્ડ કપમાં મિક્સ ઇવેન્ટમાં ભારતના પતિ-પત્નીએ ગોલ્ડ જીતીને ઇતિહાસ રચ્યો

આપને જણાવી દઇએ કે, બીસીસીઆઈ આજે આઇપીએલ 2021 નું શેડ્યૂલ જારી કરી શકે છે. તાજેતરમાં મળી રહેલા અહેવાલો મુજબ, આઇપીએલ 2021 ની ફાઈનલ મેચ દશેરાનાં દિવસે 15 ઓક્ટોબરે રમાશે. ક્રિકેટ ફેન્સ આઇપીએલ 2021 નાં ​​નવા શેડ્યૂલને લઈને ઉત્સાહિત છે અને તે જાણવા માંગે છે કે મેચોમાં કેવા પ્રકારનાં ફેરબદલ થયા છે. અબુધાબી સરકાર ક્વોરેન્ટિન નિયમો અંગે ખૂબ કડક છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આવી સ્થિતિમાં, બીસીસીઆઈ આ મામલે અબુધાબી સરકાર સાથે વાત કરી રહી છે કે, બાયો બબલમાં ખેલાડીઓને સ્થળાંતર કરવાની પ્રક્રિયામાં રાહત આપવામાં આવે. ટીમ ઈન્ડિયાનાં ખેલાડીઓ ટેસ્ટ સિરીઝ રમ્યા બાદ સીધા યુકેથી રવાના થશે. જેના કારણે, ટૂર્નામેન્ટમાં જોડાતા પહેલા તેમના માટે લાંબી ક્વોરેન્ટિન પ્રક્રિયામાંથી પસાર થવું શક્ય રહેશે નહીં.

11 36 ક્રિકેટ ફેન્સ માટે આવી શકે છે Good News, આજે જાહેર થઇ શકે છે IPL-14 ની બાકી મેચોનું Schedule

વન-ડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ / મિતાલી રાજ આજે રચશે નવો ઇતિહાસ , સચિન તેંડુલકર પછી પહેલી આવી ક્રિકેટર

રિપોર્ટ અનુસાર આઇપીએલ દરમ્યાન બાકીની મેચ ડબલ હેડરમાં હોઈ શકે છે. વળી કેરેબિયન પ્રીમિયર લીગ 2021 સાથે આઈપીએલ 2021 ની ટક્કર થઇ શકે છે. સીપીએલ 2021, 28 ઓગસ્ટથી શરૂ થશે અને તેની અંતિમ મેચ 19 સપ્ટેમ્બરનાં રોજ રમાશે. આવી સ્થિતિમાં, જો આઈપીએલ 2021 ની બાકીની મેચ 15 સપ્ટેમ્બર પછી રમાય છે, તો સીપીએલમાં ભાગ લેનારા વેસ્ટ ઇન્ડીઝનાં કેટલાક ખેલાડીઓ આઈપીએલની કેટલીક મેચોને ચૂકી શકે છે. ક્રિસ ગ્રીલ, કેરોન પોલાર્ડ, શિમરોન હેટમાયર, નિકોલસ પૂરન, આન્દ્રે રસેલ જેવા ખેલાડીઓ સીપીએલની આ સીઝનનો ભાગ છે.

11 34 ક્રિકેટ ફેન્સ માટે આવી શકે છે Good News, આજે જાહેર થઇ શકે છે IPL-14 ની બાકી મેચોનું Schedule

વર્લ્ડ ચેમ્પિયન / તીરંદાજી વર્લ્ડ કપમાં ભારતે ઇતિહાસ રચ્યો,અભિષેકે ભારતને ફાઇનલમાં ગોલ્ડ અપાવ્યો

આપને જણાવી દઇએ કે, આઈપીએલ 2021 નાં ​​બીજા તબક્કામાં ઘણા વિદેશી ખેલાડીઓની ગેરહાજરી બીસીસીઆઈ માટે ચિંતાનો વિષય બની શકે છે. ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા ટીમનાં ઘણા ખેલાડીઓ આઈપીએલમાં રમે છે. તે સમયે આઈપીએલનાં બીજા તબક્કાનાં આયોજનની વાત કરવામાં આવી રહી છે, ત્યારે આ ટીમોનું સમયપત્રક નક્કી થઈ ચૂક્યું છે. ઇસીબીનાં ડિરેક્ટર એશ્લે જાઇલ્સે અગાઉ સ્પષ્ટ કરી દીધું હતું કે, આઇપીએલ 2021 ની બાકીની મેચ માટે ઈંગ્લિસ ખેલાડીઓ ઉપલબ્ધ નહીં હોય. વળી, ઓસ્ટ્રેલિયન ટીમનાં ખેલાડીઓ પણ બીજી ટૂર્નામેન્ટમાં વ્યસ્ત રહેશે.

Footer ક્રિકેટ ફેન્સ માટે આવી શકે છે Good News, આજે જાહેર થઇ શકે છે IPL-14 ની બાકી મેચોનું Schedule