ભારતના દિગ્ગજ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઈજાના કારણે ન્યુઝીલેન્ડ સામે રમી શક્યો નહોતા. હાર્દિકના ટીમમાં ન હોવાને કારણે બેટિંગમાં થોડી સમસ્યા આવી હતી. જો રવિન્દ્ર જાડેજા કોહલીને સપોર્ટ ન કરી શક્યો હોત તો તેના પછી કોઈ ઓલરાઉન્ડર બચ્યો ન હોત. આવી સ્થિતિમાં ન્યુઝીલેન્ડ સામે બધાને પંડ્યા યાદ આવી રહ્યા હતા. ત્યારે BCCIએ હાર્દિક પંડ્યાને લઈને એક મોટું અપડેટ આપ્યું છે. BCCIના એક અધિકારીએ પંડ્યાની બદલીને લઈને મોટી વાત કહી છે.
રિપ્લેસમેન્ટને લઈને કહી આ વાત
મીડિયા રિપોર્ટમાં બીસીસીઆઈના એક અધિકારીના હવાલાથી કહેવામાં આવ્યું છે કે તેની ઈજા ગંભીર નથી અને રિપ્લેસમેન્ટ જેવી બાબતો પર અત્યારે વિચારણા કરવામાં આવી રહી નથી. હાલ તેને સારવાર માટે એનસીએમાં દાખલ કરવામાં આવ્યો છે. પરંતુ આશા છે કે તે જલ્દી સ્વસ્થ થઈને ઈંગ્લેન્ડ સામે વાપસી કરશે. હાર્દિક પંડ્યાની બદલી અંગે અધિકારીએ જણાવ્યું હતું કે પંડ્યાના પગમાં માત્ર મચકોડ છે. આવી સ્થિતિમાં તે જલ્દી જ કમબેક કરી શકે છે. પંડ્યાની બદલીનો પ્રશ્ન જ ઊભો થતો નથી.
પંડ્યા માટે ઇંગ્લેન્ડ સામે રમવું જરૂરી છે
BCCI દ્વારા મળેલી માહિતીથી ચાહકો અને ભારતીય ક્રિકેટ ટીમે રાહતનો શ્વાસ લીધો હશે. પંડ્યા માટે ઈંગ્લેન્ડ સામે રમવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો ભારત ઈંગ્લેન્ડને હરાવવામાં સફળ થશે તો તે સેમીફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લેશે. ઈંગ્લેન્ડને હરાવીને ભારતીય ટીમ આ વર્લ્ડ કપમાં સતત છઠ્ઠી જીત નોંધાવશે.
આ પણ વાંચો: Israel Hamas War/ એશિયામાં યુદ્ધનો ખતરો, અમેરિકાએ થાડ અને પેટ્રિયક મિસાલ તૈનાત કરશે
આ પણ વાંચો: Israel Hamas War/ ઈઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે Googleની મોટી કાર્યવાહી
આ પણ વાંચો: PM Modi Gujarat Visit/ શાહ પછી પીએમ મોદી આવશે ગુજરાતમાં, બે દિવસનું રોકાણ