ક્રિકેટ/ કોરોના પીડિતોની મદદ માટે હવે રિષભ પંત આવ્યો આગળ

ભારતીય વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત હવે એવા ક્રિકેટરોની યાદીમાં જોડાયો છે જેણે કોવિડ-19 સામેની દેશની લડતમાં પોતાનું યોગદાન આપ્યું છે.

Sports
123 192 કોરોના પીડિતોની મદદ માટે હવે રિષભ પંત આવ્યો આગળ

ભારતીય વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત હવે એવા ક્રિકેટરોની યાદીમાં જોડાયો છે જેણે કોવિડ-19 સામેની દેશની લડતમાં પોતાનું યોગદાન આપ્યું છે. સ્થગિત આઈપીએલ 2021 માં દિલ્હી કેપિટલ્સનું નેતૃત્વ કરનાર રિષભ પંતે ટ્વિટર પર ટ્વીટ કરીને એક વર્ષ કરતા વધુ સમયથી થાક્યા વિના સતત મહેનત કરી રહેલા ફ્રન્ટલાઈન કર્મચારીઓને સલામ કર્યુ છે.

કોરોનાથી નિધન / કોરોના સામે જંગ લડી રહેલા પિયુષ ચાવલાનાં પિતાએ આજે લીધો અંતિમ શ્વાસ

23 વર્ષીય પંતે લખ્યું છે કે, તે પથારીવાળા ઓક્સિજન સિલિન્ડર, કોવિડ-19 રાહત કીટ અને અન્ય ઘણી વસ્તુઓ માટે નાણાકીય દાન આપી રહ્યો છે. આપને જણાવી દઇએ કે, ભારતમાં ઓક્સિજન સિલિન્ડર, પલંગ અને અન્ય ઉપકરણોની અછત છે. પંતે ટ્વીટ કરીને લખ્યું કે, ‘આ સમયે દેશમાં જે પ્રકારનું વાતાવરણ ચાલી રહ્યું છે તે જોઈને હું ખૂબ જ દુઃખી છું. હું પરિવારનાં બધા સભ્યો માટે પ્રાર્થના કરું છું જેમણે તેમના પ્રિયજનો ગુમાવ્યા છે. મેં ક્રિકેટ રમતથી એક મહત્વપૂર્ણ વાત શીખી છે કે, આપણે એક ટીમની જેમ, એક લક્ષ્યને લઇને સાથે લડવું જોઈએ. છેલ્લા એક વર્ષથી ફ્રન્ટલાઈન કર્મચારીઓ, જે સતત થાક્યા વિના દેશની સેવા કરી રહ્યા છે તેમને હુ સલામ કરુ છું.’

Test series / ઇંગ્લેન્ડ વિરૂદ્ધ 5 ટેસ્ટ મેચની શ્રેણીમાં ભારત 3-2 થી જીતશે : રાહુલ દ્રવિડે કરી ભવિષ્યવાણી

તેમણે આગળ લખ્યું કે, ‘હું હેમકુંટ ફાઉન્ડેશનને આર્થિક મદદ કરી રહ્યો છું, જેથી તેઓ કોરોના પીડિતોને બેડ સહિત ઓક્સિજન સિલિન્ડર, કોરોના કીટ અને ઘણુ બધુ એવુ આપી શકે છે, જેનાથી જે લોકો આ તમામ સમસ્યાઓથી લડી રહ્યા છે, તેમની મદદ થઇ શકે. હું ખાસ કરીને ગ્રામીણ ભારત અને બિન-મેટ્રો શહેરોમાં તબીબી સહાયતા અને સહાયતા આપતી સંસ્થાઓ સાથે કામ કરવા માટે ઉત્સુક છું, જેમની પાસે મોટા શહેરો જેવી તબીબી માળખાકીય સુવિધાઓ નથી. હું દરેકને વિનંતી કરું છું કે કોરોના પીડિતોને મદદ કરવા માટે કંઈક દાન આપો, જેથી આપણે આ મુશ્કેલ સમયમાંથી વહેલી તકે બહાર આવી શકીએ.’ પંતે લોકોને જાગૃત કરતા કહ્યું કે, “દેશમાં શક્ય તેટલું કોરોના બચાવ અંગે જાગૃતિ ફેલાવો અને સરકાર દ્વારા ચલાવવામાં આવતા રસીકરણ કાર્યક્રમ અંગે લોકો સુધાી પોતાની વાતને પહોંચાડો.” અંતે, તમારે બધા જરૂર ધ્યાન રાખો કે સુરક્ષિત રહેશો, બધા નિયમોનું પાલન કરો અને જ્યારે પણ શક્ય હોય ત્યારે કોરોના સામે લડવા રસી લઇ લો.’

sago str 8 કોરોના પીડિતોની મદદ માટે હવે રિષભ પંત આવ્યો આગળ