IIPL 2024/ આઇપીએલ 2024ની ફાઇનલમાં હૈદરાબાદ 113 રનમાં ઓલઆઉટ, રસેલની 3 વિકેટ

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 સીઝનની ફાઈનલ મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે રમાઈ રહી છે. ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં આ મેચ રમાઈ રહી છે, જેમાં હૈદરાબાદની ટીમના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

Breaking News Sports
Beginners guide to 74 1 આઇપીએલ 2024ની ફાઇનલમાં હૈદરાબાદ 113 રનમાં ઓલઆઉટ, રસેલની 3 વિકેટ

ચેન્નાઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 સીઝનની ફાઈનલ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ ટોસ જીતીને બેટિંગમાં ઉતર્યા પછી કેકેઆર સામે 113 રનમાં ઓલઆઉટ થઈ ગયું છે. હૈદરાબાદનો પ્રારંભ જ નબળો રહ્યો હતો. તેણે પ્રથમ બે ઓવરમાં 6 રનમાં બંને ઓપનર અભિષેક શર્મા અને ટ્રેવિસ હેડને ગુમાવી દીધા હતા. 62 રન સુધીમાં હૈદરાબાદની અડધી ટીમ પેવેલિયન ભેગી થઈ ગઈ હતી. કેપ્ટન પેટ કમિન્સ 24 રન કરી ટોપ સ્કોરર હતો, તેના પરથી જ હૈદરાબાદની બેટિંગના મોરચે સ્થિતિ કેવી હતી તે સમજાઈ જાય છે.

હૈદરાબાદ કેકેઆરના બોલિંગ આક્રમણ સામે રીતસરનું ઝઝૂમતુ નજરે આવ્યુ હતુ. તે કેકેઆરના બોલરો સામે ક્યારેય છૂટ લઈ શક્યું ન હતું. કેકેઆર તરફથી રસેલે 19 રન આપી 3 વિકેટ ઝડપી હતી. જ્યારે સ્ટાર્કે બે વિકેટ ઝડપી હતી. હૈદરાબાદે નિયમિત અંતરે વિકેટો ગુમાવી હતી અને તે કોઈ મોટી ભાગીદારી કરી શક્યું ન હતું. તેના પગલે તે અપેક્ષા કરતાં ઘણો ઓછો સ્કોર નોંધાવી શક્યુ હતુ. આમ કેકેઆરને હવે 114 રનનો ટાર્ગેટ મળ્યો છે.

 ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 સીઝનની ફાઈનલ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે કોલકાતા નાઇટ રાઇડર્સ સામે ટોસ જીતીને બેટિંગ લીધા પછી ફક્ત 6 રનનાં  સ્કોર સુધીમાં બંનો ઓપનર અભિષેક શર્મા અને ટ્રેવિસ હેડને ગુમાવ્યા હતા. અભિષેક શર્માને સ્ટાર્કે અને ટ્રેવિસ હેડને વૈભવ અરોરાએ આઉટ કર્યો હતો.

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 સીઝનની ફાઈનલ મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે રમાઈ રહી છે. ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં આ મેચ રમાઈ રહી છે, જેમાં હૈદરાબાદની ટીમના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

છેલ્લી મેચમાં કેકેઆરનો પરાજય થયો હતો

KKR ટીમની કમાન શ્રેયસ અય્યરના હાથમાં છે, જ્યારે પેટ કમિન્સ હૈદરાબાદ ટીમની કમાન સંભાળી રહ્યો છે. બંને ટીમો વચ્ચે છેલ્લી ટક્કર ક્વોલિફાયર-1માં થઈ હતી. કોલકાતાએ આ મેચ 38 બોલ બાકી રહેતા 8 વિકેટે જીતી લીધી હતી.

KKRએ 2012 અને 2014માં આ ખિતાબ જીત્યો હતો

તમને જણાવી દઈએ કે કેકેઆર આ પહેલા 2012 અને 2014 આઈપીએલ સીઝનની ફાઇનલમાં પ્રવેશી હતી અને ગૌતમ ગંભીરની કેપ્ટન્સીમાં બંને વખત ટાઈટલ જીત્યું હતું. આ પછી, 2021 સીઝનમાં, તેઓ ઓએન મોર્ગનની કેપ્ટનશીપ હેઠળ ફાઇનલમાં પહોંચ્યા, પછી ચેન્નાઈ સુપર કિંગ્સ સામે હારી ગયા. હવે ચોથી વખત ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. જો KKR જીતશે તો તે તેનું ત્રીજું ટાઈટલ હશે.

બીજી તરફ સનરાઈઝર્સ હૈદરાબાદ છે જેણે અત્યાર સુધી માત્ર એક જ વાર ટાઈટલ જીત્યું છે. તેણે ડેવિડ વોર્નરની કપ્તાની હેઠળ 2016ની સીઝન જીતી, ત્યારબાદ ફાઇનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને હરાવ્યું. 2009માં પણ હૈદરાબાદની ટીમે ખિતાબ જીત્યો હતો, પરંતુ ત્યારે તેનું નામ ડેક્કન ચાર્જર્સ હતું અને ફ્રેન્ચાઈઝીના માલિક (ગાયત્રી રેડ્ડી) પણ અલગ હતા.

હૈદરાબાદ સામે કેકેઆરનો હાથ ઉપર છે

હૈદરાબાદ સામે કોલકાતાની ટીમ હંમેશા ઉપર રહી છે. બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 27 મેચ રમાઈ છે જેમાંથી KKR 18 મેચ જીતી છે. જ્યારે હૈદરાબાદ 9માં જીત્યું છે. છેલ્લી 5 મેચમાં (આ મેચ સિવાય) KKRનો દબદબો જોવા મળ્યો છે. તેણે 3 મેચ જીતી છે અને 2 હારી છે.

હૈદરાબાદ Vs કોલકાતા સામ-સામે

કુલ મેચઃ 27

કોલકાતા જીત્યાઃ 18

હૈદરાબાદ જીત્યાઃ 9

આ કોલકાતા-હૈદરાબાદની પ્લેઈંગ-11

કોલકાતા નાઈટ રાઈડર્સ: રહેમાનુલ્લા ગુરબાઝ (વિકેટકીપર), સુનીલ નારાયણ, વેંકટેશ ઐયર, શ્રેયસ ઐયર (કેપ્ટન), રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, રમનદીપ સિંહ, મિશેલ સ્ટાર્ક, વૈભવ અરોરા, હર્ષિત રાણા અને વરુણ ચક્રવર્તી.

ઈમ્પેક્ટ સબ: અનુકુલ રોય, મનીષ પાંડે, નીતિશ રાણા, કેએસ ભરત, શેરફેન રધરફોર્ડ.

સનરાઈઝર્સ હૈદરાબાદ: ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, રાહુલ ત્રિપાઠી, નીતિશ રેડ્ડી, એઈડન માર્કરામ, હેનરિક ક્લાસેન (વિકેટમેન), અબ્દુલ સમદ, પેટ કમિન્સ (કેપ્ટન), ભુવનેશ્વર કુમાર, જયદેવ ઉનડકટ, ટી. નટરાજન.

ઈમ્પેક્ટ સબ: સનવીર સિંહ, ઉમરાન મલિક, ગ્લેન ફિલિપ્સ, શાહબાઝ અહેમદ, વોશિંગ્ટન સુંદર


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વડોદરામાં શબવાહીનીઓની માગમાં ચિંતાજનક વધારો

આ પણ વાંચો: ગેમઝોનના પાર્ટનરો દ્વારા જરૂરી મંજુરી મુદ્દે પોલીસ કમિશનર થોથવાયા

આ પણ વાંચો: ગેમિંગ ઝોનમાં આગની ભયાનકતાનું કારણ પેટ્રોલ-ડીઝલનો જથ્થો

આ પણ વાંચો: રાજકોટ અગ્નિકાંડ બાદ સુરતમાં NOC વગર ધમધમી રહેલાં 6 ગેમ ઝોન કરાયા બંધ