શરમજનક/ ઓસ્ટ્રેલિયાનાં ટેસ્ટ કેપ્ટન ટિમ પેને અશ્લીલ મેસેજ મોકલવા મામલે છોડ્યું કેપ્ટન પદ

રિપોર્ટ અનુસાર, ક્રિકેટ તસ્માનિયાની એક મહિલા કર્મચારીએ દાવો કર્યો છે કે પેને તેના ગુપ્તાંગની તસવીરો સાથે તેને અશ્લીલ મેસેજ મોકલ્યા હતા. તે મહિલાએ 2017માં જ નોકરી છોડી દીધી હતી.

Sports
ટિમ પેન

ઓસ્ટ્રેલિયાનાં ટેસ્ટ કેપ્ટન ટિમ પેને શુક્રવારે પોતાના સહકાર્યકરને અશ્લીલ તસવીરો અને અશ્લીલ સંદેશા મોકલવા અંગે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વારા કરવામાં આવેલી તપાસ વચ્ચે રાજીનામું આપ્યું હતું. થોડા અઠવાડિયા પછી ઓસ્ટ્રેલિયાએ કટ્ટર હરીફ ઈંગ્લેન્ડ સામે એશિઝ સીરીઝ રમવાની છે. રિપોર્ટ અનુસાર, ક્રિકેટ તસ્માનિયાની એક મહિલા કર્મચારીએ દાવો કર્યો છે કે, પેને તેના ગુપ્તાંગની તસવીરો સાથે તેને અશ્લીલ મેસેજ મોકલ્યા હતા.

આ પણ વાંચો – Retirement / RCB નાં સૌથી વિસ્ફોટક બેટ્સમેને લીધો ક્રિકેટનાં તમામ ફોર્મેટમાંથી સન્યાસનો નિર્ણય

પેને એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, હું આજે ઓસ્ટ્રેલિયન મેન્સ ક્રિકેટ ટીમનાં કેપ્ટન પદેથી રાજીનામું આપી રહ્યો છું. આ ખૂબ જ મુશ્કેલ નિર્ણય છે પરંતુ મારા માટે, મારા પરિવાર અને ક્રિકેટ માટે યોગ્ય છે.” તેણે કહ્યું, “લગભગ ચાર વર્ષ પહેલા મેં એક મહિલાને ટેક્સ્ટ મેસેજ મોકલ્યો હતો જે તે સમયે સહકર્મી હતી.” મેં આ ઘટના માટે માફી માંગી અને હું આજે પણ માફી માંગુ છું. મેં મારી પત્ની અને પરિવાર સાથે પણ વાત કરી અને તેમની માફી અને સમર્થન માટે આભારી છું.” રિપોર્ટ અનુસાર, ક્રિકેટ તસ્માનિયાની એક મહિલા કર્મચારીએ દાવો કર્યો છે કે પેને તેના ગુપ્તાંગની તસવીરો સાથે તેને અશ્લીલ મેસેજ મોકલ્યા હતા. તે મહિલાએ 2017માં જ નોકરી છોડી દીધી હતી. દક્ષિણ આફ્રિકામાં બોલ ટેમ્પરિંગ કૌભાંડ બાદ પેનને 2018માં ઓસ્ટ્રેલિયન ટેસ્ટ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. બોર્ડે તેમનું રાજીનામું સ્વીકારી લીધું છે અને આગામી ટેસ્ટ કેપ્ટનની શોધ ચાલુ કરી લીધી છે. પેને કહ્યું, “અમને લાગ્યું કે મામલો સમાપ્ત થઈ ગયો છે અને હું ટીમ પર ધ્યાન કેન્દ્રિત કરી શકું છું.” પરંતુ મને તાજેતરમાં ખબર પડી કે Private Massage સાર્વજનિક થઈ ગયા છે. 2017 માં મારી તે ક્રિયા ઓસ્ટ્રેલિયન ક્રિકેટ કેપ્ટન તરીકે ચાલુ રાખવા માટે જરૂરી માપદંડોને અનુરૂપ નથી.”

આ પણ વાંચો – Celebration / સાક્ષીનાં જન્મ દિવસ પર આ શું કરી રહ્યા છે MS Dhoni? જુઓ આ Funny Video

તેણે કહ્યું, “મારી પત્ની, પરિવાર અને અન્ય પક્ષોને દુઃખ પહોંચાડવા બદલ હું માફી માંગુ છું.” આનાથી રમતની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચી તે બદલ પણ હુ માફી માંગુ છું.” તેણે કહ્યું, “મારા માટે તાત્કાલિક અસરથી કેપ્ટનશિપમાંથી રાજીનામું આપવું યોગ્ય છે. હું એશિઝ સીરીઝ પહેલા તૈયારીમાં કોઈ ખલેલ નથી ઈચ્છતો. હું ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમનો સમર્પિત સભ્ય બનીને રહીશ.” ક્રિકેટ ઓસ્ટ્રેલિયાનાં વડા રિચર્ડ ફ્રેડેનસ્ટીને કહ્યું કે, આ પેનનો પોતાનો નિર્ણય છે. તેણે એક નિવેદનમાં કહ્યું, “ટિમ પેનને લાગ્યું કે તેના પરિવાર અને ઓસ્ટ્રેલિયન ક્રિકેટ માટે પણ આ જ સાચું છે.” અમે તેના નિર્ણયનું સન્માન કરીએ છીએ. આ પ્રકારનું વર્તન સ્વીકાર્ય નથી. આ ભૂલ હોવા છતા, પેન એક ઉત્તમ કેપ્ટન રહ્યો છે અને અમે તેની સેવાઓ બદલ તેનો આભાર માનીએ છીએ.