IPL 2021/ મોર્ગનની કેપ્ટન ઈનિંગનાં દમ પર કોલકતાએ પંજાબ વિરુદ્ધ મેળવી 5 વિકેટે જીત

કોલકાતા નાઈટ રાઇડર્સે સોમવારે અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી આઈપીએલની 14 મી સીઝનની 21 મી મેચમાં પંજાબ કિંગ્સને પાંચ વિકેટે હરાવીને લીગમાં પોતાની બીજી જીત મેળવી છે.

Sports
123 135 મોર્ગનની કેપ્ટન ઈનિંગનાં દમ પર કોલકતાએ પંજાબ વિરુદ્ધ મેળવી 5 વિકેટે જીત

કોલકાતા નાઈટ રાઇડર્સે સોમવારે અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી આઈપીએલની 14 મી સીઝનની 21 મી મેચમાં પંજાબ કિંગ્સને પાંચ વિકેટે હરાવીને લીગમાં પોતાની બીજી જીત મેળવી છે. આ જીતનો હીરો કોલકતાનો કેપ્ટન ઇઓન મોર્ગન રહ્યો હતો, જેણે જવાબદારી ભરી ઈનિગ્સ રમી ટીમને જીત અપાવવામાં ખાસ ભૂમિકા ભજવી હતી.

IPL 2021 / સુરેશ રૈનાએ IPLમાં સિક્સરની બેવડી સદી કરી પૂર્ણ, જાણો તેણે અત્યાર સુધી કઈ-કઈ ઉપલબ્ધિ હાસિલ કરી

આપને જણાવી દઇએ કે, કોલકાતાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરતા પંજાબ કિંગ્સને નવ વિકેટ પર 123 રનમાં રોકી અને ત્યારબાદ 16.4 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કર્યું હતું. આ સીઝનમાં છ મેચોમાં કોલકાતાની આ બીજી જીત છે. ટીમનાં હવે ચાર પોઇન્ટ છે અને તે પોઇન્ટ ટેબલમાં પાંચમાં ક્રમે પહોંચી ગઈ છે. કોલકાતા દ્વારા સતત ચાર પરાજય બાદ આ પહેલો વિજય છે. પંજાબને છ મેચોમાં ચોથી હારનો સામનો કરવો પડ્યો છે. ટીમ ચાર પોઇન્ટ સાથે છઠ્ઠા સ્થાને છે. પંજાબ તરફથી મળેલી લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી કોલકતાની શરૂઆત પણ સારી રહી નહોતી અને ટીમે 17 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી, જેમાં શુભમન ગિલ (9), નીતીશ રાણા (0) અને સુનિલ નારાયણ (0) ની વિકેટ શામેલ છે. જો કે, આ પછી, રાહુલ ત્રિપાઠી (41) અને કેપ્ટન ઇઓન મોર્ગન (અણનમ 47) ચોથી વિકેટ માટે 48 બોલમાં 66 રનોની ભાગીદારી કરીને ટીમને સંભાળી. આ પછી ત્રિપાઠી આઉટ થઇ ગયો હતો. તેણે 32 બોલમાં સાત ચોક્કા ફટકાર્યા હતા. ત્રિપાઠીનાં આઉટ થયા બાદ આન્દ્રે રસેલ (10) પણ જલ્દી જ આઉટ થઇ ગયો હતો. જો કે, મોર્ગને એક છેડો પકડી રાખ્યો હતો અને 47 રનની અણનમ ઇનિંગ રમ્યા બાદ ટીમને પાંચ વિકેટથી જીતી લીધી હતી.

IPL 2021 / દિલ્હીને લાગ્યો મોટો ઝટકો, આર.અશ્વિને આઈપીએલથી લીધો બ્રેક, ટ્વીટ કરી જણાવ્યું કારણ

મોર્ગને 40 બોલમાં ચાર ચોક્કા અને બે છક્કા ફટકાર્યા હતા. દિનેશ કાર્તિકે બે ચોક્કાની મદદથી છ બોલમાં અણનમ 12 રન બનાવ્યા હતા. પંજાબ કિંગ્સ તરફથી મોહમ્મદ શમી, મોઝેસ ઓનરીકેઝ, અર્શદીપ સિંહ અને દિપક હૂડાએ એક-એક વિકેટ ઝડપી હતી. આ અગાઉ કોલકાતા નાઈટ રાઇડર્સે પંજાબ કિંગ્સને નિર્ધારિત 20 ઓવરમાં 9 વિકેટે 123 રનનાં સ્કોર પર રોકી દીધી હતી. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા પંજાબ તરફથી કેપ્ટન લોકેશ રાહુલ અને મયંક અગ્રવાલે પ્રથમ વિકેટ માટે 36 રનની ભાગીદારી કરી હતી. આ પછી, ટીમ પૂરી રીતે ઘૂંટણીએ બેસી ગઇ હતી. અગ્રવાલે 34 બોલમાં એક ચોક્કા અને બે છક્કાની મદદથી 34 રનની ઇનિંગ રમી હતી. તેના સિવાય નિકોલસ પુરણે 19 બોલમાં ચોક્કા અને એક છક્કાની મદદથી 19 રન બનાવ્યા હતા. કેપ્ટન લોકેશ રાહુલે પણ 19 રન શાહરૂખ ખાને 13 રનનું યોગદાન આપ્યું હતું.

Untitled 44 મોર્ગનની કેપ્ટન ઈનિંગનાં દમ પર કોલકતાએ પંજાબ વિરુદ્ધ મેળવી 5 વિકેટે જીત