Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Not Set/ IPL ૨૦૧૮ની ૧૧મી સિઝન માટે ૧૦૦૦થી વધુ ખેલાડીઓએ કરાવ્યું રજીસ્ટ્રેશન

VIVO IPLની ૧૧મી સિઝન માટે આગામી ૨૭-૨૮ જાન્યુઆરીના રોજ બેંગલુરુમાં યોજાનારી હરાજી પહેલા ૧૧૨૨ ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. નોધનિય છે કે, આઈપીએલની છેલ્લી ૧૦ સિઝનમાં જે વલણ જોવા મળ્યું છે તે જોતાં વધુ એકવાર વિશ્વ ક્રિકેટના ટોચના સ્ટાર્સ અને ઉભરતા ખેલાડીઓએ ૧૧મી સિઝનમાં પ્રતિભાને બતાવવા માટે  ફરી એકવાર પ્રવેશ કર્યો છે. આઠ આઈપીએલ ફ્રેન્ચાઇઝી દ્વારા જાહેર […]

January 13, 2018January 13, 2018Harshid Patel
Sports

VIVO IPLની ૧૧મી સિઝન માટે આગામી ૨૭-૨૮ જાન્યુઆરીના રોજ બેંગલુરુમાં યોજાનારી હરાજી પહેલા ૧૧૨૨ ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. નોધનિય છે કે, આઈપીએલની છેલ્લી ૧૦ સિઝનમાં જે વલણ જોવા મળ્યું છે તે જોતાં વધુ એકવાર વિશ્વ ક્રિકેટના ટોચના સ્ટાર્સ અને ઉભરતા ખેલાડીઓએ ૧૧મી સિઝનમાં પ્રતિભાને બતાવવા માટે  ફરી એકવાર પ્રવેશ કર્યો છે.

આઠ આઈપીએલ ફ્રેન્ચાઇઝી દ્વારા જાહેર કરવામાં આવેલી આ યાદીમાં ૨૮૧ કેપ પ્લેયર્સ, ૮૩૮ અન-કેપ પ્લેયર્સના નામ રજૂ કરવામાં આવ્યા છે. જેમાં ૭૭૮ ભારતીય અને એસોસિએટ રાષ્ટ્રોમાંથી ત્રણ ખેલાડીઓનો સમાવેશ થાય છે.

આગામી ૨૭-૨૮ જાન્યુઆરીના રોજ બેંગલુરુમાં યોજાનારી ખેલાડીઓની હરાજીમાં ગૌતમ ગંભીર, યુવરાજસિંહ, સ્પિનર ​​આર અશ્વિન, હરભજનસિંહ, અજિંક્યા રહાણે, સ્પિનર ​​કુલદીપ યાદવ, ઓપનર કેએલ રાહુલ અને એમ. વિજયને ખરીદવા માટે આઈપીએલની ૮ ફ્રેન્ચાઇઝી વચ્ચે નીલામીને લઇ ભારે ખેચતાણ જોવા મળી શકે છે.

આ ઉપરાંત ક્રિસ ગેઇલ, બેન સ્ટોક્સ, ક્રિસ લિન, ઇઓન મોર્ગન તેમજ ઓસ્ટ્રેલિયન પેસ બેટરી મિશેલ સ્ટાર્ક અને પેટ કમિન્સને ખરીદવા માટે ફ્રેન્ચાઇઝી ટીમો વધુ બોલી લગાવી શકે છે. બીજી બાજુ ઈંગ્લેંડની ટેસ્ટ ટીમના કેપ્ટન જો રૂટે પણ આ સિઝનમાં રમવાની તૈયારી દર્શાવી છે ત્યારે આ ખેલાડી પર પણ મોટી બોલી લાગતી જોવા મળશે.

વિદેશી ખેલાડીઓમાં કેરેબિયનના ડ્વેઈન બ્રાવો, કાર્લોસ બ્રેથવેઇટ, ઇવિન લેવિસ અને જેસન હોલ્ડર, શ્રીલંકાના લસિત મલિંગા, એન્જેલો મેથ્યુઝ, નિરોશાન ડિકવાલા અને થિસારા પરેરા તેમજ ઓસ્ટેલિયન પ્લેયર્સમાં ગ્લેન મેક્સવેલ, ઓલ-રાઉન્ડર શેન વોટસન અને મિચેલ જોહ્ન્સનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ૧૦ મી સિઝનમાં કિંગ્સ ઈલેવન પંજાબ માટે બે સદી ફટકારનાર હાશિમ અમલા, ફાફ-ડુ-પ્લેસીસ, ક્વિન્ટન ડી કોક, ડેવિડ મિલર, મોર્ન મોર્કલ અને કાગીસો રબાડા તેમજ ન્યુઝીલેન્ડના કેન વિલિયમ્સન, કોલિન મુનરો અને ટોમ લેથમ જેવા ખેલાડીઓ માટે ઉંચી બોલી લાગવાની આશા જોવા મળી રહી છે.

IPL-૧૧ મી સિઝનમાં વિદેશી તીમ્નોના ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે :   

Country Players Registered
અફઘાનિસ્તાન ૧૩
ઓસ્ટ્રેલિયા ૫૮
બાંગ્લાદેશ ૮
ઈંગ્લેંડ ૨૬
આયર્લેન્ડ ૨
ન્યુઝીલેન્ડ ૩૦
સ્કોટલૅન્ડ ૧
સાઉથ આફ્રિકા ૫૭
શ્રીલંકા ૩૯
યુએસએ ૨
વેસ્ટઇન્ડીઝ ૩૯
ઝિમ્બાબ્વે ૭

 

Post navigation

વેનેઝુએલા : ભુખામારાએ માઝાં મૂકી, ભૂખ્યા લોકો ઉતર્યા હિંસા પર, ૪ના મોત
વેરાવળવાસીઓના પેટમાં અખાદ્ય ચીકી જતા બચી ગઈ, જાણો કઈ રીતે !

More Posts

Not Set/ હાર્દિક પંડ્યાના ‘સ્ટાર્સ’ અત્યારે હાલ આસમાન પર

September 27, 2017January 5, 2018Nirmal Acharya

IND vs ENG Series/ ઈંગ્લેન્ડથી ODI-T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાણો કોણ છે અંદર અને કોણ રહ્યું બહાર

June 30, 2022garima rao

World Cup 2023/ કોહલીની ઐતિહાસિક સદી, જાડેજાનો પંજો; ભારતે દક્ષિણ આફ્રિકાને 243 રને હરાવ્યું

November 5, 2023November 5, 2023M Tunvar
ICC Prize Money

Sports/ ICC એ T20 વર્લ્ડ 2022ની ઈનામી રકમ કરી જાહેર, ફાઈનલ જીતનાર ટીમને મળશે આટલા કરોડ

September 30, 2022September 30, 2022Rahul Rathod

IPL 2021/ આ ખેલાડીની ઈજા BCCI માટેે બન્યુ Tension નું કારણ, ઈન્જેક્શન લીધા વિના નથી કરી શકતો બોલિંગ

October 6, 2021October 6, 2021hardik shah
Vaibhav Sooryavanshi

sports news/ 15 વર્ષના વૈભવે તોડ્યો સચિન તેંડુલકરનો રેકોર્ડ, ટીમ ઇન્ડિયામાં સિલેક્ટ થતાં જ અગરકરે આપી સલાહ

June 6, 2026June 6, 2026Kavita Solanki

Not Set/ દક્ષિણ આફ્રિકાના આ પૂર્વ કેપ્ટને કેપ્ટન કોહલીની પ્રશંસા કરતા કહ્યું કઈક ખાસ

November 3, 2018Harshid Patel

Paris Olympics 2024/ 3 કલાકમાં ત્રણ હાર્ટ બ્રેક! ભારતના ત્રણ મોટા દાવેદાર મેડલની રેસમાંથી બહાર

August 1, 2024Mansi Panara

sports news/ ટીમ ઈન્ડિયા 3 મહિનાની રજા પર! ચેમ્પિયન્સ ટ્રોફીની જીત બાદ હવે IPLની ભવ્ય તૈયારીઓ ચાલી રહી છે

March 12, 2025Panara Mansi
Afghanistan T20 Series Team India: સંજુની વાપસી

Sport news/ અફઘાનિસ્તાન સામેની T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, સંજુ સેમસનની વાપસી, રિંકુ સહિત 8 ખેલાડીઓ બહાર

September 1, 2026Vidhi Rajput
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy