ગુરુવારે રમાયેલી પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયાની મેચ રોમાંચથી ભરપૂર રહી હતી. મેચમાં પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને 176 રનનો સ્કોર બનાવ્યો હતો. આ ટાર્ગેટને Chase કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. જો કે એક તરફથી ડેવિડ વોર્નરે છેડો સંભાળી રાખ્યો હતો.
આ પણ વાંચો – T20 World Cup / આ શું? બોલ ન અડ્યો છતા વોર્નરે છોડ્યું મેદાન, એમ્પાયરની ભૂલ પણ પાકિસ્તાનને જીતવામાં ન કરી શકી મદદ
આપને જણાવી દઇએ કે, T20 વર્લ્ડની બીજી સેમિફાઇનલ ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે રમાઈ હતી. આ મેચમાં પાકિસ્તાને ઓસ્ટ્રેલિયાને મેચ જીતવા માટે 177 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જો કે આ મેચમાં ઘણી રમુજી ક્ષણો આવી. ઓસ્ટ્રેલિયાની ઇનિંગ દરમિયાન એક એવો નજારો જોવા મળ્યો જે કદાચ તમે પહેલા ક્યારેય નહીં જોયો હોય. ડેવિડ વોર્નરે પાકિસ્તાન સામે 49 રન બનાવ્યા હતા. આ ઈનિંગ દરમિયાન વોર્નરનાં એક શોટની ઘણી ચર્ચા થઈ રહી છે, જે તેણે મોહમ્મદ હફીઝનાં બોલ પર ફટકાર્યો હતો.
https://www.instagram.com/reel/CWJH91RIdn1/?utm_source=ig_web_copy_link
હાફીઝનાં હાથમાંથી બોલ છૂટી ગયો હતો અને બે ટપ્પા બાદ તે વોર્નર સુધી પહોંચ્યો હતો, જેના પર તેણે સિક્સર ફટકારી હતી. આ ઘટના આઠમી ઓવરનાં પહેલા બોલ પર બની હતી. આ ઓવર મોહમ્મદ હાફીઝ પાસે આવી અને પહેલો જ બોલ તેનો હાથથી છટકી ગયો અને બે ટપ્પા લીધા પછી વોર્નર સુધી પહોંચ્યો, જે બોલ પર વોર્નરે સિક્સર ફટકારી હતી. આ બોલ જોઈને કેપ્ટન બાબર આઝમ પણ ચોંકી ગયો હતો. આ કારણે પૂર્વ ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીર ખાસ ખુશ દેખાતા નહોતા. ગંભીરે આને શરમજનક ગણાવ્યું અને તેની ટ્વીટમાં આર અશ્વિનને ટેગ પણ કર્યો. અહી નવાઇની વાત પાકિસ્તાન માટે એ રહી કે આ બોલને એમ્પાયરે નો બોલ ગણાવ્યો હતો અને ઓસ્ટ્રેલિયાને ફ્રી હિટ મળી ગઇ હતી.
What an absolutely pathetic display of spirit of the game by Warner! #Shameful What say @ashwinravi99? pic.twitter.com/wVrssqOENW
— Gautam Gambhir (@GautamGambhir) November 11, 2021
આ પણ વાંચો – T20 World Cup / પાકિસ્તાની કેપ્ટને લીધી હસન અલીની ક્લાસ, કહ્યુ- કેચ છોડ્યો એ મેચનો રહ્યો ટર્નિંગ પોઈન્ટ
ગંભીરે ટ્વિટર પર લખ્યું, ‘ડેવિડ વોર્નરની કેટલી ખરાબ ખેલદિલી! શરમજનક, આર અશ્વિન શું કહેશે?‘ એમ્પાયરે હાફીઝનાં બોલને નો-બોલ ગણાવ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જો આ મેચની વાત કરીએ તો વોર્નર 49 રન બનાવીને આઉટ થયો હતો. જો કે, ટીવી રિપ્લેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે તેનું બેટ કિનારી સાથે અથડાયું ન હતું, તેમ છતાં તેને આઉટ જાહેર કરવામાં આવ્યો હતો. મેચની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને પાકિસ્તાને 20 ઓવરમાં ચાર વિકેટે 176 રન બનાવ્યા હતા. મોહમ્મદ રિઝવાને 67 અને ફખર ઝમાને અણનમ 55 રન બનાવ્યા હતા. ICC T20 વર્લ્ડકપની બીજી સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને પાંચ વિકેટે હરાવી ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો.
