Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Not Set/ IPL ૨૦૧૮ની ૧૧મી સિઝન માટે ૧૦૦૦થી વધુ ખેલાડીઓએ કરાવ્યું રજીસ્ટ્રેશન

VIVO IPLની ૧૧મી સિઝન માટે આગામી ૨૭-૨૮ જાન્યુઆરીના રોજ બેંગલુરુમાં યોજાનારી હરાજી પહેલા ૧૧૨૨ ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. નોધનિય છે કે, આઈપીએલની છેલ્લી ૧૦ સિઝનમાં જે વલણ જોવા મળ્યું છે તે જોતાં વધુ એકવાર વિશ્વ ક્રિકેટના ટોચના સ્ટાર્સ અને ઉભરતા ખેલાડીઓએ ૧૧મી સિઝનમાં પ્રતિભાને બતાવવા માટે  ફરી એકવાર પ્રવેશ કર્યો છે. આઠ આઈપીએલ ફ્રેન્ચાઇઝી દ્વારા જાહેર […]

January 13, 2018January 13, 2018Harshid Patel
Sports

VIVO IPLની ૧૧મી સિઝન માટે આગામી ૨૭-૨૮ જાન્યુઆરીના રોજ બેંગલુરુમાં યોજાનારી હરાજી પહેલા ૧૧૨૨ ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. નોધનિય છે કે, આઈપીએલની છેલ્લી ૧૦ સિઝનમાં જે વલણ જોવા મળ્યું છે તે જોતાં વધુ એકવાર વિશ્વ ક્રિકેટના ટોચના સ્ટાર્સ અને ઉભરતા ખેલાડીઓએ ૧૧મી સિઝનમાં પ્રતિભાને બતાવવા માટે  ફરી એકવાર પ્રવેશ કર્યો છે.

આઠ આઈપીએલ ફ્રેન્ચાઇઝી દ્વારા જાહેર કરવામાં આવેલી આ યાદીમાં ૨૮૧ કેપ પ્લેયર્સ, ૮૩૮ અન-કેપ પ્લેયર્સના નામ રજૂ કરવામાં આવ્યા છે. જેમાં ૭૭૮ ભારતીય અને એસોસિએટ રાષ્ટ્રોમાંથી ત્રણ ખેલાડીઓનો સમાવેશ થાય છે.

આગામી ૨૭-૨૮ જાન્યુઆરીના રોજ બેંગલુરુમાં યોજાનારી ખેલાડીઓની હરાજીમાં ગૌતમ ગંભીર, યુવરાજસિંહ, સ્પિનર ​​આર અશ્વિન, હરભજનસિંહ, અજિંક્યા રહાણે, સ્પિનર ​​કુલદીપ યાદવ, ઓપનર કેએલ રાહુલ અને એમ. વિજયને ખરીદવા માટે આઈપીએલની ૮ ફ્રેન્ચાઇઝી વચ્ચે નીલામીને લઇ ભારે ખેચતાણ જોવા મળી શકે છે.

આ ઉપરાંત ક્રિસ ગેઇલ, બેન સ્ટોક્સ, ક્રિસ લિન, ઇઓન મોર્ગન તેમજ ઓસ્ટ્રેલિયન પેસ બેટરી મિશેલ સ્ટાર્ક અને પેટ કમિન્સને ખરીદવા માટે ફ્રેન્ચાઇઝી ટીમો વધુ બોલી લગાવી શકે છે. બીજી બાજુ ઈંગ્લેંડની ટેસ્ટ ટીમના કેપ્ટન જો રૂટે પણ આ સિઝનમાં રમવાની તૈયારી દર્શાવી છે ત્યારે આ ખેલાડી પર પણ મોટી બોલી લાગતી જોવા મળશે.

વિદેશી ખેલાડીઓમાં કેરેબિયનના ડ્વેઈન બ્રાવો, કાર્લોસ બ્રેથવેઇટ, ઇવિન લેવિસ અને જેસન હોલ્ડર, શ્રીલંકાના લસિત મલિંગા, એન્જેલો મેથ્યુઝ, નિરોશાન ડિકવાલા અને થિસારા પરેરા તેમજ ઓસ્ટેલિયન પ્લેયર્સમાં ગ્લેન મેક્સવેલ, ઓલ-રાઉન્ડર શેન વોટસન અને મિચેલ જોહ્ન્સનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ૧૦ મી સિઝનમાં કિંગ્સ ઈલેવન પંજાબ માટે બે સદી ફટકારનાર હાશિમ અમલા, ફાફ-ડુ-પ્લેસીસ, ક્વિન્ટન ડી કોક, ડેવિડ મિલર, મોર્ન મોર્કલ અને કાગીસો રબાડા તેમજ ન્યુઝીલેન્ડના કેન વિલિયમ્સન, કોલિન મુનરો અને ટોમ લેથમ જેવા ખેલાડીઓ માટે ઉંચી બોલી લાગવાની આશા જોવા મળી રહી છે.

IPL-૧૧ મી સિઝનમાં વિદેશી તીમ્નોના ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે :   

Country Players Registered
અફઘાનિસ્તાન ૧૩
ઓસ્ટ્રેલિયા ૫૮
બાંગ્લાદેશ ૮
ઈંગ્લેંડ ૨૬
આયર્લેન્ડ ૨
ન્યુઝીલેન્ડ ૩૦
સ્કોટલૅન્ડ ૧
સાઉથ આફ્રિકા ૫૭
શ્રીલંકા ૩૯
યુએસએ ૨
વેસ્ટઇન્ડીઝ ૩૯
ઝિમ્બાબ્વે ૭

 

Post navigation

વેનેઝુએલા : ભુખામારાએ માઝાં મૂકી, ભૂખ્યા લોકો ઉતર્યા હિંસા પર, ૪ના મોત
વેરાવળવાસીઓના પેટમાં અખાદ્ય ચીકી જતા બચી ગઈ, જાણો કઈ રીતે !

More Posts

sports news/ અશ્વિને હિન્દી ભાષા પર શું કહ્યું? આ સાંભળીને ગરમાયું ઈન્ટરનેટ … જાણો તમને શું દુઃખ થયું

January 10, 2025January 10, 2025Panara Mansi

Not Set/ ગુજરાત બીજી વખત રણજીટ્રોફી ફાઇનલમાં પ્રવેશ, નાગપુર સામે ગુજરાતનો 124 રને વિજય

January 4, 2017mantavya

IPL 2022/ હવે MIનો આ ફ્લોપ ખેલાડી ગુજરાત માટે રમશે? કેપ્ટન હાર્દિકે સામેથી કરી હતી ઓફર

May 7, 2022padma prajay

IND vs ENG 1st T20/ રોહિત શર્મા સતત 13 T-20 મેચ જીતનાર વિશ્વનો પ્રથમ કેપ્ટન,ભારતે ઇંગ્લેન્ડને પ્રથમ ટી-20માં 50 રને હાર આપી

July 8, 2022July 8, 2022mustak malik

Not Set/ સ્પોર્ટ્સ/ સચિન તેડુલકરનાં નામે થયા છેલ્લા 20 વર્ષનાં સ્પોટિંગ મોમેન્ટ

February 18, 2020February 18, 2020hardik shah
ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી બેટ્સમેન અને પૂર્વ કેપ્ટન અજિંક્ય રહાણે (Ajinkya Rahane)એ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સત્તાવાર નિવૃત્તિ (Retirement)ની જાહેરાત કરી છે

sports news/ અજિંક્ય રહાણેએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને કહ્યું અલવિદા, ભાવુક વીડિયો શેર કરી નિવૃત્તિની જાહેરાત

July 30, 2026July 30, 2026Nikunj Patel

વખાણ/ PM નરેન્દ્ર મોદીએ શમીના કર્યા વખાણ, અચ્છા ખેલે શમી!

November 15, 2023garima rao
IND vs ZIM Cricket

Cricket/ જો ભારતની છેલ્લી સુપર 12 મેચ વરસાદને કારણે ધોવાઈ જાય તો શું થશે?

November 5, 2022Rahul Rathod
Virat Kohli

sports news/ વિરાટ કોહલીનો 2027 વર્લ્ડ કપ અંગે મોટો ખુલાસો, કહ્યું- આ મારો છેલ્લો વર્લ્ડ કપ હશે

September 26, 2026Rahul Maurya

qutar/ FIFA WORLD CUPમાં 3641 કરોડ રૂપિયા વહેંચાશે,જાણો વિજેતા અને રનર્સઅપ ટીમ પર થશે રૂપિયાનો વરસાદ,જાણો

December 16, 2022garima rao
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy