બ્રિસબેન,
ભારતીય ટીમ હાલમાં ઓસ્ટ્રેલિયાના કપરા પ્રવાસે છે ત્યારે હવે પોતાના અભિયાનની શરૂઆત બુધવારથી કરવા જઈ રહી છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બ્રિસબેનના ગ્રાઉન્ડ પર ત્રણ મેચની શ્રેણીની પ્રથમ ટી-૨૦ મેચ રમાવવાની છે.
ત્રણ મેચની શ્રેણીની શરૂઆત પહેલા ભારતના કેપ્ટન વિરાટ કોહલી અને ઓસ્ટ્રેલિયાના કેપ્ટન એરોન ફિન્ચ દ્વારા ટ્રોફીનું અનાવરણ કરવામાં આવ્યું હતું.
Brisbane: Indian captain Virat Kohli and Australian limited-overs captain Aaron Finch pose with the trophy on the eve of the three-match series. #INDvsAUS pic.twitter.com/TIdnxBNIGc
— ANI (@ANI) November 20, 2018
જો કે આ પહેલા ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) દ્વારા પ્રથમ ટી-૨૦ ટીમ માટે ૧૨ સભ્યોની ભારતીય ટીમની જાહેરાત કરી છે.
We've announced our 12 for the 1st T20I against Australia at The Gabba #TeamIndia pic.twitter.com/c6boLtieGf
— BCCI (@BCCI) November 20, 2018
૧૨ સભ્યોની ટીમમાં સ્ફોટક બેટ્સમેન ઋષભ પંત, કે એલ રાહુલ અને દિનેશ કાર્તિક એમ ત્રણેય ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
૧૨ સભ્યોની ભારતીય ટીમ :
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (ઉપ કપ્તાન), શિખર ધવન, કે એલ રાહુલ, ઋષભ પંત, દિનેશ કાર્તિક, કૃણાલ પંડ્યા, કુલદીપ યાદવ, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, ખલીલ અહમદ, યુજવેન્દ્ર ચહલ.
૩ ટી-૨૦ મેચનો કાર્યક્રમ :
પ્રથમ ટી -૨૦ : ૨૧ નવેમ્બર, બ્રિસબેન
બીજી ટી -૨૦ : ૨૨ નવેમ્બર, મેલબર્ન
ત્રીજા ટી -૨૦ : ૨૫ નવેમ્બર સિડની
