Lifestyle: શિયાળામાં ખોડો (Dandruff) થવાની સમસ્યામાં અનેકગણી વૃદ્ધિ થઇ જાય છે. એનાથી વાળ ખરવાનું અને ખંજવાળ આવવાનું વધી જાય છે! ઠંડી ઋતુ (Winter)માં વાતાવરણના તાપમાનમાં પરિવર્તન આવવાને કારણે સ્કૅલ્પમાં મૃત ત્વચા જામવાનું પ્રમાણ વધતું જાય છે અને આના કારણે વધુપડતા વાળ ખરે છે. આ સમસ્યામાં કુદરતના વરદાન સમાન એલોવેરા જેલ (Aloe vera Gel) અત્યંત કારગર સિદ્ધ થશે. આ કેટલીક ટિપ્સ (Tips)થી ખોડાની સમસ્યા ઘણા ખરા અંશે દૂર કરી શકાશે.

શિયાળામાં ખોડો થવાની સમસ્યા વધે છે
ખોડો (Dandruff) એટલે માથાની ચામડી શુષ્ક થઇ જવાથી એની સૂકી ફોતરીઓ નીકળવી, જે શુષ્ક ત્વચા, ફંગલ ઇન્ફેક્શન તથા કેટલાક હેર પ્રોડક્ટ્સ પ્રત્યે સંવેદનશીલતા (Dry Skin, Fungal Infection, Chemical Products)ને કારણે થઇ શકે છે. આ ઉપરાંત, ત્વચાના રોગો (Skin Diseases)ને કારણે પણ ડેન્ડ્રફ થઇ શકે છે, જેમાં ખંજવાળ (Itching) આવે છે અને માથામાં સફેદ ધબ્બા પણ દેખાય છે. કુદરતે ખોડો માટે અમુક વરદાન સમાન ઘટકો પણ આપણને પ્રદાન કરેલા છે જેમાં કોપતેલ, લીંબુ, દહીં (Coconut Oil, Lemon, Curd) તથા એલોવેરા જેલ જેવા ઘરેલુ નુસખા કરી શકાય છે પરંતુ જો સમસ્યા વધે તો ત્વચારોગ નિષ્ણાત (Dermatologist)ની સલાહ લેવી જરૂરી બને છે.

ખોડો થવાની સમસ્યાને શી રીતે દૂર કરવી? (How to get rid of Dandruff)
ખોડા અર્થાત્ ડેન્ડ્રફ (Dandruff)ની સમસ્યામાંથી રાહત મેળવવા માટે લોકો મોંઘામાં મોંઘા શેમ્પૂનો વપરાશ કરતા જોવા મળે છે, તેમ છતાંયે એનાથી છૂટકારો પામી શકતા નથી! આ ઉપરાંત, એની ઘણી આડઅસરો (Side Effects) પણ થતી જોવા મળે છે જેમ કે વાળ ખરવા, ડેડ સ્કિન કે વાળ સફેદ (Hair Fall, Dead Skin, White Hair) થવા! આ માટે તમે એલોવેરા પણ વાપરી શકો છો. આ ઉપરાંત, અહિં તમને એવી 3 ટિપ્સ આપવા જઇ રહ્યાં છીએ કે જે ફક્ત ખોડો દૂર કરવાની સમસ્યાને જ દૂર નહિં કરે પરંતુ માથામાં ખંજવાળનો પ્રોબ્લેમ પણ ખતમ થઇ જશે!
ડેન્ડ્રફની સમસ્યામાંથી રાહત મેળવવાની ટિપ્સ
અહિં ખોડા (Dandruff)ની સમસ્યા દૂર કરવામાં મદદરુપ એવી 3 ટિપ્સ દર્શાવેલી છે. જેને ફૉલો કરીને તમે આ સમસ્યાને મહદ્અંશે દૂર કરી શકો છો.

1. એલોવેરા અને લીંબુનો પ્રયોગ
ડેન્ડ્રફ (Dandruff)ની સમસ્યાના નિવારણ માટે તમે એલોવેરામાં લીંબુ મિક્સ કરીને લગાવી શકો છો.
આ માટે સૌપ્રથમ એક બાઉલ લઇને એમાં 3 થી 4 ચમચી તાજા એલોવેરાની જેલ લો. આ માટે એલોવેરાને છોલીને એના પલ્પને મિક્સરમાં ક્રશ કરી લેવો. હવે એમાં 1 ચમચી લીંબુનો તાજો રસ ઉમેરવો અને બંને વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લેવી. આ તૈયાર પેસ્ટને તમારા માથામાં અપ્લાય કરવી. આશરે 60 મિનિટ સુધી એને એમ જ રહેવા દેવું. હવે તમારા વાળને માઇલ્ડ શેમ્પૂ (Mild Shampoo)થી ધોઇ લેવા. આ પ્રયોગ અઠવાડિયામાં 2 થી 3 વાર કરવાથી ખોડાની સમસ્યા દૂર થઇ જશે.

2. એલોવેરા અને એપલ વિનેગરનો પ્રયોગ
જો તમે પણ ખોડા (Dandruff)થી હેરાન છો તો તમારા માટે આ બીજો વિકલ્પ પણ બહેતર રહેશે. આ માટે તમારે એપલ વિનેગર (Apple vinegar) અર્થાત્ સફરજનના સિરકામાં ઉપર મુજબ બનાવેલી એલોવેરા જેલ મિક્સ કરીને લગાવવી.
આ માટે સૌપ્રથમ એક બાઉલ લઇને એમાં 3થી 4 ચમચી તાજા એલોવેરાની જેલ લો. આ માટે એલોવેરાને છોલીને એના પલ્પને મિક્સરમાં ક્રશ કરી લેવો. હવે એમાં એટલા જ પ્રમાણમાં એપલ વિનેગર મિક્સ કરો. આ બંનેને સારી રીતે મિક્સ કરી લો. આ મિશ્રણમાં એન્ટિ-ફંગલ અને એન્ટિબેક્ટેરિયલ ગુણ હોય છે. હવે આ તૈયાર જેલને વાળ પર લગાવો. આશરે 1 કલાક સુધી સ્કૅલ્પમાં લગાવી રાખીને માઇલ્ડ શેમ્પૂ કરી લેવું. એને અઠવાડિયામાં 1 થી 2 વખત લગાવી શકો છો.
3. એલોવેરા અને ટી ટ્રી ઓઇલનો પ્રયોગ
ખોડાથી છૂટકારો મેળવવા માટે તમે એલોવેરા જેલ અને ટી ટ્રી ઓઇલ (Tea Tree Oil)નું મિશ્રણ પણ કારગર સાબિત થઇ શકે છે.
આ બંનેમાં એન્ટિબેક્ટેરિયલ ગુણ હોય છે અને એના કારણે આ સમસ્યાને જડમૂળથી ખતમ કરી શકાય છે. આ માટે સૌપ્રથમ એક બાઉલમાં 2 ચમચી એલોવેરા જેલ લઇને એમાં 5-7 ટીપાં ટી ટ્રી ઓઇલ ઉમેરવું. બંને મિક્સ કરીને આ પેસ્ટને સ્કૅલ્પ (Scalp) પર લગાવીને 1 કલાક સુધી રહેવા દઇને હળવા શેમ્પૂથી વાળ ધોઇ લેવા.
Disclaimer: આ લેખની માહિતી નિષ્ણાત દ્વારા સૂચવેલી કેવળ સામાન્ય જાણકારી છે. સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા અંગે તબીબી સલાહ અવશ્ય લેવી.
આ પણ વાંચો: વાળ ખુલ્લા રાખીને સૂવું કે પછી બાંધીને? હેર હૅલ્થ માટે શું છે લાભકારક…જાણો વાળની સંભાળ લેવાની ટિપ્સ..!
આ પણ વાંચો: ઘરેલું હેર પેકથી વાળને મજબૂત, લંબા અને તંદુરસ્ત બનાવવાનો સરળ રીત… જાણો
આ પણ વાંચો: શેવિંગ માટે ક્રીમના સ્થાને કરો કાચા દૂધનો વપરાશ…વાળ થશે સફાચટ…ચહેરા પર છવાશે નિખાર! આ રહી ટિપ્સ…
