Budget Solo Trip: આજના ભાગદોડભર્યા જીવનમાં ક્યારેક આપણને લાગે છે કે થોડો સમય માત્ર આપણા પોતાના માટે હોવો જોઈએ. આ વિચાર જ (Solo trip) ‘સોલો ટ્રાવેલિંગ’ (Solo Traveling) ના ક્રેઝને વધારી રહ્યો છે. ભારત એક એવો દેશ છે જ્યાં આધ્યાત્મિક શાંતિથી લઈને સાહસિક પહાડો અને શાંત દરિયાકિનારા સુધી બધું જ ઉપલબ્ધ છે. જો તમે પણ 2026 માં તમારી પહેલી સોલો ટ્રિપ પ્લાન કરી રહ્યા હોવ, તો જાણી લો ભારતના એવા કેટલાક સ્થળો વિશે જે સુરક્ષિત પણ છે અને અદભૂત સુંદર પણ.સોલો ટ્રાવેલર્સ માટે ભારતના સૌથી લોકપ્રિય અને સુરક્ષિત સ્થળોની માહિતી.
ઋષિકેશ, ઉત્તરાખંડ: આધ્યાત્મિકતા અને સાહસનું સંગમ
ઋષિકેશને ‘વિશ્વની યોગ રાજધાની’ માનવામાં આવે છે અને સોલો ટ્રાવેલર્સ (Solo trip) માટે આ સ્વર્ગ સમાન છે. ગંગા નદીના કિનારે આવેલી આ જગ્યા શાંતિ શોધતા લોકો માટે બેસ્ટ છે. અહીં તમે ગંગા આરતીમાં સામેલ થઈ શકો છો, યોગ આશ્રમોમાં રહી શકો છો અને જો તમને સાહસ ગમતું હોય તો રિવર રાફ્ટિંગ કે બંજી જમ્પિંગનો આનંદ માણી શકો છો. એકલા મુસાફરી કરતી મહિલાઓ માટે પણ ઋષિકેશ ભારતનું સૌથી સુરક્ષિત શહેર માનવામાં આવે છે.
ગોકર્ણ, કર્ણાટક: શાંત દરિયાકિનારાનો અનુભવ
જો તમને ગોવાની ભીડભાડ ગમતી નથી, તો કર્ણાટકનું ગોકર્ણ તમારા માટે પરફેક્ટ છે. અહીંના ઓમ બીચ (Om Beach) અને હાફ મૂન બીચ સોલો ટ્રાવેલર્સમાં (Solo trip) ખૂબ લોકપ્રિય છે. ગોકર્ણ તેના સ્વચ્છ દરિયાકિનારા અને શાંત વાતાવરણ માટે જાણીતું છે. અહીં તમે બીચ સાઈડ કેમ્પિંગ કરી શકો છો અને રાત્રે તારાઓની નીચે શાંતિથી સમય વિતાવી શકો છો. સોલો ટ્રિપ માટે અહીંના હોસ્ટેલ્સ પણ ખૂબ જ કિફાયતી (Budget-friendly) અને સુરક્ષિત છે.

તિર્થન વેલી, હિમાચલ પ્રદેશ: પ્રકૃતિનો ખોળો
હિમાચલ પ્રદેશમાં કુલ્લુ પાસે આવેલી તિર્થન વેલી (Tirthan Valley) હજુ પણ પ્રદૂષણ અને ભીડથી દૂર છે. ગ્રેટ હિમાલયન નેશનલ પાર્ક પાસે આવેલી આ ખીણ તેવા લોકો માટે છે જેમને પહાડો, ઝરણા અને શાંતિ ગમે છે. અહીં તમે હોમસ્ટેમાં રહીને સ્થાનિક પહાડી સંસ્કૃતિનો અનુભવ કરી શકો છો. ટ્રાઉટ ફિશિંગ અને નાના ટ્રેકિંગ રૂટ્સ સોલો ટ્રાવેલર્સને (Solo trip) એક અલગ જ રોમાંચ પુરો પાડે છે.
પોંડિચેરી: ફ્રેન્ચ સંસ્કૃતિની ઝલક
દક્ષિણ ભારતમાં આવેલું પોંડિચેરી (Puducherry) તમને ભારતની અંદર ફ્રાન્સ હોવાનો અહેસાસ કરાવશે. અહીંની ‘વ્હાઇટ ટાઉન’ ની ગલીઓમાં રંગબેરંગી ઘરો અને ફ્રેન્ચ આર્કિટેક્ચર જોવા લાયક છે. સોલો ટ્રાવેલર્સ અહીં સાયકલ ભાડે લઈને આખું શહેર ફરી શકે છે. ઓરોવિલે (Auroville) માં મેડિટેશન અને શાંતિપૂર્ણ વાતાવરણ તમને તમારી જાત સાથે જોડાવામાં મદદ કરશે. દરિયાકિનારે મોર્નિંગ વોક અને કેફે કલ્ચર અહીંની ખાસિયત છે.
હમ્પી, કર્ણાટક: ઈતિહાસની સફર (Solo trip)
જો તમને ઈતિહાસ અને સ્થાપત્યમાં રસ હોય, તો હમ્પી (Hampi) થી શ્રેષ્ઠ બીજી કોઈ જગ્યા નથી. વિજયનગર સામ્રાજ્યના અવશેષો વચ્ચે એકલા ફરવું એ એક અલગ જ અનુભવ છે. અહીંના વિશાળ પથ્થરો (Boulders) અને પ્રાચીન મંદિરો ફોટોગ્રાફીના શોખીનો માટે સ્વર્ગ છે. તુંગભદ્રા નદીના કિનારે બેસીને સૂર્યાસ્ત જોવો એ સોલો ટ્રિપની (Solo trip) સૌથી સુંદર યાદ બની રહેશે.
જીરો વેલી, અરુણાચલ પ્રદેશ: સંસ્કૃતિનું રહસ્ય
પૂર્વોત્તર ભારત (Northeast India) માં આવેલી જીરો વેલી (Ziro Valley) ટ્રાવેલર્સની પહેલી પસંદ છે. અહીંની અપતાની જનજાતિની સંસ્કૃતિ અને ડાંગરના ખેતરો તમને મંત્રમુગ્ધ કરી દેશે. જો તમે સપ્ટેમ્બરમાં સોલો ટ્રિપ (Solo trip) પ્લાન કરો છો, તો અહીંનો ‘જીરો મ્યુઝિક ફેસ્ટિવલ‘ માણવા જેવો હોય છે. કુદરતી સૌંદર્ય અને મૈત્રીપૂર્ણ સ્થાનિક લોકો આ જગ્યાને સોલો ટ્રાવેલ (Solo trip) માટે ખાસ બનાવે છે.
આ પણ વાંચો:શું તમે તૈયાર છો? કેદારનાથનો આ 18 કિમીનો કઠિન ટ્રેક છે આસ્થા અને એડવેન્ચરનો અદભૂત સંગમ
આ પણ વાંચો:રણની રેતીમાં સોના જેવું ચમકતું જેસલમેર, માર્ચના ખુશનુમા વાતાવરણમાં ફરવા માટેની બેસ્ટ જગ્યાઓ





