Entertainment News: બિગ બોસ 19 (Big Boss 19) શોમાં તાન્યા મિત્તલ ઘણી સુર્ખીઓમાં રહી હતી…ભલે એ વિજેતા ન બની પણ એમ છતાંયે લોકોનું ધ્યાન એણે અવશ્ય ખેંચ્યુ છે! બિગ બોસ 19 ના ઘરમાં પણ પોતાના જૂઠ અને નકલી વાર્તાઓથી બદનામ થનાર તાન્યા પોતાની શ્રીમંતાઇની સતત શેખી મારતી રહેલી જોવા મળી હતી! પરંતુ, હવે બિગ બોસ 19 ના ઘરમાંથી નીકળી જનાર તાન્યા મિત્તલ (Tanya Mittal) પર દગાબાજીના આક્ષેપો (Accused of Cheating) લાગ્યા છે! એની ડિઝાઇનર રિદ્ધિમા શર્મા (Designer Riddhima Sharma)એ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક લાંબીલચક પોસ્ટ (Instagram Post) શૅર કરી છે અને એમાં તાન્યા પર ક્રેડિટ નહિં આપવાનો, કેટલાક મોંઘાદાટ વસ્ત્રો પરત ન કરવાનો અને નાણાકીય મામલે દગાબાજી કરવાના ગંભીર આરોપો લગાવ્યા છે!
બિગ બોસ-19 માં પણ પોતાના જૂઠથી બદનામ તાન્યા મિત્તલ
રિદ્ધિમા શર્મા લખે છે કે, “મેં દરેક ઇન્ટરવ્યૂમાં તાન્યાનો સાથ આપેલો છે, તમે મારા તમામ ઇન્ટરવ્યૂ, મારી રેકોર્ડેડ બાઇટ્સ, સેલિબ્રિટી વોટિંગ વીડિયો, સપોર્ટિંગ વીડિયો જોઇ શકો છો….ત્યાં સુધી કે એના પોતાના ઇન્ટરવ્યૂમાં પણ હું એનું સમર્થન કરી રહી હતી…મારા જ કપડાં સોર્સ કરીને અમને એટિટ્યૂડ દેખાડી રહી છે! અને એક વાત હું તદ્દન સ્પષ્ટ કરી દેવા માંગુ છું કે એક ડિઝાઇનર અને એક સ્ટાઇલિસ્ટમાં ઘણું મોટું અંતર હોય છે, હું એક સ્ટાઇલિસ્ટ છું. આખુંયે અઠવાડિયું, દરેક સાડી અને ડ્રેસ મેં જ મોકલ્યા હતા અને એ બધા જ મોંઘા કપડા હતા…તમે જાતે બ્રાન્ડ જોઇ શકો છો! હજી સુધી કશું જ પાછું આવ્યું નથી! એને કપડા પસંદ પડ્યાં હતા પણ એણે એક પણ વાર એના વખાણ કર્યા ન હતા…અને હવે એ હાવભાવ બતાવી રહી છે અને ટેલર્સ તથા ડિઝાઇનર્સ વિશે વાતો કરી રહી છે?!! શું એટિટ્યૂડ છે…વાહ! શું આટલી જ ઇજ્જત છે?”

ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં રિદ્ધિમા શર્માનું દર્દ ઝળક્યું
“એ મને પોતાની ટીમ કહી રહી છે, પણ એણે મને મુંબઇ બોલાવી સુદ્ધાં નથી! તમામ સોર્સિંગનું કામ એ મારી પાસે જ કરાવતી રહી છે, ટીમના એક સભ્યે તો મને ત્યાં સુધી કહી દીધું કે, જો આજે સાડી ન મળી તો ચૂકવણી નહિં થાય! આ કેવો વ્યવહાર છે? કાલે એણે બપોરે 1:30 વાગ્યે સિદ્ધિ વિનાયક જવું હતું અને સવારે 11 વાગ્યે મને ફોન આવ્યો કે એને એક ડ્રેસ જોઇએ છે…એમ છતાં મેં એક કલાકની અંદર બધું જ વ્યવસ્થિત કરી દીધું…સામાનના કુલીની ચૂકવણી પણ મેં જ કરી…કમ સે કમ સ્ટાઇલિસ્ટ (Stylist), ટેલર અને ડિઝાઇનરનું સન્માન તો કરો!”
“બિગ બોસમાં એક અઠવાડિયાનું પેમેન્ટ 50 હજાર છે. મેં જેટલા પણ આઉટફિટ મોકલ્યા એ તમામ મોંઘા હતા…કાલનો ડ્રેસ જ 58 હજારનો હતો! આમ છતાં પણ હું ઘણો ઓછો ચાર્જ કરી રહી છું…જ્યારે મેં કહ્યું કે, હું આજે આઉટફિટ (Outfit) નહિં લાવી શકું કારણ કે હું અન્ય શહેરમાં છું…ત્યારે એણે કહ્યું કે, જો આજનો આઉટફિટ નહિં આવે તો પેમેન્ટ પણ નહિં આવે! એ મારો હતો…એનું પેમેન્ટ ક્યાં છે? ગ્રાન્ડ ફિનાલે માટે, મેં એના ભાઈનો આઉટફિટ સ્ટાઇલ કર્યો હતો….એનું પેમેન્ટ ક્યાં છે? કાલના આઉટફિટના પેમેન્ટનું શું થયું? એ ક્યાં છે? મેં મારું કામ હંમેશાં સમયસર કર્યું છે અને એના આ રવૈયાથી સ્પષ્ટ થાય છે કે એ કેવી છે! તાન્યા અને આખી ટીમને શાબાશ..! ભગવાન તમને બધાને આશીર્વાદ આપે…આભાર.”

ગ્વાલિયરના ઇફ્લ્યુએન્સરે પણ દગાનો આક્ષેપ કરેલો
અત્રે જણાવી દઇએ કે, તાન્યા મિત્તલ પ્રથમ વાર જ આ પ્રકારના આક્ષેપોનો સામનો નથી કરી રહી, આ અગાઉ પણ ગ્વાલિયરના ઇફ્લ્યુએન્સર (Influencer, Gwalior) દ્વારા આવો જ એક વીડિયો શેર કરવામાં આવ્યો હતો. આ ત્યારની વાત છે જ્યારે તાન્યા બિગ બોસ-19 ના ઘરમાં પોતાની અમીરીના બણગાં ફૂંકી રહી હતી! આ દરમિયાન, એક ઇન્ફ્લ્યૂએન્સરે પોતાના વીડિયોમાં પોતાનું દર્દ બયાન કર્યું હતું કે, એની સાથે તાન્યા મિત્તલની ટીમે કેવી દગાબાજી કરેલી!
સલમાન ખાનનો ઠપકો મળી ચૂક્યો છે
ઇફ્લ્યુએન્સરે જણાવ્યું હતું કે, પ્રમોશન બાદ એની ટીમે પૈસા (Money) આપ્યા ન હતા! ત્યાર બાદ, તાન્યાની ટીમે એમ પણ કહ્યું હતું કે, તમે કોઇ સ્ટારમાંથી કશુંક ખરીદી લો અને પ્રમોશનના બદલે ડિસ્કાઉન્ટ કરાવી દઇશું!! ઇફ્લ્યુએન્સરે આ બાબતને રોન્ગ પ્રેક્ટિસ અને દગાબાજી જણાવી હતી.
તાન્યા પોતાના બનાવટીપણા અને જુઠ્ઠાણાંથી સલમાન ખાન (Salman Khan)નો ઠપકો પણ ખાઇ ચૂકી છે અને એટલું જ નહિં પરંતુ નેશનલ ટીવી પર પણ એને એના જૂઠ્ઠાણાં બદલ બદનામી વહોરવી પડી છે!
આ પણ વાંચો: પવન સિંહને ધમકીની પરવા નથી…સલમાન ખાનને ‘ભાઈ’ કહ્યો…’બિગ બોસ 19′ માં જમાવ્યો રંગ…!!
આ પણ વાંચો: બિગ બોસ 19 માં ચોંકાવનારો ટ્વિસ્ટ કેપ્ટનશીપ ટાસ્ક દરમિયાન મૃદુલ તિવારી થયો ઘાયલ, શું અભિષેક બજાજ જવાબદાર છે?
આ પણ વાંચો: બિગ બોસ 19નો સૌથી ‘ડોમિનેટિંગ’ કન્ટેસ્ટન કોણ છે? જેને પોતાના ઑર્ડરોથી ઘરના સભ્યોને પરેશાન કર્યા

