Lifestyle: વાળની સંભાળ રાખવી અત્યંત આવશ્યક છે. દરેક સ્ત્રી, તે નાની ઉંમરની હોય કે મોટી વયની, એને પોતાના વાળ (Hair) અત્યંત પ્રિય હોય છે અને એની શક્ય એટલી સંભાળ લેવાનો પ્રયત્ન પણ કરતી હોય છે. ઘણી વાર યુવતીઓ વાળમાં તરેહ-તરેહની કેશસજ્જા (Hair Style) કરતી જોવા મળે છે જેથી એમનો દેખાવ સુંદર લાગે! પરંતુ, જેવી રાત પડે કે તરત જ વાળની સંભાળ (Hair Care) ભૂલાઇ જાય છે અને ઊંઘતી વખતે એમના વિશે કોઈ વિચારતું સુદ્ધાં નથી! આપણામાંથી મોટા ભાગના લોકોને એ વાતની જાણ જ નહિં હોય કે વાળ ખુલ્લા રાખીને સૂવું કે બાંધીને? અમુક લોકો એવું પણ વિચારશે કે આ તે કોઇ સવાલ છે! પણ આ મહત્વપૂર્ણ બાબત છે જેના વિશે એક્સપર્ટ પાસેથી થોડી ટિપ્સ લઇશું…
વાળ એ સ્ત્રીઓના દેખાવનો આકર્ષક હિસ્સો છે
વાળની સંભાળ રાખવી આવશ્યક છે કારણ કે, વાળ એ મહિલાઓના વ્યક્તિત્વનો એક આકર્ષક હિસ્સો ગણાય છે. એમની સંભાળ માત્ર દિવસે જ નહિં રાત્રે પણ લેવાવી જોઇએ…કારણ કે મોટા ભાગના લોકો એ જાણતા નથી હોતા કે આપણા વાળની હૅલ્થ રાત્રિ દરમિયાન પણ સારી રહે એના માટે આ આવશ્યક છે. રાત્રે સીધા જ બેડ પર જઇને પડતું મૂકવું એ હેર હૅલ્થ માટે જરાય યોગ્ય નથી! રાત્રે પણ વાળની સંભાળ એટલી જ જરુરી છે જેટલી દિવસ દરમિયાન લેવાતી હોય છે. જાણીતા હૅર કેર એક્સપર્ટનું કહેવું છે કે આમ તો અલગ-અલગ વ્યક્તિના વાળની પ્રકૃતિ ભિન્ન હોય છે, પણ જો તમે ખોટી રીતે ઊંઘતા હો તો વાળ ખરવા (Hair Fall), તૂટવા, ગૂંચ પડવી અને ખોડો થવો (Dandruff) વગેરે સમસ્યાઓ થઇ શકે છે. આ સંજોગોમાં ચાલો એક્સપર્ટ પાસેથી વાળ માટે લાભકારક એવી અમુક ટિપ્સ (Tips) વિશે જાણીશું.

ઊંઘતી વખતે ખુલ્લા રાખવા કે બાંધવા? વાળ અંગેની હૅલ્થ ટિપ્સ
અલગ-અલગ વ્યક્તિના વાળની પ્રકૃતિ ભિન્ન હોય છે અને સૂતી વખતે વાળ ખુલ્લા રાખવા કે બાંધીને, એ બાબત વાળની તાસીર પર નિર્ભર કરે છે. આથી એક્સપર્ટનું કહેવું છે કે, લાંબા અને જથ્થો ધરાવતાં વાળનો ઢીલો ચોટલો (Long Hair, Loose Braid) બનાવીને સૂવું ઉચિત છે પરંતુ, નાના વાળ (Short Hair) હોય તો એમને ખુલ્લા રાખીને સૂવું યોગ્ય રહેશે. આમાંથી તમારા વાળ કયા પ્રકારના છે એ જોઇને તમે નિર્ણય કરી શકો છો.

જો વાળ બાંધશો તો કેવી રીતે?
ઊંઘતી વખતે વાળને વધુપડતા ટાઇટ બાંધશો નહિં કારણ કે આમ કરવાથી વાળ વધારે તૂટશે અને દિન-પ્રતિદિન પાતળા થતાં જશે. આથી તમે ઢીલો ચોટલો રહે એ પ્રકારની હેર સ્ટાઇલ કરો એ ઉચિત છે. આમ કરવાથી વાળમાં હવા પસાર થઇ શકશે અને એ તૂટવાની સમસ્યા પણ ઓછી થઇ જશે! આ ઉપરાંત, તમે હેર બન (Hair Bun) એટલે કે અંબોડો પણ બનાવી શકો છો જેનાથી તમને રિલેક્સ ફીલ થશે.
વાળ ખુલ્લા રાખીને ઊંઘવાની યોગ્ય રીત કઇ છે?
નાના વાળ હોય તો તમારે વાળને બાંધવા ન જોઇએ. એને ખુલ્લા જ રહેવા દેવા પણ જો તમને પરસેવાની સમસ્યા (Sweating Problem) હોય તો એને બાંધીને સૂવું એ બહેતર વિકલ્પ છે. એક્સપર્ટના જણાવ્યા અનુસાર, તમારે હેર કેર માટેની અમુક ટિપ્સ ધ્યાનમાં રાખવી જોઇએ.
1.વાળને સૂતાં પહેલા સારી રીતે ઓળી લેવા.
2. સૂવા માટે સારા ઓશિકા (Pillow)ની પસંદગી કરો.
3. નાના વાળને ખુલ્લા રાખો.
4. વાળને એક જ દિશામાં રાખીને ઊંઘવું જોઇએ.

રાત્રે ઊંઘતા પહેલા વાળની સંભાળ લો
આ ઉપરાંત, તમારે વાળની હૅલ્થ પર વિશેષ ધ્યાન આપવું જોઇએ. તમારે વાળને સારી રીતે ઓળવા જોઇએ અને ઓશિકા પર સારું કોટન કે સિલ્કનું કવર હોવું જરુરી છે. જો તમારા વાળ શુષ્ક (Dry Hair) હોય તો તમારા માટે હળવું તેલ કે સીરમ (Oil or Serum) પણ લગાવવું ઉચિત રહેશે.
Disclaimer: આ લેખની માહિતી નિષ્ણાત દ્વારા સૂચવેલી કેવળ સામાન્ય જાણકારી છે. સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા અંગે તબીબી સલાહ અવશ્ય લેવી.
આ પણ વાંચો: આ લોકો માટે વાળમાં તેલ લગાવવું નુકસાનકારક હોઇ સકે છે, જાણો કોને ન લગાવવું જાઇએ
આ પણ વાંચો: સાવરણી જેવા નિર્જીવ વાળમાં કુદરતી ચમક લાવવા માટે આ ત્રણ શ્રેષ્ઠ ઘરેલું ઉપાયો અજમાવો, દરેક વાળ ચમકશે
આ પણ વાંચો: વાળને ઘટાદાર અને લાંબા બનાવવા અજમાવો 5 શ્રેષ્ઠ ઘરગથ્થું ઉપાયો
