Lifestyle/ શિયાળામાં રુખા વાળની સંભાળ શી રીતે રાખશો? નોંધી લો હેર કેરની આ અનમોલ ટિપ્સ…

શિયાળાની ઋતુમાં ખોડો થવાની સમસ્યા અનેકગણી વધી જાય છે. વાળ ડ્રાય થઇ જાય છે અને વાળની વિશેષ સંભાળ લેવાની જરુર પડે છે. અહિં પ્રસ્તુત છે કેટલીક ટિપ્સ…

Tips & Tricks Health & Fitness Trending Lifestyle
શિયાળા, વાળની સંભાળ, ટિપ્સ

Lifestyle: શિયાળા (Winter)માં ઠંડી અને સૂકી હવાના કારણે વાળની હાલત ખરાબ થઇ જાય છે! વાળ રુખા (Dry Hair), નિર્જીવ અને કમજોર બની જાય છે આથી એ તૂટવા લાગે છે અને એના છેડા ફાટવાથી ગ્રોથ પણ અટકી જાય છે. આ સંજોગોમાં વાળની સંભાળ (Hair Care) શી રીતે લેવી એની કેટલીક ટિપ્સ (Tips) વિશે જાણીએ…

શિયાળા, વાળની સંભાળ, ટિપ્સ

શિયાળામાં વાળની સંભાળ કેવી રીતે કરશો? આ રહી એની ટિપ્સ…

શિયાળાની ઋતુમાં ખોડો થવાની સમસ્યા અનેકગણી વધી જાય છે. વાળ અને સ્કૅલ્પ ડ્રાય બની જાય છે અને વાળના મૂળ પણ નબળા પડે છે. આવી ઋતુમાં તમારે તમારા વાળની વિશેષ સંભાળ લેવી જોઇએ.

1. હળવા ગરમ પાણીથી વાળ ધુઓ

વાળ ધોવા માટે અત્યંત ગરમ પાણીનો ઉપયોગ લગીરે ન કરવો જોઇએ. હળવા ગરમ પાણીથી વાળ ધોવા ઉત્તમ છે કારણ કે એ સ્કૅલ્પ (Scalp)ની ગંદકી અને તેલને સારી રીતે દૂર કરે છે પરંતુ, વધુપડતા ગરમ પાણી (Hot Water)થી વાળ ધોવાથી નુકસાન પહોંચી શકે છે. એનાથી સ્કૅલ્પ ડ્રાય બની જાય છે અને વાળના મૂળ પણ નબળા પડે છે એટલું જ નહિં, વાળમાં ખોડો થવાની અર્થાત્ ડેન્ડ્રફ ની સમસ્યા ઉત્પન્ન થઇ શકે છે.

શિયાળા, વાળની સંભાળ, ટિપ્સ

2. ખોડાને દૂર કરો

શિયાળાની ઋતુમાં ખોડાની સમસ્યા (Dandruff) અનેકગણી વધી જાય છે. આવા સંજોગોમાં તમારા માટે હોટ ઓઇલ થેરાપી (Hot Oil Therapy) ઘણી જ કારગર સિદ્ધ થશે. અઠવાડિયામાં એક અથવા તો બે વાર કોપરેલ (Coconut Oil Massage)ને ગરમ કરીને વાળ અને સ્કૅલ્પમાં મસાજ કરવો. વાળના મૂળમાં પણ તેલ લગાવવું. ત્યારબાદ, એક ટૉવેલને ગરમ પાણીમાં ભીંજવીને એનું પાણી નીચોવો અને ગરમ ટૉવેલને માથા ઉપર બરાબર પાઘડીની જેમ વીંટાળી દો. એને 5 મિનિટ સુધી એમ જ રહેવા દો. આ પ્રક્રિયાનું 3 થી 4 વાર પુનરાવર્તન કરો. તેલ આખી રાત માથામાં રહેવા દઇને સવારે માથું ધોઇ લેવું. આમ કરવાથી ડેન્ડ્ર્ફની સમસ્યા ધીમે-ધીમે દૂર થશે અને વાળની ગુણવત્તા પણ સુધરશે.

શિયાળા, વાળની સંભાળ, ટિપ્સ

3. સ્કૅલ્પનો મસાજ કરો

માત્ર આંગળીઓ દ્વાર સ્કૅલ્પ પર હળવે-હળવે તેલથી મસાજ કરો અને માથામાં આંગળીઓ ગોળાકારમાં ફેરવો. આમ કરવાથી ફૉલિકલ્સમાં રુધિરાભિસરણ વધે છે. આ તેલને આખી રાત રહેવા દઇને બીજા દિવસે સવારે વાળ ધોઇ લેવા. એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે, ટૉવેલને જોર-જોરથી ઘસવો નહિં પરંતુ વાળમાં થોડીવાર લપેટીને રાખી પાણી શોષાવા દેવું. પછી વાળને સૂર્યપ્રકાશ (Sunlight)માં સૂકવી લેવા. જો તમારા હૅર ડ્રાય છે તો એમને હૅર ડ્રાયર (Hair Dryer)થી સૂકવવા ન જોઇએ.

શિયાળા, વાળની સંભાળ, ટિપ્સ

4. કન્ડીશનીંગ અવશ્ય કરો

રેગ્યુલર કન્ડીશનીંગ (Conditioning) કરવું એ વાળના સ્વાસ્થ્ય (Health) માટે ઉત્તમ છે. આથી શેમ્પૂ કર્યા પછી થોડી માત્રામાં ક્રીમી કન્ડિશનર લગાવવું અને હળવા હાથેથી એનો મસાજ કરવો. માથા પર તો લગાવવું જ, ઉપરાંત છેડા પર પણ લગાવી દેવું. માત્ર બે મિનિટ રાખીને પછી સાદા પાણીથી વાળ ધોઇ લેવા. હેર કન્ડીશનર અને હેર સીરમ વાળને મુલાયમ બનાવવા ઉપરાંત, ચમકદાર બનાવે છે અને વાળના દેખાવને પણ મનમોહક બનાવે છે. વાળ પર કોટિંગ થવાથી એનું રક્ષણ પણ થાય છે.

5. ઘરગથ્થું નુસખા અજમાવો

વાળને પોષણ આપવા માટે અને એમનામાં એક મજબૂતી તથા ચમક આવે એ માટે, કેટલાક ઘરગથ્થુ નુસખા (Home Remedies) પણ તમે અજમાવી શકો છો. અત્યંત રુખા અને નબળા વાળ માટે એક ઇંડુ, બે મોટી ચમચી દિવેલ, એક લીંબુનો રસ અને એક નાની ચમચી શુદ્ધ ગ્લિસરીન મિક્સ કરો અને વાળ પર લગાવો. અહિં તમે દહીંનો વિકલ્પ પણ પસંદ કરી શકો છો. 15 મિનિટથી અડધો કલાક જેટલા સમય સુધી આ મિશ્રણને વાળ પર લગાવી રાખી, વાળને શેમ્પૂ અને હળવા ગરમ પાણીથી ધોઇ લેવા.

Disclaimer: આ લેખની માહિતી નિષ્ણાત દ્વારા સૂચવેલી કેવળ સામાન્ય જાણકારી છે. સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા અંગે તબીબી સલાહ અવશ્ય લેવી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અઠવાડિયામાં કેટલી વાર સાબુથી નહાવું જોઇએ? દરરોજ નહાવાથી સ્કિન થશે ખરાબ…!

આ પણ વાંચો:

આ પણ વાંચો: વિટામિન B12ની ઉણપ…સત્વરે ચેક કરાવો…નાની બાબતો ભૂલી જાઓ છો તો લો ડૉક્ટરની સલાહ..!